રાણી રુપકુંવર બા
રાણી રુપકુંવર બા


ચિતોડગઢનો રાજા સજ્જનસિંહ અને રાણી રુપકુંવર સુખેથી રહેતા હતા. એમના રાજયની પ્રજા પણ ખુબજ સુખી હતી. રુપકુંવર જેટલા રુપવાન એટલાજ તલવારબાજી રમવામાં હોશિયાર અને ઘોડેસવારીમાં પણ એટલાજ પાવરધા. આજુબાજુના પંથકમાં એમની નામના હતી કે એક સ્ત્રીની જાત હતી પણ રાજનીતિમાં અને અન્ય અનેક બાબતોમાં કૌવત ધરાવનાર નારી એટલે ચિતોડની મહારાણી રુપકુંવર બા.
એકવાર જેસલમેરનો રાજા માનસિંહને ખબર પડી કે રાણી રુપકુંવર ખૂબજ સુંદર અને રુપવાન છે. રાજા થોડો ઐયાશી અને મદિરામાં ધૂત રહેતો. એની નિયત બગડી હતી. એને થયુ કે સજ્જનસિંહ ખૂબજ ઉદાર અને નેક છે એને જાળમાં ફસાવીને એનુ રાજય હડપ કરી લેવુ અને રાણીને પણ પોતાની માનીતી બનાવી લેવી, આવી ખરાબ નીતિને કારણે રાજા માનસિંહે ચિતોડના રાજાને ભાઈબંધીનું ફરમાન મોકલ્યું. રાજા સજ્જનસિંહ ઉદાર અને નેક હતો. રાજાની વાતમાં આવી માનસિંહનું ફરમાન સ્વિકાર્યું. રાણી રુપકુંવરની ના છતાંય વાજતે ગાજતે જેસલમેર પહોંચ્યા. રાજાની કુમતિની ગંધ રાજાને જરાય આવી નહીં. માનસિંહે ચિતોડના રાજા સજજસિંહ ને બંદી બનાવી લીધા !
આ બાજુ રાણી રુપકુંવરના તેવરે જોર પકડ્યું અને તાબડતોબ સૈન્ય સાથે જેસલમેર પર ચડાઈ કરી. રાણી રુપકુંવરનું રુપ જોઈ રાજા માનસિંહ અંજાઈ ગયો. એની બનાવવા માટે અનેક પ્રલોભન આપ્યા. પોતાના રાજાને છોડાવવા અનેક પ્રયત્નો રાણીએ કર્યા, અંતે રાણીએ એની મ્યાનમાંથી કટાર કાઢી રાજાના ષડયંત્રને નબળુ બનાવી માનસિંહને કટાર મારી ઘાયલ કરી ઠાર કર્યો અને પોતાના રાજા સજજનસિંહને બંદીખાનામાંથી છોડાવી વાજતે ગાજતે ચિતોડગઢ પહોંચ્યા. ખૂબજ સ્વાગત થયું રાજા સજ્જનસિંહ અને રાણી રુપકુંવરનું.
આવા હતા રાણી રુપકુંવર બા.