પાયલનું ઘૂંઘરુ
પાયલનું ઘૂંઘરુ


ધરમપુર નામે ગામ. પાયલનો જનમ થયો અને એની મા દેવકી મરી ગઈ. ઘરમાં એનુ માન પાન નહીં. બધા એને ડાકણ કહેતા. કે જન્મી અને મા ને ભરખી ગઈ.. પાયલ એના મામા ને ઘેર ઉછરી મોટી થઈ. નાની હતી ત્યારે એને નાચવા કુદવાનો ખૂબજ શોખ હતો.. મોસાળમાં મોટી થતી પાયલ હંમેશાં ગામમાં રાસગરબાના પ્રોગ્રામ થતા એમાં ભાગ લેતી અને ખુશ થતી.
ગામમાં એક કિશન નામનો છોકરો જે ડફલી વગાડતો.
તે સુરદાસ હતો. એક બીજા માટે માયા બંધાણી. ડફલીના તાલે પાયલ ઘૂંઘરુના સૂર સાજે થાપ આપતી અને એમાં ઓતપ્રોત થઈ જતી...
સમય જતા સારા ઘરના માંગા આવતા, મામા એ પાયલનું વેવિશાળ કર્યુ. પણ પાયલનું ઘૂંઘરુ એની ડફલીમાં અટવાયેલું હતુંં.
પાયલનું મન માનતુંં નહોતું.. પણ મામાને ત્યા ઉછરેલ પાયલ લગ્ન માટે ના પાડી શકી નહી.
આ બાજુ કિશન પણ ઉદાસ રહેવા લાગ્યો, પાયલ વિના એની ડફલી પણ સૂની પડી ગઈ. માગશર મહિના ની સુદ બારસે પાયલના લગ્ન લેવાયા .. સજી ધજી પાયલ એના પિયુ ની રાહ જોતી હતી.. મનમાં તો એનો માણિગર કિશન એના નામની ડફલી વગાડતો હતો. અચાનક શું થયુ કે જાન તોરણ આવી નહી .અમેરિકા માં રહેતો પલાશ ત્યાજ રહેતી એક કન્યા સાથે પરણી ગયો. અને મામાને માથે જાણે વીજળી પડી.
સાજ શણગાર સજેલી પાયલ,
હાથે મેંદી ,પગમાં પાયલ..
ઓઢી છે કેસર ચટક સુહાગન ચુંદડી.
સેંથામાં માંગ ટીકો સોહાય..
નાકે અમર નથણી, ભાલે કુમ કુમ બિંદી સોહાય. મંગલ સૂત્ર સાજનનું, બાજુબંધ કમખાની જોડ.
દિકરી પાયલનું શું કરવું એવી વિમાસણમાં પડી ગયા. કિશનની મા જીવી ડોશી હાંફળા ફાંફળા આવ્યા પાયલના મામા પાસે, કે મારો કિશન છેલ્લા બે દિવસથી એક અનાજ નો દાંણો મોંમા નથી નાખ્યો.. પાયલના વિયોગે એ મરી જશે. મારા કિશન સાથે એને પરણાવો અને આજ પાયલ પણ ખુશ થઈ ઘૂંઘરૂ પહેરી એના કિશનની ડફલી સાથે ખૂબ નાચી.
જાણે આજ...
મારું ઘુંઘરુ થઈ ગયું
આજ ફરી ઘાયલ,
એની ડફલીની થાપ પર,
આજ ફરી ઘાયલ..
એની ડફલીના જોરે,
આજ ફરી ઘાયલ
એના સૂર અને સાજે,
આજ ફરી ઘાયલ.
એની ઉગતી સવારે,
આજ ફરી ઘાયલ
એની વળતી સાંજે,
આજ ફરી ઘાયલ
પાયલનું ઘાયલ ઘૂંઘરુ,
કિશનની ઘાયલ ડફલી.