વસુંધરાનું સૌંદર્યને વીરતાના વહેણ ભાગ 2
વસુંધરાનું સૌંદર્યને વીરતાના વહેણ ભાગ 2
"જી રાજમાતા જય મા ભવાની" કહી યુવરાજ પ્રથમવાર પિતાજીના યુધ્ધમાં માહિર ઉચ્ચ જાતિના સુરજ નામના ઘોડે સવાર થાય છે. ને એડી મારતાં જ સુરજ હળહળાટી કરી બે પગે ઉભો થાય છે. ને કુંવરને સાવધાન કરતો હોય તેમ. પછી રેવલ ચાલે મહેલની બહાર નિકળે છે. ઝરુખેથી સહુ જુવાન કુંવર પર પુષ્પવર્ષા ગઢમાં વસનાર લોકો કરે છે. ઉચી મેડીની અટારીએથી પુષ્પ ફેકતી પ્રધાનપુત્રી રૂકમણી તો કુંવરનુ રૂપ જોઇ ફિદા થઇ ગુલાબના ફુલ મારે છે. કુંવર ઉપર નજર કરતાંજ તે અહોભાવથી છલકાય છે. જાણે ઇશ્વરની નજર તેના પર પડી હોય. તે બે હાથ જોડી નમન કરે છે. કુંવર હાથ ઉચો કરી તે કન્યા અને બીજા સહુ નગરવાસીઓનુ અભિવાદન કરે છે.
ચુંનંદા સૈનિકોની ટુંકડી કુંવરની રક્ષા માટે સાથે જોડાય છે. અને હવે યુધ્ધભુમી તરફ ઘોડા હળહળાટી સાથે દોડે છે. આ તરફ સેનાપતી મહેલ તરફથી ઘોડલા આવતા જોઇ જ સમજી જાય છે. અને ચારણ ને કહે છે "હે ગઢવી જુવો...! "બુંગીયા ઢોલે તેનુ કામ કરી નાખ્યુ. શુરવીર કુંવરનુ શોર્ય છલકાયુ ને આ તરફ આવી રહ્યા છે. જુવાનીના તરવરાટમાં વધુ સાહસ જીવને જોખમ થાય તેવુ ન કરે તેનો ભય છે....
ગઢવી કુંવરને આવતા જોઇ કહે છે, "ધન્ય છે વીર કુંવર ને. !
"આથમતો આ સૂરજ ભલે પણ ઉગતો દિસે નવો આ ભાણ
ધન જનની,ને ધન પિતા એ વીરને નિહાળી છાતી ફુલે આજ"
કવિરાજ દુહો લલકારી કહે છે તો બધા વાહ વાહ પોકારે છે છાતી ફુલાવી ચારણ કહે છે. આહા... કેવો અદભુત નજારો છે."જેમ આ સુરજદેવ આથમે છે તેમ આ કુઁવરના પિતાજી સોમનાથની રક્ષા હેતુ વિરગતી પામ્યા છે. અને બીજી તરફ નવો સુરજ ઉગતો હોય તેમ આ સોળ વરષના કુંવર શોભાયમાન થાય છે"
સુરજ ઘોડો આવતાં જ બે પગે ઉચો થઇ યુધ્ધ માટે હણહળાટી કરે છે. તેની ભાષા જાણે સમજતા હોય તેમ તમામ ઘોડલાઓ હણહળી સુરજને સાથ આપે છે. ઘોડલે બેસેલ યુવરાજ કહે છે, "સેનાપતીજી પ્રણામ..!
ગઢ ઉપર ઉભેલા સેનાપતીજી આશીર્વાદ આપી હરખથી કહે છે, "પધારો રાજકુંવર યુદ્ધભૂમિના પ્રથમ પ્રવેશે આપનુ સ્વાગત છે. વીર પિતાજીના વહેતા વિરતાના વહેણ તમારી રગરગમાં છે.
કુંવર જરીક ફુંટતી મુંછ પર હાથ ધરી કહે છે, "ગઢના દરવાજા ખોલો શત્રુ સામે બાથ ભીડવા મારું રોમરોમ થનગની રહ્યુ છે."
સેનાપતી કહે, "કુંવર આપ ગઢ ઉપર પધારો દુશ્મનની શક્તિનુ માપ કાઢ્યા વગર યુધ્ધ આદરવુ તે આગના મુખમાં જતાં પતંગિયા જેવુ છે એમ રાજનીતી કહે છે. રાજધર્મ વા ક્ષાત્રધર્મ જાણતિ પુર્ણ : ક્ષત્રિય."
"સત્યવચન..! મહાવીર કાકા આપ ખુબ અનુભવી છો." કહીને કુંવર ગઢના કાંગરે જઇ નિરખે છે સામેનુ સૈન્ય, બસો જેટલા સૈનિકો. બે અદના સેનાપતી જેવા ને એક આગળ કોઇ મહાન યૌધ્ધા લાગે છે. કુંવરની બાજ નજર દરેકનુ માપ કાઢે છે. પહેરવેશ પરથી તો આ બહારના મલકના લાગે છે. તીરકામઠાથી વનવાસી યુધ્ધશૈલીના જાણકાર લાગે છે. પણ આ તેમનો સરદાર કાંઇક વિચિત્ર ભાસે છે"
યુવરાજ કહે, "કાકાશ્રી મને ઈ યુધ્ધ માટે કદાચ ન પણ આવ્યા હોય તેમ લાગે છે"
"બિલકુલ ,સત્ય વિશ્લ્ષણ, યુવરાજ આપ સારી જાણકારી ધરાવો છો પણ કદાપી અજાણ્યા વ્યક્તિનો ભરોસો યુધ્ધમાં ન કરાય."
"હા હા..કાકાશ્રી ! અધવચ્ચે રોકી કુંવર કહે. "એવુ આપની રાજનિતિ કહે છે. સાચું, પણ યુધ્ધમાં રાજનિતિ કરતાં શોર્ય પણ ક્યારેક ચડીયાતુ બને એવું હું માનુ છુ."
'લડી લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ હોય,
ભલે ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય !'
પછી કુંવર કહે "દરવાજા ખોલો સર્વપ્રથમ હું મારી ટુંકડી સાથે ત્યાં જઇશ દુશ્મન સાથે વાત કરીશ. તમે સહુ સાવધાન રહેજો."
મહાવીરસિંહને ભય હતો તેવું જ બની રહ્યુ હતું આ નાદાન કુંવરને સમજાવી શકાય તેમ ન હતા. તે બુધ્ધીવામ સેનાપતી સમજતા હતા. સેનાપતિ કહે "હા ચાલો હું પણ સાથે આવું અને એક દુભાષિયો સાથે લઈએ હા કદાચ તેની ભાષા સમજવા જરુર પડે તો. પછી ગઢના દરવાજા કિચુડ કિચુડ અવાજ સાથે ખોલવામાં આવ્યા. ત્યાં સુરજ આથમી ને પુનમનો ચાંદ ઝળહળવા લાગ્યો હતો. તેની રોશનીમાં દરવાજા બહાર રણમાં ઉભેલ દુશ્મન સૈન્ય નિહાળી શકાતું હતું. ઘોડાઓ છુટ્યા.. તબડાક, તબડાક... ધુળ રણની ઉડવા લાગી સુરજની હણહળાટી થી દુશ્મન સૈન્ય પર કોઇ અસર થઈ જણાતી ન હતી.
કુંવરને નવાઈ લાગી. કહે, "સેનાપતીજી આ દુશ્મને તો કોઈ અસર જ નહીં આપણી નજીક આવવાની !"
"કહો, મહાબલિ કાકા હવે આ બાબાત આપની રાજનિતી શું કહે છે ?"
"કુંવર પારખુ કરો છો મારુ ?"સેનાપતિ બોલ્યા.
ના ના..કાકાશ્રી ! કુંવર હાથ જોડી કહે."આપ તો મારા સ્વર્ગસ્થ પિતાજીના જમણે બાજુ રહી લડેલા ,અનેક ઘાંવ તમારા શરીરે આપના શોર્ય સાહસની સાક્ષી પુરે છે. મારાથી પારખુ કરાય જ નહી હો."
તો ઠીક ! સેનાપતી મુંછ મરડી કહે. "રાજનિતી એમ કહે કે આ લોકો જે શાંત ઉભા છે તે તુફાન પહેલાની શાંતી પણ હોઈ શકે સાવધાની જરુરી. હા હો સેનાપતીજી..! પાછળથી કુંવરનો નાનપણનો ભેરુબંધ જે હાસ્યરસ સદાય છલકાવતો રહે છે તે વિહલો પગી બોલ્યો.
"આ તો મારું બેટુ ભારે કરી હથિયાર લઈ આવ્યા છે ને બોલતાય નહી ને ચાલતાય નહીં. મારા બેટા બિવડાવા આયા હોય તેમ. આ લોકો નો તો અમારા ભાઇબંધ કુંવર જ સાચો તાગ મેળવી શકે."
કુંવર કહે "વિહલા તુ સાચું કહે છે ચાલ આપડે જ તેમની પાસે જવુ પડશે
વિહલો બોલ્યો. "ભારે કરી...! બાપુ પેલા હુમલો કરશે તો તમે તો શુરવીર, તમારૂં રક્ષણ કરશો પણ મને તો સ્વર્ગમાં ધકેલી દેશો..
ક્રમશ...વધુ આવતાં અંકે ભાગ -3
