Ankita Mehta

Drama Romance

4  

Ankita Mehta

Drama Romance

સમયાંતર-4

સમયાંતર-4

5 mins
73


અલગ પડ્યા ને હજુ માંડ ત્રણ કલાક થયા હશે ત્યાં આર્શી ના મોબાઈલ પર મેસેજ આવ્યો... નોટિફિકેશનમાં સાહીલ નામ ઝળક્યુ..

'હેયા... વોટ્સઅપ?'

'નથીંગ.. સ્ટડી..'

'ઓહ હા... તમે મેડિકલ ના સ્ટુડન્ટ છો એ તો ભૂલાય જ ગયું હતું. મારી સાથે તમારી એક કલાક બગડી એટલે એને ભરપાઈ કરતા હશો.'

'ના ના એવુ નથી પણ રોજ નુ આ જ મારું રૂટીન છે. કોલેજ થી આવી કલાક એક થોડી ફ્રેશ થઈ અને સ્ટડીઝ. આજે એ એક કલાક તમારી સાથે વિતી એટલે ઘરે આવી તરત બેસવુ પડ્યું. હજુ તો યર સ્ટાર્ટ જ થયુ છે એટલે વાંધો ન આવે.'

'અચ્છાઆઆઆઆ...તો તમારા બીજા શું રૂટીન છે એ પણ જણાવી દો એટલે તમને એ સમયે હેરાન ન કરુ... બાકી ફ્રેન્ડ થયા તો હેરાન કરવાના હક તો એની મેળે જ મળી ગયા હોય..' લાફિંગ ઈમોજી સાથે એ મેસેજ આવ્યો.

'તમારા પણ રૂટીન હશે જ ને..?'

'આ શું તમે તમે કરો છો? આપણે ફ્રેન્ડ છીએ.. હું કંઈ તમારો કોઈ વડીલ નથી કે મને તમે કહેશ... તું કહીશ તો મિત્ર જેવુ લાગશે.'

અને મિત્રતા ની શરૂઆત થઈ. અને એ ધીમે ધીમે નહી પણ થોડી ઝડપથી વધતી પણ ગઈ. 

કોલેજ ના બ્રેક ટાઈમ મા, કોલેજ પછી મળવાનુ શરૂ થયું. અને મળે નહી એ સમય મા મેસેજ થી તો કોન્ટેક્ટ મા રહેવાનું.

સવાર ના ગુડ મોર્નિંગ થી દિવસ શરૂ થતો... તો રાત ના છેલ્લા મેસેજ સુધી. વાતો અને મુલાકાતો નો એ સીલસીલો સરસ રીતે ચાલતો હતો. 

સાહીલ બધી વાત આર્શી ને કરવા લાગ્યો.. નાનપણ થી લઈ ને આજ ના દિવસ સુધી ની.. ગમા - અણગમા, ઈચ્છાઓ, સપનાઓ, ધ્યેય, પરિવાર અને મિત્રો ની પણ વાતો કરતો એ... આ વાતો મા ઘણી વાર આખી રાત પણ પસાર થઈ જતી. એ આર્શી ની કેર કરતો, સન્માન આપતો, એના ગમા - અણગમાનું ધ્યાન પણ રાખતો.. ક્યારેય એણે તોછડુ વર્તન ન હતું કર્યુ. આર્શી મેસેજ કરે એટલે પાંચમી મિનિટે તો સાહીલ તરફ થી જવાબ આવી જ ગયો હોય. જે છોકરા પર કોલેજ ની લગભગ બધી જ છોકરીઓ મરતી એ સાહીલ માટે હું પ્રાયોરિટી છુ એ વિચાર જ આર્શી ને સ્પેશ્યલ ફીલ કરાવતું.. એ સતત કોન્ટેક્ટ મા રહેવા કોશિષ કરતો. ક્યારેક સાહીલ ને કોલેજમાં લેકચર ના હોય અને આર્શી ને હોય તો એ કલાકો આર્શી ની રાહ જોતો કોલેજ આસપાસ જ હોય. આર્શી કહેતી પણ, સાહીલ મને કેમ આટલો સમય આપે છે? બીજા મિત્રો પણ છે જ ને તારે..'

'હા, તો બીજા મિત્રો હોય તો તારી સાથે વાત ન કરવી મારે?'

'પણ સાહીલ આપણે કેટલો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ...'

'હા તો? તને નથી ગમતુંં તો કહી દે.. પણ મને તો બહું ગમે છે તારી સાથે..'

'પણ સાહીલ પછી આદત થઈ જશે..'

 'થઈ જશે ? અરે મને તો તારી આદત પહેલા દિવસે મળ્યા ત્યાર થી થઈ ગઈ છે.... '

'પણ..'

આર્શી કંઈ બોલે એ પહેલા જ સાહીલે એનો હાથ આર્શીના નાજુક હોઠ પર રાખી દીધો. 

'હૃદય ના સંબંધોમાં મગજ પણ કામે લાગશે ને તો એ સંબંધો ને ગૂંચવી નાખશે.. બસ, હૃદય ના અને લાગણીઓ ના પ્રવાહમાં વહેશુ તો એક સુકુન મળશે.' સાહીલે આર્શી ની આંખ મા જોઈ અને કહ્યું. 

એના અવાજ મા સચ્ચાઈ નો રણકો હતો.. એની આંખમાં એક આશ્વાસન હતું.

સાહીલનો હાથ હજુ પણ એમ જ હતો.. એ પહેલો સ્પર્શ હતો અને આર્શી ને એક કંપારી આવી ગઈ એ સ્પર્શ થી. સાવ સામાન્ય અને બે - પાંચ સેકન્ડ નો જ એ સ્પર્શ હ્રદય મા ઊંડે સુધી ઉતરી ગયો હતો.

અને આર્શી હોય કે બીજી કોઈ છોકરી.. એ એક કૂણી લાગણી તો જરૂર થઈ જાય.

આર્શી ની બેસ્ટ ફ્રેન્ડ સિયા.. બહાર ગામ ગઈ હતી એટલે આવતા જ આર્શીનું આ બદલાયેલું સ્વરૂપ એના ધ્યાન મા આવ્યું. સિયા થોડી વધારે જ સ્માર્ટ.. 

'આર્શુડી... આ બધુ શું છે? થોડા દિવસ અહીં તારી સાથે ન હતી ત્યાં આટલું બધુ થઈ ગયું? આખો દિવસ તને એ જ દેખાતો હોય છે હવે... મારા માટે પણ ટાઈમ નથી.. ' એ ચીડાઈ ને બોલી.

'અરે મારી માઁ એવુ કંઈ નથી. એના મેસેજ આવે કે એ મળવા આવે તો મારે એની સાથે વાત તો કરવી ને.. ' એ સિયા મનાવવા ના સૂર મા કહ્યું.

 'પણ આર્શી, આટલી કલાકો એને આપીશ તો સ્ટડીઝ પર અસર થશે. અને મિત્ર જ છે તો મિત્ર ની જેમ રહે ને.. આખો દિવસ અને રાત શું છે પણ....' થોડી સિરીયસ થઈ ને એણે આર્શી તરફ જોયુ.

આર્શી કંઈ જવાબ આપે એ પહેલા જ સિયા એ આર્શીના હાથ પર ચિંટીયો ભરતા ફરીથી બોલી ' કે પછી તને એ કંઈક વધુ જ ગમવા લાગ્યો છે... કુછ કુછ હોતા હૈ....' એણે ઝીણી આંખે આર્શી તરફ જોયુ.

'તું માર ખાઈશ હવે કંઈ બોલી છે તો...'

પણ આર્શી નુ મન વિચારતું તો થઈ જ ગયુ. સવારે આંખ ખૂલતાં જ એ કેમ યાદ આવે છે? એને મળવાની ઈચ્છા કેમ થયા કરે છે? આટલી વાતો કર્યા પછી પણ મન કેમ ભરાતું નથી? એને જોઈ ને બસ જોયા જ કરવાનુ મન થાય છે? હા, લાગણીઓ હતી... શું મિત્રતાની જ હતી? તો પછી બીજા મિત્રો માટે પણ હોવી જોઈએ ને... અને બીજા માટે આવી લાગણીઓ નથી થતી તો પછી આ ક્યો સંબંધ છે?

આખા દિવસ ના થાક પછી આખી રાત પણ વિતી ગઈ હતી. આવુ ઘણી વાર બન્યું હતુંં પણ આવો થાક આર્શી ને ક્યારેય ન હતો લાગ્યો. જલ્દી ઘરે પહોંચવું હતુંં. વહેલી સવાર નો સમય હતો એટલે ટ્રાફિક પણ ન હતો એટલો. એણે થોડી સ્પીડ વધારી. હળવુ મ્યુઝિક ચાલતું હતું એની ગાડીમાં... કદાચ એ એકલી રહેવા ન હતી માંગતી એટલે એનો અવાજ એને કંઈક સારો લાગતો હતો. પણ ક્યુ ગીત વાગતું હતું એ ખબર ન હતી..એનુ મન અને મગજ બંને પોતપોતાની દિશામાં દોડતા હતા અને એનો થાક શરીર અનુભવતું હતું. ગાડી ચલાવતા ચલાવતા એની આંખો મા પાણી ધસી આવતું હતું. પણ ના, રડવુ નથી એ નક્કી હતું એટલે પાંપણ સુધી આવેલા આંસુઓ ને એ ત્યાં થી જ પાછા વાળી દેતી હતી.. એક વાર જો એ આંસુઓ જીદે ચડશે તો વહ્યા જ કરશે એ વાત એ બહું સારી રીતે સમજતી હતી. 'મન ની લાગણીઓ મા મગજ ને વચ્ચે લાવીએ તો સંબંધો ગુંચવાઈ જાય.. એના કરતા હૃદય અને લાગણીઓ ના પ્રવાહ મા વહેવા થી સુકુન મળે....' શું ખરેખર સંબંધો ગુંચવાઈ જતા હશે કે પછી મન ને ઉલ્લુ બનાવવુ સહેલુ પડતુંં હશે? બીચારૂ મન.... જરા અમસ્તી કોઈ લાગણી બતાવે તો એનુ થઈ જાય... અને મગજ થોડા તર્ક તો કરે જ... હા, લાગણીઓ મા તર્ક ન હોય પણ મગજ સતત હૃદય ને સાચવવાની કોશિશ મા હોય.. કેમકે જો એને સ્હેજ પણ હર્ટ થશે તો એની કિંમત આંખો એ પણ ચૂકવવી પડે છે. 

આર્શી ઘરે પહોંચી.. એણે પર્સ ને એક બાજુ ફેંક્યું. રૂમ મા જઈ પલંગ ઉપર પડતુંં જ મુક્યુ.. ક્યારનો રોકી રાખેલો એ દરિયો અત્યારે બેકાબુ બની વહેતો હતો.. એનુ મન એના મગજ પર હાવી થઈ રહ્યું હતું. લાગણીઓ નુ વાવાઝોડુ બધુ વેર વિખેર કરવા પર હતું. અને એ વાવાઝોડામા આર્શી ફંગોળાતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama