યાદોનાં દરવાજા
યાદોનાં દરવાજા
નેહલ આખી રાત બેડરૂમની બારી પાસે વરસતાં વરસાદની સામે બેસી રહી. એની કોરી આંખોમાં વર્ષોથી બંધ રાખેલાં રોમિલની યાદોનાં દરવાજા ખૂલી ગયાં. વર્ષો પહેલા એક રાતે રોમિલની બાહોમાં વિતાવેલી આવી મેઘલ મધુર રાત... ! એ મિલનની પળો જાણે આજે ફરી એનાં રોમેરોમમાં પ્રગટી ઊઠી..!
પ્રાતઃ પ્રભાતમાં પથારીમાં નેહલના હાથમાં કાગળ મૂકી ચાલી ગયેલા રોમિલની ભાળ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરીને થાકી ગયેલી વિયોગની વેદના સહન કરતી નેહલના કાને અવાજ અથડાયો, 'મમ્મી ઊઠ ઊભી થા... ફ્રેશ થઈ જા. આપણે સાથે બેસી કોફી પીએ.' ને અચાનક વર્તમાનમાં ફરેલી નેહલની કોરી આંખોમાં વરસી રહેલા વરસાદમાં એ દીકરી રિહલમાં પોતાના રોમિલની છબી જોતી રહી...!

