Pravina Avinash

Classics Drama

3  

Pravina Avinash

Classics Drama

યાર મઝામાં છે ને?

યાર મઝામાં છે ને?

2 mins
13.7K


"અરે, યાર મઝામાં છે ને?"

કાયમ જ્યારે પણ આવો સવાલ સંભળાય તો સમજી જવાનું કે આ તો પેલો સુખિયો છે. સવાલ પાછળનો નિતર્યો પ્રેમ હ્રદય સ્પર્શી હતો. નામ તેનું સખારામ પણ આખી દુનિયામાં તે સુખિયાને નામે ઓળખતો. કોઈએ હજી સુધી તેનું મુખ કદી તંગ જોયું ન હતું. હંમેશાં ખુશખુશાલ જણાય. વાતાવરણ ભલેને ગંભિર હોય પણ જો સુખિયો દાખલ થાય કે તરત આજુબાજુનું હવામાન બદલાઈ જાય.

સુખિયો કાઈ લાખોપતિ ન હતો ! પણ તેની ઈજ્જત કોઈ કરોડપતિથી કમ ન હતી.

ઘણાં વર્ષોની જૂની નોકરી હતી. નોકરી તો કહેવાની શેઠાણીના બધા કામ કરવાના. શેઠને તેના પર ગળા સુધીનો વિશ્વાસ કે સુખિયાના રાજમાં શેઠાણી તેમજ તેમની લાડલી દીકરી બંને સુરક્ષિત. સવારના ઘડિયાળમાં કદાચ આઠ વહેલા મોડા વાગે. સમયનો પાબંધી સુખિયો આઠ વાગે બરાબર શેઠને ઘર પહોંચી જતો.

શેઠાણી કાયમ સુખિયો આવે ત્યારે ઘડિયાળમાં સમય મિલાવે. મીના અને મોહિતને ગાડીમાં શાળાએ છોડી આવી સુખિયો હંમેશા શાક પાંદડું અને ફળ ફળાદી લેવા જતો. તેની વફાદારી જોઈ છેલ્લા ત્રણ વર્ષથી સુખિયો ગાડી ચલાવતાં પણ શિખ્યો હતો. ઘરના નાના મોટા બધા કામ શેઠાણી સુખિયાને ચિંધતી.

સુખિયાને કોઈ બાળક હતાં નહી. શેઠના બંને બાળકો તેને ખૂબ વહાલાં હતાં. સુખિયાની વહુ સુમી આમ તો ખુશ રહેતી પણ બાળક ન હોવાનું દુખ તેનું હૈયું ચીરી નાખતું.

"યાર, મઝામાં છે ને?" સુખિયો ઘરમાં પ્રવેશતાં પહેલું વાક્ય આ જ બોલતો. આજે સુમીનો જવાબ જરા નરમ સંભળાયો. એકદમ તેની નજીક જઈને બોલ્યો, "શું થયું, તબિયત તો સારી છે ને." સુમી જવાબ આપવાને બદલે રસોડામાં ચા મૂકવા જતી રહી. સુખિયાનું ખુશ મુખારવિંદ અને લાગણી ભર્યો અવાજ તે જીરવી ન શકી. જવાબ આપવાનું ભલે ટાળ્યું પણ અંતર રોતું હતું. આજે બપોરે સુખિયાના શેઠ ઘરે આવ્યા હતા !


Rate this content
Log in

Similar gujarati story from Classics