Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Ankita Mehta

Romance

3  

Ankita Mehta

Romance

વાલમ આવો ને

વાલમ આવો ને

13 mins
376


પાંચ વર્ષ, ત્રણ મહિના અને ઓગણીસમો દિવસ આજ આથમી ગયો. સંધ્યા એ એના રંગોની ઓઢણી ધરતીને ઓઢાડી હતી. ઠંડા પવનની લહેરખી મનમાં તાજગી ભરતી હતી. કૂદરતનુ એ સૌંદર્ય ખીલી ઉઠ્યુ હતુ. પણ એ સૌંદર્ય પણ ઘણી વખત કોઇકના મનના અંધકારમા રંગોની રોશની નથી લાવતુ. જેનુ તન તો સાથે હોય પણ મન હજારોમાંઇલ દૂર હોય એને તો બસ એક એક દિવસ ગણવાના હોય. 

'એય પ્રિયમ, આમ ઉદાસ નહી થા. બે દિવસમાંટે જ જાવ છુ. હંમેશામાંટે નહી. સમજી ? એટલેમાંરી રાહ જોજે...'

'વાલમ, હુ તો જીંદગી આખી રાહ જોવા તૈયાર છુ.માંરે તો બસ તારો સાથ જોઇએ એ પણ જન્મોજન્મ.'

સોળ વર્ષની પ્રિયમ અને સત્તર વર્ષનો વાલમ. ઉમર ભલે કાચી હતી પણ પ્રેમ એકદમ પાકો. વાલમ અને પ્રિયમ બે નામ. પણ હંમેશા એ સાથેજ લેવાતા. બે શરીર પણ એક જ આત્મા. એક શ્વાસ તો એક ધબકાર. એની વાતોમાં શબ્દોની નહી પણ લાગણીની ભાષા. એકની પિડામાં દર્દ બંન્ને અનુભવતા. પ્રેમનો પર્યાયિ એટલે વાલમ-પ્રિયમની જોડી. આંખોથી મૂક સંવાદો થતા અને હૈયાથી હૈયા મળતા. અને આ એવો પ્રેમ કે જે કદાચ વર્ણવી જ ન શકાય એ તો બસ અનુભવી શકાય. એને હ્રદયના એક ખૂણા પર નહી પણ આખા હ્રદય પર જ કબ્જો કર્યો હોય. પ્રેમનો એ મહાસાગર કે જેનો ક્યાય અંત ન હોય. લાગણીઓના એટલા આવેશો કે જેને શમવા એક નહી પણ જન્મોજન્મ લાગે તો પણ એમા ક્યાય ઓટ ન આવી હોય. ઘુઘવાતો દરિયો જે તોફાને તો ચડી શકે પણ સુકાય નહી ક્યારેય. 

નાના એવા ગામના સામાન્ય પરીવારની દિકરી પ્રિયમ. ત્રણ બહેનોમાં સૌથી મોટી. ડાહી અને સમજુ. દેખાવમાં પણ સામાન્ય. ગોળ ચહેરો, કાળી આંખો, પાતળા હોઠ અને ભીનો વાન. લાંબો ચોટલો. ઘેરદાર ઘાઘરો અને ચોલી, ચુંદડીથી ઢંકાયેલુમાંથુ. પણ એ ચુંદડીની આડશમાં પણ એની યૌવન ડોકાતુ.માંથે દામડી, કાનમાં લટકણ, કાચની લાલ અને લીલી બંગડીઓનો ખનકારો તો પગમાં ઝાંઝરનો ઝણકારો. કપાળ પર ચાંદલો એના શ્રીંગાર ને પૂર્ણ કરતો. એક ગુજરાતણનુ જોમ હોય એની ચાલમાં. અને એની ખાસિયત હતી એનો અવાજ. સાક્ષાતમાં સરસ્વતી નો વાસ હતો એના કંઠમાં. અને એ અવાજ થી તો આકર્ષાયો હતો વાલમ. એ ટેકરી પર જ્યા પ્રિયમ કાયમ આવતી એની સખીઓ સાથે તો ક્યારેક બસ એમ જ. અને એવા જ એક દિવસે પ્રિયમ ગાતી હતી

સાવરીયો રેમાંરો સાવરીયો...

હુ તો ખોબોમાંંગુ ને દઇ દે દરિયો...

અને વાલમ એના અવાજથી ખેંચાતો ત્યા આવ્યો. અને પ્રિયમ ને જોઇ એનામાં જ ક્યાક ખોવાઇ ગયો. અને જ્યારે એ પહેલી નજર મળી પ્રિયમ શરમથી લાલ લાલ થઇ ગઇ હતી. યુવાનીના પહેલા જ પગથીયે થયેલો એ પહેલી નજર નો પહેલો પ્રેમ. 

વાલમ, પૈસાદાર બાપનો એકનો એક દિકરો. આખા ગામમાં એના પિતાની ધાક. અને મા એટલી જ ભોળી અને સાદી. વાલમ અસલ તેની માનુ જ બીજુ રૂપ. ઊંચો અને મધ્યમ બાંધો. ઊજળો વાન અને ભૂરી આંખો. અને ઘેઘુરા વાળ. હસે તો એક ગાલે ખાડો પડે. તન અને મન બન્નેથી સોહામણો.  

વાલમ ખાનગી શાળામાં ભણતો અને પ્રિયમ કન્યા છાત્રાલયમાં. એટલે સામાન્ય રીતે ક્યાય મળવાનુ ન થતુ. અને નાના એવા ગામમાં તો એ જરા પણ શક્ય ન હતુ. પણ સતત સાથે રહેવાથી જ પ્રેમ થાય એવુ થોડુ હોય ? મન એક ખૂણામાં એક અંકુર એની મેળે જ વવાયુ હોય અને એ એની મેળેજ પાંગરી ને ક્યારે ઘટાટોપ વૃક્ષ થઇ જાય એની સમજ પણ ન હોય. બસ એ તો એમ જ થતો જાય અને વધતો જાય.

પ્રેમમાં પડ્યા પછી સમય તો ક્યા સરવા મંડે એ ખબર જ ના રહે. પ્રિયમ અને વાલમ સાથે પણ એવુ જ થયુ. બંન્ને ક્યારેક ક્યારેક મળતા. એ જ ટેકરી પર ક્યારેક મિત્રોના સથવારે તો ક્યારેક એકાંતમાં. અને જ્યારે પણ મળે ત્યારે વાલમની એક ઈચ્છા તો અચૂક હોય. પ્રિયમના કંઠે કોઇ ગીત સાંભળવાનુ. 

કોઇ પુછે કે ઘર તારુ કેવડુ?

હો હો હો......

મારા વાલમજી બાથ ભરે એવડુ..

સાવરીયો રેમાંરો સાવરીયો....

હુ તો ખોબોમાંંગુ ને દઇ દે દરિયો...

વાલમે પ્રિયમને બાથમાં ભરી લીધી અને પ્રેમથી ગુંગળાવી દીધી.

'તને ખબર છે પ્રિયમ, તારો અવાજ માંરા આત્મામાં સમાયેલો છે. એ સાંભળુ એટલે એક નશો થવા લાગે છે. તારા રંગમાં રંગાવા લાગુ છુ.'

'તને પણ એક વાત નથી ખબર વાલમ, કે જ્યારે હુ તારા માટે અથવા તારી સામે ગાવ છુ ને ત્યારેજ એ ગીતમાં સૂર પૂરાતા હોય છે.. બાકી લોકોને સારૂ લાગતુ હશે પણ માંરા મન તો એ સાવ બેસૂરુજ હોય છે. આ કંઠ પર તો તે સામ્રાજ્ય કરી લીધુ છે.'

ઢળતી સાંજ અને એક-બીજાનો સાથ. ઢળેલી પાંપણ અને હોઠોનુ મિલન. જાણે સ્વર્ગજ જમીન પર આવી ગયુ. નાના ગામમાં આવી વાત અછાની ન રહે. મિત્રોને તો ખબર હતી પણ પ્રિયમના ઘરમાં પણ ખબર પડી ગઇ. અને કોઇ વિરોધ ન થયો એટલે સંમતિ મળી બરાબરજ કહેવાય. અને વાલમની બા પણ ખૂશ હતા. વાત હતી વાલમના પિતાને સમજાવાની. પણ હજુ તો ઘણો સમય હતો એટલે અત્યારથી એવી ઊપાધીમાં પડવુ ન હતુ.

'પ્રિયમ, આખી જીંદગીનો સાથ જોઇએ છે. આમ થોડી ક્ષણનો નહી. માંરા જીવનની સાથી બનીશ ને ?'

'મારા દરેક શ્વાસ પર ફક્ત તુજ છો વાલમ. આ જીંદગી તારા નામે કરી છે. નિભાવીશ ને ?'

આવા પ્રેમ ભર્યા સંવાદોથી કેટલાય વચનો દેવાતા. અતૂટ વચનો.

પિતાને વેપારના કામમાંટે શહેર જવાનુ થયુ અને એ શહેરમાં જ વાલમનુ મોસાળ. એટલે આ વખત મા-દિકરો પણ સાથે જવાના હતા. અને વાલમ આ વાત કહેવા પ્રિયમને મળવા આવ્યો હતો. કેટલી સામાન્ય લાગતી વાત કે મૂલાકાત જીવનમાં ક્યો વળાંક લઇને આવશે એવી ક્યા ખબર હોય છે. વાલમ ગાડીમાં એનામાંતા-પિતા સાથે ગયો અને પ્રિયમ એને ટેકરીની ટોચથી જતા જોતી રહી.

બે દિવસ તો આમ વિતી ગયા. આજે તો વાલમ આવવાનો હતો. પ્રિયમ ટેકરી પર એની રાહ જોતી બેઠી હતી. કલાકો વિતવા લાગ્યા અને દિવસ આથમી ગયો. વાલમ ન આવ્યો. કચવાતા મને પ્રિયમ ઘરે ચાલી ગઇ. બીજા દિવસે પણ આમ જ બન્યુ. વાલમ ન આવ્યો. હવે પ્રિયમની અકળામણ વધવા લાગી. ચાર દિવસ, આઠ દિવસ એમ કરતા મહીનો વિતી ગયો. વાલમના મિત્રોને પણ કઇ ખબર ન હતી. પ્રિયમને ચીંતા કોરી ખાતી હતી પણ એ કરે શુ ? કોને પુછે ? ગામમાં પણ વાત થવા લાગી. કોઇને ખબર ન હતી કે શુ થયુ હતુ !

એક મહીના પછી વાલમના પિતાની ગાડી પાદરમાં આવતી દેખાઇ. પ્રિયમ માટે તો જાણે જીવમાં જીવ આવ્યો. હોઠ પર ગુસ્સો અને મનમાં પ્રેમ ભરી એ દોડી પોતાના વાલમને મળવા. પણ ગાડીમાં વાલમ ન હતો અને એના પિતાને પુછવાની એની હિંમત ન હતી. બીજે દિવસે સૂરજ ઉગતાની સાથે ગાડી રવાના થઇ ગઇ હતી. બસ એટલા વાવડ મળ્યા કે શેઠ હવે શહેરમાં સ્થાયિ થવાના. ગામનુ ઘર બંધ કરવા આવ્યા હતા.

પ્રિયમના ધબકારા બંધ થઇ ગયા જાણે. આવુ તો કેમ બને અને એ પણ અચાનક ? વાલમે કેમ કંઇ કીધુ નહી. વાલમે શુ પ્રેમની રમત રમી મારી સાથે ? હજારો સવાલ અને એનો જવાબ એકજ... 'ખબર નહી'

પ્રિયમ મનમાંજ લડતી-જઘડતી રહી વાલમ સાથે. કેટલી ફરિયાદો અને કેટલોય ગુસ્સો ઠાલવતી રહી. રડી રડીને આંસુ પણ સુકાવા લાગ્યા હતા. એના ચહેરા પર નુ સ્મિત તો જાણે વાલમ સાથે જતુ રહ્યુ હતુ. સાવ ફીકી અને નિરસ આંખો અને ચેતન વગરનુ તન.મા સરસ્વતી પણ જાણે રિસાઇ ગયા હતા. એનો કંઠ રૂંધાઇ ગયો હતો. એના મગજમાં કેટલાય સવાલો હતા.. ગુસ્સો હતો. પણ મનમાં એક જ વાત. 'મારો વાલમ મને ક્યારેય દગો ન આપે, નક્કી એ ક્યાક તકલીફમાં હશે. માંરો પ્રેમ વાલમને જરૂર ખેંચશે. એને પણ એટલી જ તડપ અનુભવશે. એને મારી વેદના જરૂર સ્પર્શશે. એ આવશે... વાલમ એની પ્રિયમમાંટે આવશે જ...'

પ્રિયમ એના મનની વાત પરજ ભરોસો હતો. મગજ અને મનની લડાઇમાં જો મન જીતે ને તો સમજવુ એમા પ્રેમજ પ્રેમ છે. અને પ્રેમ ક્યારેય ન હારે.. ન સંજોગથી કે ન પરિસ્થિતીથી.  ધીમે ધીમે પ્રિયમ મનના રસ્તે જ ચાલવા લાગી. એને પૂરો વિશ્વાસ હતો કે વાલમ આવશેજ. બસ એ ન હતી ખબર કે ક્યારે. અને પ્રિયમની તપસ્યા શરૂ થઇ. આખો દિવસ એની આંખો વાલમને શોધતી એની રાહમાં દિવસ વિતતો તો રાતે એ આંખો વાલમની યાદમાં વહેતી રહેતી. એનુ ઓશીકુ એકજ એના આંસુઓનુ સાક્ષી હતુ. 

દિવસો મહીનાઓમાં ફરતા ગયા તો મહીનાઓ વર્ષમાં બદલાતા ગયા. વાલમના કોઇ વાવડ નહી. પ્રિયમની જુવાની મધ્યાહ્નને હતી. એનુ યૌવન પૂરબહારમાં ખીલ્યુ હતુ. બસ મનમાં અંધકાર હતો વાલમ વગર. જુવાન દિકરી નજર સામે હોય ત્યારે ક્યા પિતાને એના સગપણ ચીંતા ન હોય ? અને પ્રિયમ પછીની નાની બે બહેનો પણ મોટી થવા લાગી હતી. એક વર્ષ તો પ્રિયમે ગમે તેમ કરીને પિતા ને સમજાવ્યા હતા. પણ હવે ક્યા મોઢે એ ખોટો દિલાસો આપે. પોતે તો મન થી વાલમ ને વરી ચુકી હતી પણ સમાજને એ વાત કેમ સમજાવવી. અને નાની બહેનોનો શુ વાંક ? જો પોતે લગ્ન માટે ન માને તો નાની બંન્ને બહેનોને વગર વાંકની સજા ભોગવવી પડે. 

પ્રિયમ એવા ધર્મ સંકટમાં હતી કે એનુ કોઇ સમાધાન ન હતુ. સિવાય કે વાલમ આવે. મનથી વાલમની અને તન કોઇ બીજાને કેમ સોંપવુ.  ખૂબ વિચારી પોતાની ખૂશી ને માંરી નાખી અને બધાની ખૂશી ધ્યાનમાં રાખી, લગ્નમાંટે સહમત થઇ ગઇ. નજીક ના ગામના સરપંચના દિકરા રાવજી સાથે સગપણ નક્કી થયુ. રાવજી એ પ્રિયમને જોઇ હતી. નવરાત્રીમાં માના ગરબા ગાતા સાંભળી પણ હતી અને એ મોહી ગયો હતો પ્રિયમ પર. એટલેજ તો સામેથી માંંગુ નાખ્યુ હતુ પ્રિયમ માટે. અને એ સ્વિકારાઇ પણ ગયુ. 

પંદર દિવસ પછી રાવજીના નામની ચુંદડી આવવાની હતી. પ્રિયમન તો રાવજીને મળી હતી ક્યારેય ન તો જોયો હતો. માંંગુ આવ્યુ અને પિતા એ વધાવ્યુ અને પ્રિયમ એને નિભાવશે જીવનભર. કોઇ ઊમળકા વગર એણે આ સગપણને સ્વિકાર્યુ હતુ. રાવજીના નામની ચુંદડી ઓઢી એ રાતે એકલી પડતા ખૂબ રડી હતી. જાણે કે કોઇ એની પાસેથી વાલમ નામનુ અસ્તિત્વજ છીનવી લેવાનુ. કેટલી પિડા જ્યારે મન કોઇ પાસે અને તન પર કોઇ બીજાના નામની ચુંદડી. અને ફક્ત ચુંદડી જ નહી હવે તો પિઠી પણ ચોળાશે અને મહેંદી પણ મુકાશે. સાજ-શણગાર પણ થશે. પણ પોતાના મનના માંણીગાર માંટે નહી પણ તનના સાથીમાંટે.

બે મહીના પછીના લગ્ન લેવાયા હતા. પ્રિયમ હવે મનથી મજબૂત થતી જતી હતી. વાસ્તવિક્તાને સ્વિકારવા લાગી હતી. મગજમાં પણ અમુક વાતો પગ પેસારવા લાગી કે આટલા વર્ષોના વ્હાણા વિતી ગયા તો હવે શુ વાલમ આવશે.. પોતે વાલમના નામની માળા ગણે છે. દરેક શ્વાસ પછી આવે છે એ પહેલા વાલમની યાદ આવે છે અને એ વાલમને પોતે યાદ પણ હશે કે કેમ એ પણ પ્રશ્ન હતો. વાલમ માટે રાહ જોવાનુ કોઇ કારણ પણ નથી હવે. પણ સાલુ મનમાં નવા તૈયારજ ન હતુ. હ્રદય તો છેલ્લા શ્વાસ સુધી વાલમના નામેજ ધબકવાનુ હતુ. રોજ ટેકરી એ જઇ રાહ જોવાનો એ સીલસીલો ચાલુજ રહ્યો.

લગ્ન લખાઇ ગયા પણ હજી એ ટેકરી એ જતી મનમાં એક આશા સાથે કે કદાચ વાલમ આવે તો અને રડતી આંખે પાછી આવતી. આજે પિઠી ચોળાઇ. કલાકોમાં તો બધુ પુરુ થઇ જવાનુ હતુ. રાવજીના નામની મહેંદી લાગી ગઇ. અને સુકાયેલી મહેંદી પર વાલમના નામના આંસુઓ પડતા હતા. આજ છેલ્લી વખત એ ટેકરીએ ગઇ એની એક સખી સાથે વાલમની રાહ જોવા. અને આજે તે ફસડાઇ પડી. અત્યાર સુધી રાખેલી હિંમત એક સાથે તૂટી ગઇ. કાંચી, એની સખી એને સમજાવતી રહી પણ આજ એ શ્રધ્ધાનો દરિયો બધા બંધનો તોડી વેર-વિખેર કરવા ઉપર આવ્યો હતો. આટલા વર્ષે આજે પ્રિયમે એના વાલમ માંટે ગીત ગાયુ,રડતા હૈયે અને રડતા સ્વરે..

ના નથી હુ જાણતી શુ કામ શોધુ છુ..

હાથની મહેંદીમાં તારુ નામ શોધુ છુ..

સાજ અને શણગારનો ભાર લાગે છે

મન ભરેલામાંંડવાથી દૂર ભાગે છે

તુ મને લઇ જા 

આવી તુ મને લઇ જા

મનમાંંહી હુ એ જમાંંગુ રે....

વાલમ આવો ને આવો ને..

મને ભીંજાવો ને....

વાલમ આવો ને આવો ને......

અને ચોધાર આંસુ એની મહેંદીની ભીંજવતા રહ્યા. કદાચ હવે આ રીતે એ રડી પણ નહી શકે. સાંજ ઢળવા આવી એટલે કાંચી એને પરાણે ઘરે લઇ જતી હતી અને પ્રિયમ પાછુ વળીને હજી વાલમને જ શોધતી હતી. ત્યા એને પાદરમાં કોઇ ગાડી આવતી દેખાઇ. 

'કાંચી, જો તો કોઇ ગાડી આવે છે.'

'એ નહી આવે પ્રિયમ, તને એના ભણકારા વાગે છે.'

ગાડી નજીક આવતી ગઇ અને ત્યાથી પસાર પણ થઇ ગઇ. પ્રિયમ માટે આ એક સપનુ જ હતુ જાણે.

હજી માંંડ પચાસ પગલા પણ નહી ચાલી હોય ત્યા વાલમનો મિત્ર ભાગતો ભાગતો આવ્યો.

'પ્રિયમ એ પ્રિયમ... તારો વાલમ આવ્યો.. જલ્દી આવ...'

અને પ્રિયમમાં કોઇ અજબ ચેતના આવી હોય એમ એણે દોટ મૂકી. એને કોઇ ભાન ન હતુ અત્યારે.. બસ વાલમ સિવાય કંઇ ન હતુ દેખાતુ. એની મહેંદી ખરતી જતી હતી. એનુ ઝાંઝર રસ્તામાં ક્યાક પડી ગયુ. એની ચુંદડી સરી ગઇ.એના વાળની લટો વિખરાય ગઇ. કાંચી એની પાછળ એને સાચવવા દોડતી હતી. આંખોમાં થી આંસુ ઓ છલકાતા હતા. હોઠ પર સ્મિત. કેટલી બધી ફરીયાદો હતી પણ પ્રેમ એના કરતા ઘણો વધારે હતો. શ્વાસ ફુલાવા લાગ્યો પણ એના પગ તો ભાગતા જ રહ્યા.. એ ત્યા અટક્યા જ્યા એનો વાલમ હતો.

એની સામે આવતા જ જાણે બસ બધી વેદનાઓ ગાયબ થઇ ગઇ. એ વહેલા આંસુઓ બેમતલબ થઇ ગયા. એનો અજંપો, એ બેચેની, એ ગુસ્સો, ફરિયાદો અને આટલો મોટો વિરહ બધુ જ એક સાથે અલોપ થઇ ગયુ. એ અનીમેષ નજરે જોતી રહી. હા, એ પોતાનોજ વાલમ હતો. એજ આંખો.. એજ ગાલનો ખાડો.. ઘેઘુરા વાળ અને એજ સ્મિત.. પણ પ્રિયમ ને જોઇ એ એને જોતો રહ્યો પણ એના ચહેરા પર કોઇ ભાવ નહી. જાણે કોઇ ઓળખાણ જ નહી. કંઇ સમજાતુ ન હતુ કે આ શુ થયુ..

પ્રિયમને એને ભેંટવુ હતુ. એને અડવો હતો. પણ વાલમ કંઇ બોલ્યા વગર અંદર જતો રહ્યો. એના મિત્રો સાથે પણ આવુજ વર્તન હતુ. આ તે કેવુ ?  પ્રિયમ તો ભાંગી જ પડી. આવુ તો એણે સપના પણ ન હતુ વિચાર્યુ. અવાક બની ગઇ હતી.  એના મિત્રો અંદર ગયા એને મળવા અને કાંચીને રાહ જોવાનો ઇશારો કરતા ગયા. થોડીવારમાં એ બહાર આવ્યા ત્યારે એક ઉદાસી હતી ચહેરા પર.

'પ્રિયમ, એને ખોટો નહી સમજતી. પહેલા વાત જાણી લે. પ્રિયમ તો આઘાતમાં જ હતી. એ સાંભળતી ગઇ.

'વાલમના પિતા સાથે વાત થઇ. એણે કહ્યુ કે જે દિવસે એ શહેર જવા નીકળા હતા તે દિવસે રસ્તામાં એની ગાડીનો મોટો અકસ્માત થયો. અને એ અકસ્માતે બધાની જીંદગી બગાડી નાખી. વાલમની બા તો ત્યાજ દેવગતી પામી ગયા અને વાલમને માથામાં જોરદાર ઈજા થઇ. અને એનુ મગજનુ ઓપરેશન કરવુ પડ્યુ. એ ઓપરેશનથી બચી તો ગયો પણ એની યાદો મરી ગઇ. એ બધુ ભૂલી ગયો.'

'શુ ?'

'હા, પ્રિયમ એ આપણને બધાને ભૂલી ગયો છે.'

'તો હવે ?'

'એને કોઇ પણ આઘાત ન લાગવો જોઇએ નહી તો જીવનુ જોખમ હતુ. પણ સાથે એ પણ કહ્યુ છે કે એ જો એ પોતાના જુના વાતાવરણમાં જશે તો કદાચ બધુ યાદ આવી પણ જાય. પ્રિયમ તુ હિંમત નહી હાર. આટલી કસોટી થઇ છે તમારા પ્રેમની. અને તારી આ તપસ્યાને હવે કાંઠે આવી ડુબવા નહી દે.'

'પણ હવે સમય ક્યા છે.. કાલે તોમાંરા લગ્ન...' અને એ રડતી રહી.

પણ જ્યારે સમય કે સંજોગ કંઇ સાથે ન હોય ત્યારે જે સાથ આપે એજ મિત્ર.

'પ્રિયમ, એમ અમે તને હારવા નહી દઇએ. અમે તારી વેદના, તારી તપસ્યાના સાક્ષી છીએ. આજની રાત તો છે આપણી પાસે. પ્રયત્ન તો કરીએ. જો નસીબ સાથ આપી દે. અને નસીબ સાથ નહી આપે તો જીંદગી આખી એ અફસોસ તો નહી રહે કે એક આખી રાતનો સમય હતો અને પ્રયત્ન પણ ન કર્યો. એક સાંત્વના તો રહેશે.'

એ કંઇ ન બોલી. 

'પ્રિયમ તને તારા વાલમના સોગંધ. એક વખત તુ વાલમ ને મળી એને તમારો પ્રેમ યાદ કરાવ.' અને રાતે ટેકરી એ મળવાનુ નક્કી કરી બધા છૂટા પડ્યા. રાતના અંધકારને ઓઢી પ્રિયમ કાંચી સાથે ટેકરી એ આવવા નીકળી. અને વાલમને એના મિત્રો એ પરાણે ગામ દેખાડવાના બહાને ટેકરી એ લઇ આવ્યા.  ત્યા પ્રિયમ સામે જ હતી. 

'તમે અહી પણ ?'

'હા વાલમ, જ્યા તુ ત્યા જ હુ.'

'તમારી ભૂલ થાય છે કંઇક. હુ વાલમ નહી પણ વિવેક છુ. અને તમે ?'

'હુ વાલમની પ્રિયમ.'

'કોણ છે આ વાલમ ?'

અને પ્રિયમે પોતાની અને વાલમ ની પ્રેમ કથા કીધી. દરેક એ વાત દરેક વચનો એ પહેલી નજરનો પ્રેમ.. એ સાથ.. વિશ્વાસ.. બધુ જ.. પ્રિયમ કહેતી ગઇ અને વાલમ સાંભળતો ગયો પણ અફસોસ કે એને કંઇ સમજાતુ ન હતુ. ન તો ટેકરીની એ મુલાકાતો કે ન તો એ પ્રેમ. જન્મોજન્મનો પ્રેમ આજ જન્મમાં ભૂલાઇ ગયો હતો. એક કલાકની એ વાતોનુ પરીણામ ફક્ત વાતો જ આવ્યુ. વાલમને કંઇ યાદ ન આવ્યુ તો ન જ આવ્યુ. એ અકળાવા લાગ્યો.

'મારે આ વાતોથી શુ લેવા દેવા. માંરુમાંથુ ફરવા લાગયુ છે. મને ઘરે મુકી જાઓ.'અને એ ચાલવા લાગ્યો.

પ્રિયમની નજર સામે એની જીંદગી જઇ રહી હતી પણ એ કંઇ ન કરી શકી. પ્રયાસો નિષ્ફળ ગયા પણ એક સાંત્વના રહી કે કોશિષ તો કરી. સમય સરતો જતો હતો અને વાલમ ને પણ વાત ન હતી કરવી.

એને જતા જોઇ પ્રિયમે એ ગીત ગાયુ...

સાવરીયો રેમાંરો સાવરીયો....

હુ તો ખોબોમાંંગુ ને દઇ દે દરિયો....

કોઇ પુછે કે ઘર તારુ કેવડુ...

મારા વાલમજી બાથ ભરે એવડુ...

સાવરીયો રેમાંરો સાવરીયો...

હુ તો ખોબોમાંંગુ ને દઇ દે દરિયો....

આંખો થી ચોધાર આંસુ વહેતા હતા. એનો અવાજ રૂંધાવા લાગ્યો.. શ્વાસ રોકાવા લાગ્યા.. હ્રદય તો જાણે હમણા બહાર આવી જશે એટલી પીડા થતી હતી. પોતાના વાલમને આમ જતા કેવી રીતે એ જોઇ શકે.

પણ વાલમને એ ગીત સાંભળતા ચક્કર આવવા લાગ્યા. એનુમાંથુ ફાટફાટ થવા લાગ્યુ. એ ચીસો પાડવા લાગ્યો. બેભાન થથઇ ને ઢળી પડ્યો અને પ્રિયમે પોતાના ખોળામાં એને ઝીલી લીધો.

એના માથે એ પ્રેમથી હાથ ફેરવતી હતી. થોડી વારમાં એ શાંત થઇ ગયો. કાંચી નજીકમાંથી પાણી લઇ આવી એના મોઢા પર છાંટ્યુ. એ ભાનમાં આવવા લાગ્યો. એ પ્રિયમ ને એકીટશે જોઇ રહ્યો. 

'તુ કોણ છે ?

અને પ્રિયમ ગાતી રહી...

અને એનો અવાજ વાલમની અંતર આત્માને ઢંઢોળતો રહ્યો. થોડીવાર એમ જ ચાલતુ રહ્યુ. પ્રિયમના અવાજમાં એ ઓગળતો ગયો. આંખ બંધ કરી એ સાંભળતો જ રહ્યો. અને એક પછી એક વાત એના માનસ પર આવતી ગઇ. જાણે કે કોઇ ફિલ્મ ચાલતી હોત અને એ ફિલ્મમાં હતો પોતે અને એ ધુંધળો ચહેરો.. પણ આજ અવાજ હતો. હા, આ એજ અવાજ હતો. ધીમે ધીમે એને બધુ યાદ આવવા લાગ્યુ. 

પ્રિયમ સાથેના પ્રેમ, એ છેલ્લી મૂલાકાત, અકસ્માત બધુજ. અને વાલમ એ એક ભયંકર ચીસ પાડી. પોતાની બા ગુમાવી.. આટલા વર્ષોનો વિરહ બધુ એક સાથે યુધ્ધે ચડ્યુ હતુ.

વાલમ રડતો રહ્યો એના મિત્ર ને વળગીને.. એની પ્રિયમને વળગીને. બંન્ને હૈયાનુ મીલન થયુ. આંખો અનરાધાર વહેતી હતી અને પ્રેમ ધોધમાર વરસતો હતો અને જન્મોજન્મ નુ મીલન થયુ. ક્યારેય વિરહ ન આવે એવુ મીલન. 

વાલમ-પ્રિયમનુ મીલન...


Rate this content
Log in

More gujarati story from Ankita Mehta

Similar gujarati story from Romance