યાદ છે તને ?
યાદ છે તને ?
શિયાળાની સવાર હતી મીઠો તડકો બાંકડા પર પડી રહ્યો હતો,ઠંડો અને પવનની લહેરખી ચાલતી હતી, દરેક ઝાડ પર રહેલ પક્ષી પોતાના બચ્ચા માટે ખોરાકની શોધમાં નીકળી રહ્યા હતા,અને બે વૃદ્ધ વ્યક્તિ આ બધા કુદરતી સોંદર્યની મજા લઈ બાકડે બેઠા હતા ! કેવી ગઈ આપણી નઈ ! એકદમ ભૂતકાળમાં ખોવાઈ જાય છે દાદા અને દાદી ને પૂછે છે, તને યાદ છે હે ? એ તારી નોકરીનો પહેલો દિવસ ?
તું ઘણી નાની વયમાં આપણી કંપનીમાં નોકરીમાં લાગી હતી !અને ભગ્યાવશ હું પણ માત્ર ૧૮નો માંડ હતો અને પૈસા માટે થઈ નોકરી એ લાગી ગયેલ હતો ! તું મારી પછી એકાદ વર્ષમાં નોકરીમાં આવેલ ! તેદી વરસાદ આવતો હતો તે સફેદ કપડાં પેહરેલ આજે તને એક કૌ હે? તું મને તારી નોકરી ની અરજી નાં ફોટામાંથી જ આમતો ગમી ગયેલ હતી ! પરંતુ તું જે દિવસે આવી ત્યારે ચાલુ વરસાદમાં તે સફેદ કપડાં પહેરેલાં !શું તારું સૌંદર્ય નિખરી આવતું હતું ! કહી ઘરડી નજરે કરચલી ભરેલ ચહેરા સામે કાકા ટકી ટકી ને વૃદ્ધ મહિલા ને એકદમ પ્રેમ નીતરતું આંખે જોઈ રહે છે અને આંખોમાંથી આંસુ ટપકી પડે છે ! ઍ રસીલા ! તું મને ન મળી હોત તો મારું શું થાત ! કહી હાથ પકડી રડવા માગે છે પરંતુ થોડાક આંસુ પડે છે ત્યાં રસીલા બહેન એ આંસુ જીલી અને પોતાના સાડી નાં પાલવ થી એમનું મોઢું લૂછે છે !
એ તમને યાદ છે તમે મને કહી શક્યા ન હતાં કે તમે મારી જોડે લગ્ન કરવા માગો છો? પાછું મે તમને સામે ચાલી કીધું તું બોલો કે આપણે લગ્ન કરીએ ! કહી રસીલા બહેન ખડખડાટ હસવા માંડ્યા,જોડે રડતા રડતા નિખાલસ હાસ્ય વૃદ્ધ પણ કરવા લાગ્યા ! અરે એ પણ મને એમ હતું તું ક્યાંક મારી જોડે બોલવાનું સાવ બંધ કરી દઈશ તો ! કહી વાત ને આગળ વધારતા પુષ્પક ચંદ્ર બોલ્યા.
ગ્રહ પણ આપણા મળ્યા નહિ, કુટુંબી કહે દેખાવમાં ફેર છે ઉંમરમાં ફેર છે ઘણો લગ્ન ન કરવા જોઈએ તમને બંને ને નાની વય છે આ અત્યારે શું કે હા ટીન એજ ! હાહાહા પરંતુ એમને નહોતી ખબર કે હું ને તું એકમેક ને નહી મળી તો મરી જશું અને જરૂર નથી કે નાની ઉંમરમાં આકર્ષણ જ હોય ! સાચો પ્રેમ પણ થઈ શકે મને અને તને એજ થયો હતો કુટુંબી ક્યાં જાણતા હતા કહી કાકા માથે થી હાથ ફેરવી એકદમ વાલથી કાકી ને કહે છે.
એ તમને યાદ છે !તમે પોતેજ પૈસા માગ્યા હતા અને આપણા લગ્ન ખુબજ સરસ રીતે થયા હતા ! પછી મે ને તમે એ પૈસા કરકસર અને એક મેક ને કમાવા થી લઈ બધી રીતે સાથ આપી ચૂકવ્યા હતા ! એ હું કેમ ભૂલી શકું તારા દરેક સાથ થી જ હું અને તું આજે અહી શાંતિથી બેઠા છીએ તું સાથ ન આપત મને તો મારું જીવન ચાલત જ નહિ, કહી ગર્વથી કહે છે તું મારું અભિમાન છે મને અભિમાન છે કે મને તારી જોડે સાચો પ્રેમ થયો અને તું મને જીવન સાથીનાં રૂપમાં મળી કહી હાથ જોડી વૃધ્ધાનો આભાર માને છે.
અરે તમે શું બોલ્યા ! તમને સાથ ન આપી મારે થોડું જીવતા મરી જવું હોય ! તમને સાથ ન આપી હું પોતાને જ સાથ ન આપું કહું એમાં કઈજ અતિશયોક્તિ નથી કારણ મારી અને તમારી જિંદગી જોડાયેલ હોય હવે ક્યારેય એવું ન બોલતા હો હું તમને પગે લાગુ છું મે જે કંઈ પણ કર્યું તમને સાચો પ્રેમ કરુંછું એટલે કર્યું કહી હાથ પકડે છે પોતાના પતિ નો અને આંખમાં જળજલિયા આવી જાય છે.
તને યાદ છે આપણું પહેલું સંતાનનો જન્મ ! તને ખ્યાલ છે હે? હાથમાં હું હરેશને લઈ અને રડવા લાગ્યો હતો જ્યારે નર્સે મારા હાથમાં નાનો હરેશ આપ્યો ! હા હા કેમ નહિ અરે તમે તો એવા હરેશ ને પ્રેમ કરતા કહેતા મારો હરેશ મારે બધું મારે બીજું સંતાન જોતુજ નથી,કહી હસવા લાગ્યા કાકી અને ખુબજ પ્રેમ થી પોતાના પતિ સામે જોતા કહ્યું પણ તમને આપણી સિધ્ધિ યાદ છે ! એના જન્મ સમયે તમે મુંબઈ હતા દોડી ને આવ્યા હતા ! બઉ કહેતા હતા બીજી સંતાન નથી હોતું પરંતુ પાગલ બની મુંબઈથી દોડી રાજકોટ આવ્યા તા તમે ! કહી ખભા પર હાથ રાખતા ખુબજ હસતા હસતા કહે છે અને બંને પોતાના સંતાન જન્મેલ પોતાની સામે હોય એવી રીતે જમીન પર જોઈ રહે છે.
હવે બેઉ ભાઈ બહેન મોટા થઈ ગયા છે બંનેનાં સંતાન છે અરે મને અને તને જમાઈ રૂપે દીકરો અને વહુનાં રૂપમાં દીકરી મળી બંને વેવાઈ સરસ મળ્યા છે દીકરો અને દીકરી બંને સુખી છે પછી મારીને તારી માટે થી વધુ શું હોય ! કહી ખુબજ ખુશ નજરે બંને પોતાના સંતાનનાં વિચારમાં ખોવાઈ જાય છે.
એકંદરે મારો ને તારો સંસાર ખુબજ સરસ રહ્યો,કેમ ! મારા ને તારા જીવનમાં ખરા અર્થમાં જીવનસાથી શબ્દ સાર્થક થયો નહિ,કારણ હું અને તું અત્યાર ની ભાષામાં ટીન એજ થી જોડે છીએ,એટલે હું અને તું એસ એમ બોસ કેવાઈએ, કહી ખુબજ અભિમાનથી દાદા ઊંચે આકાશે જોવે છે,હા હો એસ એમ બોસ મારા સ્મૂધ લાઈફ નાં મેઈન બોસ કહી કાકી પણ કાકા નાં ખભા પર માથું રાખી એકદમ સંતોષથી આકાશમાં જોવે છે.

