ભાવિનો નિર્ણય
ભાવિનો નિર્ણય
સવારમાં આવેલા ફોન પછી સીમાના પિતા એની માતા જોડે ઝરુખે બેસીને વાતો કરતા કહેવા લાગ્યા, "દિનેશભાઈનો ફોન હતો એ કહેતા હતા કે સીમાના લગ્ન માટે એક જગ્યા છે."
"સારી જગ્યા હોય તો પછી કરવામાં વાંધો શું છે ?" દીકરી સીમાને આમ જુવાનીમાં વિધવા બનેલી જોઈને મારું હૃદય ખૂબ વ્યથિત થઈ જાય છે.
"આપણા પછી આપણી દીકરીને કોણ જોશે ?" કહેતી માની આંખો ભરાઈ આવી.
"વાત તારી સાચી છે. એ મુરતિયો એન.આર.આઈ છે પણ બીજવર છે ને એક દસ વર્ષના દીકરાનો બાપ છે. આવા બીજવર સાથે મારી દીકરીને હું કેમ કરી પાછી પરણાવું ?"
આટલું બોલી મૌન બની ગયેલા પિતા માટે ચા નાસ્તો લઈને સીમા પોતાના ભાવિનો નિર્ણય કરવા ઝરૂખા પાસે મક્કમ ડગલે આવી ઊભી રહી.
