Falguni Rathod

Inspirational Thriller Children

4  

Falguni Rathod

Inspirational Thriller Children

તારાની બહાદુરી

તારાની બહાદુરી

2 mins
376


રોજ સવારે ઊઠીને મેલા ઘેલાં કપડાંમાં નીકળી પડેલી તારા ખભે કચરા વીણવાનો કોથળો લઈ નીકળી પડી. એની સાથે એનાથી નાનાં બે ભાઈ પણ કામે વળગી ગયા. મા બાપ વગરની તારા અને એના ભાઈઓનું જીવન ખરેખર ખૂબ જ કપરું હતું. છતાં એ કામ પ્રત્યે એટલી જ લગનથી વળગી રહેતી. રસ્તે કચરો વીણતી તારાને કચરાનાં ઢગમાંથી અનેક પ્રકારની કોથળીઓ વેફરના પેકેટની કોથળીઓ મળતી. અનેક પ્રકારની ચોકલેટની કોથળીઓ પણ મળતી. એના ઉપર લગાવેલા લેબલ ફોટા જોઈને એના મોઢામાં પાણી આવી જતું. પણ એ મોંઢામાંથી છૂટતી લાળ બહાર કાઢવાને બદલે એ અંદર ગળી જતી. રસ્તામાં પસાર થતા એને અનેક દુકાનોમાં પારદર્શક કાચનાં કબાટમાં ગોઠવીને મૂકેલી ચોકલેટ ખાવાનું મન થતું. પણ એ મોં ફેરવીને રસ્તા પરનો કચરો વીણતી ત્યાંથી આગળ નીકળી જતી.

એક દિવસ તારાને કચરો વીણતી જોઈને એક પસાર થતી મહિલાએ પૂછ્યું, ' બેટા,તારા ઘરે કોઈ નથી ? તું આવી નાની ઉંમરે બાળમજૂરી કરે છે. ' તારા એ જવાબ આપ્યો, મારા માબાપ નથી ને બે ભાઈ નાનાં છે એ પણ મજૂરીકામ કરવા જાય છે. જો હું કામ નહીં કરું તો અમે શું ખાઈએ. . . ? '

આવી વાત સાંભળી પેલી મહિલાએ એને અનાથ આશ્રમમાં મૂકવાની વાત કહી. ત્યારે તારા એ મહિલા સામે જોઈ એનો ચહેરો કશે જોયો હોય એવું એને લાગ્યું. પછી અચાનક એને યાદ આવ્યું કે આ તો એ મહિલા કે જે બાળકોને ઉપાડી જાય તે ગેંગની લીડર છે એનો ફોટો કચરો વીણતી હતી ત્યારે પેપરનાં ટુકડામાં જોયો હતો. અને તારાએ એ મહિલાને પોતાના ભાઈઓને છોડીને ક્યાંય પણ નહીં જવાની વાત કહી. ત્યાંથી તારા ચાલી નીકળી. પેલી મહિલાએ એનો પીછો કરી લોભામણી લાલચ આપવાની શરું કરી. અને સારી સારી ચોકલેટ અપાવીશ. પણ તારા તો પેલી મહિલા સામે જોયાં વગર ચાલી નીકળી. એ ભાગવા લાગી એની પાછળ પેલી સ્ત્રી પણ દોડવા લાગી. તારા ભાગતી ભાગતી એક ગલીમાં સંતાઈ ગઈ. પેલી સ્ત્રી શોધતી પાછળ આવી પણ તારા ન મળતાં એ ત્યાંથી જતી રહી. ત્યાં જ રસ્તે એને પકડાવવાનો વિચાર આવ્યો. એ સીધી પોલીસ સ્ટેશન પહોંચી. બધી માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર વિજયને કહી.

બીજે દિવસે સવારે તારાને કચરો વીણતી જોઈને પેલી મહિલા એની સામે આવી. એને પકડીને લઈ જવા લાગી ત્યાં અચાનક પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાદા કપડામાં તારા જ્યાં કચરો વીણતી હતી ત્યાં પહેલાંથી જ હાજર હતા. પેલી મહિલાને પોલીસે પકડી લીધી. એને જેલમાં લઈ ગયાં.

તારાને પોલીસ ઇન્સ્પેક્ટર વિજયે એની બહાદુરી માટે શાબાશી આપી એને અને એના ભાઈઓને સારી શાળામાં દાખલ કર્યા અને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. અને ૨૬મી જાન્યુઆરીનાં દિવસે એનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું એને ચોકલેટનું મોટું બોક્સ ઈનામમાં મળ્યું. આ જોઈ તારા તો જાણે સપનું જોતી હોય એમ એને લાગ્યું. ચોકલેટ ખાતાં ખાતાં તારાએ તે દિવસે સંકલ્પ કર્યો કે,' હું પણ મોટી થઈ પોલીસમાં ભરતી થઈશ અને મારા જેવી અનેક તારાઓને મદદરૂપ થઈશ.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational