Falguni Rathod

Children Stories Inspirational Children

3  

Falguni Rathod

Children Stories Inspirational Children

નવી સવાર

નવી સવાર

2 mins
164


માતાની રોજે રોજ સલાહ શિખામણથી અકળાઈ ઉઠેલો વિરાજ કંટાળી ગયો હતો. એને એની જવાબદારીનું ભાન સમજાવતી માની વાતને ક્યારેય કાને ધરતો ન હતો. ને ભણતો પણ ન હતો. એની મા કાયમ કહેતી, 'દીકરા ભણી લે આ તારા પિતા વધારે ભણેલા નથી તો જો આજે એ કેવી કાળી મજૂરી કરી રહ્યા છે. . . ! તું એનો તો વિચાર કર. ' પણ વિરાજને કંઈ ફરક પડતો નહીં. એના પિતા એને કોઈ દિવસ કશું કહેતા નહીં. વિરાજની બધી વાતમાં હા માં હા કરતા. એટલે એ એની માની વાત ગંભીર રીતે લેતો ન હતો.

વિરાજે નવી સાઈકલ માટે જિદ કરી તો એના પિતાએ એને નવી સાઈકલ લઈ આપી. નવી સાઈકલ પર વિરાજ તો મિત્રો સાથે સ્કૂલમાં જવાના બદલે રખડવા નીકળી પડતો. એક દિવસ વિરાજ એના મિત્રો સાથે સ્કૂલમાંથી ફરવા નીકળ્યો હતો ત્યાં એણે એના પિતાને હાથલારી લઈને સામાન લઈ જતા જોયો. એના પિતા આટલી ગરમીમાં હાથલારી ખેંચી રહ્યા હતા એ જોઈ એણે એના મિત્રોને કામનું બહાનું કાઢીને ઘર તરફ જવા રવાના થયો. એના કાનમાં એની માના શબ્દો અથડાવા લાગ્યા. ને અચાનક ઘરે જવાને બદલે એ શાળા તરફ વળી ગયો. સાંજે જ્યારે એના પિતા ઘરે આવ્યા ત્યારે વિરાજ એના પપ્પાને વળગી પડ્યો. ને ચોધાર આંસુએ રડવા લાગ્યો. એની માતાને પણ વિરાજના રડવાથી આશ્ચર્ય થયું.

એના પિતાએ શાળામાં કંઈ થયું કે શું. . ? એવું પૂછતાં એ એના પિતાની આગળ માફી માંગતા બોલ્યો,' મને માફ કરી દો પપ્પા હું તમને અને મમ્મીને ન ઓળખી શક્યો. તમે મારા માટે દિવસ રાત મજૂરી કરો ને હું તમારી મહેનતની કમાણી ઉડાડી દઉં તે છતાં પણ તમે મને કોઈ દિવસ કશું નથી કહ્યું. મમ્મી મને સમજાવતી ત્યારે પણ હું એમની વાતને કાને ધરી નહીં. હવે મને મારી ભૂલ સમજાઈ છે. હવેથી હું નિયમિત શાળામાં જઈશ. ખૂબ મહેનત કરીશ અને ભણી ગણીને તમારું નામ રોશન કરીશ. તમને પછી કોઈ કામ નહીં કરવા દઉં . ' 

માતાએ આંખમાં આવેલા આંસુ લૂછતાં કહ્યું, ' બેટા, તને આ વાત સમજાઈ ગઈ એ જ અમારા માટે ખુશીની વાત છે. તારા પિતાની મહેનત જોઈ તારા જીવનમાં પરિવર્તન આવ્યું એના જેવી બીજી બાબત વળી શી હોઈ શકે. . . !'

વિરાજના પિતાએ માથે હાથ મૂકીને કહ્યું, 'દીકરા તું ભણીને સારી નોકરી મેળવે. એટલે મારું સપનું પૂરું થયું સમજીશ. એક પિતાને આનાથી વિશેષ કશું ના જોઈએ. '

બીજા દિવસની સવાર વિરાજના જીવનની નવી સવાર બનીને આવી.


Rate this content
Log in