Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

વસંત

વસંત

1 min
164


માનવીને એક સાથે આટલી બધી,

ખુશી મળે ત્યારે અસહય હોય છે,


અણધારી ખુશીને શબ્દોમાં વર્ણન નથી થતુ,

પણ એ ખુશી સતત મળતી રહે,

તો જીંદગીમાં પણ બારેમાસ વસંતજ રહે .


ખુશી આજ બહું ખુશ હતી,

બાલમંદિરથી સાથે ભણેલા ખુશી અને પ્રસિદ્ધ,

એક સાથે કુદરતના ખોળે શૈશવમાંથી,

જુવાનીના ઉંબરે કયારે પહોંચી ગયા એજ ના ખબર પડી,


બંને એક બીજાની લાગણીઓમાં ગૂંથાયેલા,

બંને અલગ સમાજના એટલે,

જમાના પ્રમાણે લગ્ન સબંધમાં બંધાવું,

એ થોડું અઘરુ તો હતુ, પણ અશકય નહોતુ,

બંને ઉચ્ચ ડીગ્રી મેળવી,


પ્રસિદ્ધની મમ્મીને બાળપણથીજ,

ખુશી બહુ ગમતી હતી,

અને ખુશીની મમ્મીને પ્રસિદ્ધ.


સમય જતા ભગવાને આ સબંધને મંજુરી આપી,

આ સાંભળી ખુશીની ખુશીનો પાર ના રહયો,


જે દિવસની એ રાહ જોતી હતી,

એ દિવસ આવી પહોંચ્યો...

આજ ખુશી સવારથી એના મનના માણિગરની,

રાહ જોતી ઉંબરે ઊભી હતી,


અને જાણે એની આંખોથી એક હાસ્ય છલકતા હતુ,

જાણે મોતી વેરાતા હતા,

અને જાણે કેટલીય ખુશી ખુશીના,

હાસ્યને ખુશ કરતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance