STORYMIRROR

Aniruddhsinh Zala

Classics Fantasy Thriller

4  

Aniruddhsinh Zala

Classics Fantasy Thriller

વસુંધરાનું સૌંદર્યને વીરતાનાં વહેણ - 27

વસુંધરાનું સૌંદર્યને વીરતાનાં વહેણ - 27

4 mins
264

એક ઠરેલ સરદાર ઉભા થઈ કહે, "સહુ શાન્ત રહો. કાલીચરણ આશરો આપનાર રાજા પર વગરજાણે શક, આરોપ કરવો યોગ્ય નથી. આપણે એક દુત મોકલી સમાચાર કહેવડાવીએ કે અમારા રાજકુવરીને કેમ કેદ કર્યા તેનું કારણ જણાવો અને સત્વરે મુક્ત કરો અથવા યુધ્ધ માટે તૈયાર રહો. તેમનો જવાબ મલે પછી જ યુધ્ધનો વિકલ્પ પસંદ કરીશુ."

આ માનીતા વનવાસી સરદારની વાત સહુએ માન્ય રાખી અને ગઢમાં દુત મોકલવામાં આવ્યો. આ તરફ ગઢમાં કુંવર સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. થોડા સમય બાદ કુંવર વનવીર, સેનાપતીજી અને નગરજનો સાથે નગરના જીન દરવાજે ઝલ્લેશ્વરના ભવ્ય સ્વાગતની તૈયારી સાથે વાટ જોતા હતા. દુરથી ડંકા વાગતા હતા. મહા પ્રતાપી અઢારસો પાદરના ધણી પાટડીપતી મહારાજ પધારી રહ્યા હતા.

મહારાજાનો રસાલો મુખ્ય પ્રવેશદ્વારે પહોચતાજ ઝાલાવાડી ઢોલ ને શરણાઇ ગરજી ઉઠ્યા. મુખ્ય પ્રવેશદ્વારે કુવરે ઝલ્લેશ્વરના ચરણોમાં વંદન કરી હાર પહેરાવી મીઠો આવકાર આપ્યો. ઝલ્લેશ્વર કુંવર રણવીરને છાતીએ લગાડી ભેટી પડ્યા. અનેક વળ વાળેવી ઝાલાવાડી પાઘડી મહારાજના માથે શોભતી હતી. વદન પર અપાર તેજ ઝળકતુ હતુ. બાહુબળમાં તેમની કોઈ બરાબરી કરીશકે તેમ ન હતુ. પ્રજાજનો આ મહા પરાક્રમી રાજવીના દર્શન કરવા ધક્કામુકી કરતા હતા. ગઢવી દુહો લલકારે છે,

"વદન ઝળકે વીર તણા દેવ સમા દરબાર

શક્તી જાયા સુરમા દેવ સમા દરબાર''

હાથી પર બેસાડી મહારાજાને ભવ્ય સ્વાગત સાથે વાજતે ગાજતે મહેલ તરફ લઈ જતા હતા. રસ્તામાં નગરજનો પોતાના ઘરોથી, મેડીએથી પુષ્પવર્ષા કરી રહ્યા હતા. સમગ્ર નગરમાં આનંદોત્સવ ઉજવાતો હતો. આ ખુશીના સમયે રાજમાતાને છાવણીનો ચાંદકુવરનો સૈનિક મળવા આવે છે. રાજમાતા અને રુકમણી સાથે મહેલની સજાવટ જોતા હતા. આવેલ દુત રાજમાતાની અનુમતી બાદ નમન કરી સંદેશ આપે છે કે,..

"આપે અમારા વનવાસીઓના રાજાના કુવરીને વગર કારણ દર્શાવી કારાવાસમાં નાખી શરણાગત ધર્મનુ ઉલ્લંઘન કર્યુ છે. તેથી અમારા સૈનિકો ખુબ જ રોષે ભરાયેલ છે. આપે બળજબરીથી આપના કુંવર સાથે લગન કરાવા અમારા કુંવરીને કેદ કર્યા છે. તેવો અમને શક છે. પણ અમો કદાપિ આવુ નહી બનવા દઈએ અમો વનવાસી લોહીનુ એક ટીંપુ બાકી હશે ત્યાં સુધી લડીશુ. તો આપ સત્વરે સવાર સુધીમાં અમારા રાજકુંવરીને પરત કરશો તો અમે ચુપચાપ અમારા રાજમાં પરત ફરીશુ. નહિતર આપની સાથે યુધ્ધ કરવા સિવાય અમારી પાસે અન્ય વિકલ્પ નહી હોય."

રાજમાતા ગંભીર બની કહે, "મો સંભાળી બોલ દુત છે એટલે જિવતદાન આપુ છુ. અમારા કુંવર રણવીર એક વીર યૌધ્ધા છે. તેને માટે કન્યાઓની કમી નહી ગુજરાતના રજવાડામાં."

"અરે અવિચારી વનવાસીઓ...! " રુકમણી ન સહેવાતા વચ્ચે બોલી, "મારા રણવીર તો લાખોમાં એક વીર સર્વગુણ સંપન્ન છે. તે તમારી આદિવાસી કન્યાને પરણવાનુ તો દુર સામુ પણ ન જુવે સમજ્યા. ખોટુ આણ ન ચડાવો નહિતર પળવારમાં તગેડી મુકશુ."

રુકમણીને ઈશારાથી રોકતા રાજમાતા બોલ્યા, "હે દુત..! તારા છાવણીમાં કહેજે કે તમારી રાજકુવરીએ અમારા કુવર રણવીરને મારવા મલેચ્છો સાથે મળી કાવતરુ રચેલુ હતુ. અને પોતાના બાહુબળથી માંડ કુંવરનો જીવ બચ્યો છે. તેના પુરાવા મળતાં તેને કારાવાસમાં નાખી છે. અને તમે લોકો અમારા શરણાગત બની પછી અમને રાજને ધમકી આપતા હોય તો એક વાત જાણી લેજો. આ વીર મખવાન વંશજોનુ રાજ છે. જેની સામે લડતાં લડતાં મલેચ્છ બાદશાહ ખીલજી પણ થાકીને હાલતો થયો હતો. ઝીઝુવાડા ગઢ સામે નજર કરવી તે પણ મોતને નિમંત્રણ આપવા જેવુ છે."

દુત કહે,.. "તો ભલે અમે મોત સામે પણ લડીશુ અને શરણાગત ધર્મ ભુલેલા ધર્મભ્રષ્ટ કુંવરને સબક શીખવશુ. સમય જ બતાવશે સવારે અમારો ધર્મ જીતશે કે તમારો અધર્મ."

પછી વંદન કરી દુત સડસડાટ છાતી તાણી બહાર ચાલ્યો જાય છે.

આ તરફ વાજતે ગાજતે મહેલભણી ઝલ્લેશ્વર પધારે છે. રાજમાતા સમય સાચવી વાત હદયમાં દબાવી મહેલના દરવાજે રુકમણી સાથે સ્વાગત માટે પધારે છે. મહેલના દરવાજે ભવ્ય સ્વાગત થાય છે. રુકમણી સોનાની થાળી લઈ કુમકુમ તિલક મહારાજાના ભાલે કરી કંકુ ચોખા અબિલ ગુલાલથી વધાવે છે ચોતરફ ઝલ્લેશ્વરનો જયજયકાર થાય છે. રાજમાતા સન્મુખ આવતાં જ પાટડીપતી ઝુકીને નમન કરે છે. રાજમાતા ભાવથી ઓવારણા લે છે.

ઝલ્લેશ્વર કહે છે, "આજ મખવાન વંશજો શુરવીર ભાઈઓના સસ્નેહ ભવ્ય સ્વાગતથી અમો ખુબ જ પ્રસન્નતા અનુભવીએ છીએ. અને આપ સહુ નગરજનોનુ પણ અભિવાદન કરીયે છીએ. ફરી ગગનમાં જયજયકાર ગુંજી ઉઠ્યો. "જય મા ભવાની, જય ઝાલાવાડ"

સ્વાગતવિધી સંપન્ન થતાં જ મહેલમાં ભીતર શુશોભિત કક્ષમાં ઉચા આસને મહારાજા બિરાજે છે. બાજુમા લાજ વાળીને રાજમાતા અને રુકમણી. અને સન્મુખ રણવીર બિરાજે છે. ત્યાં નાના કુંવર હાથમાં તલવાર ધરી આવીને તલવાર સાથે ઝલ્લેશ્વરને વંદન કરે છે. નાનકડા કુંવર જેના દાંત હજી ફુટ્યા નહી તેનો વિવેક જોઈ વિસ્મીત બની ઝલ્લેશ્વર તેમને સસ્નેહ પાસે બોલાવી માથે હાથ મુકી પોતાના ખોળામાં બેસાડી કહે છે,

"ધન્ય છે રાજમાતા મારા મખવાન કુળને. સાવજ જેવા બે કુંવર જોઈ અતિ આનંદથી મારી છાતી પહોળી બને છે.

રાજમાતા હાથ જોડી વિવેકથી કહે છે, "હે મહાબલી મહારાજ આપની અમી નજરથી જ આ ગઢની સુખ શાંતિ જળવાઈ રહે છે."

ઔપચારિક વાતચીત બાદ મુખ્ય મુદ્દા પર આવતાં ઝલ્લેશ્વર કહે છે, "આજ ખુબ ગંભીર વિષય પર ચર્ચા કરવા અમે પધાર્યા છીએ."

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Classics