ઝંખના
ઝંખના
રસ્તે મળી જતાં પણ વર્ષોથી દિલની વાતો હોઠ પર આવી અટકી જતી. હોઠ ખૂલે એ પહેલાંજ ઘેર જવાની વાત થઈ જતી. ...
અને હોઠ બંધના બંધ અકબંધ રહી જતાં......... મનની વાતો મનમાં જ ધરબાઇને રહી જતી....
સાહિલ મારો બાળપણનો મિત્ર,
સાથે રમતા, ભણતા....
મારા દિલમાં એ લાગણીના ઘરનો માળો બનાવી ગયો.... વખત જતા એ પરદેશ આગળ અભ્યાસ માટે ભણવા ગયો... ભણીને એ દેશ પાછો ફર્યો... અને એ સવાર જાણે મારા માન્યામાં નથી આવતુ.... સપનું...
પણ એક સવારે આવી મુજને કોણ ગયું નિંદ્રામાંથી જગાડી......
વર્ષોથી ઝંખતુ હૈયું જેને એ આવીને ગયુ મને ઝ
બકાવી.......
દિલની ધડકન તેજ બની અને અંતરની ઊર્મિઓ થઈ ગઈ ઘેલી.
મન મારું ઝંખતુ હતું જેને એની સાથે મુલાકાત થઈ. માન્યા મા ના આવે એવી વાત થઈ. ....
વાતોમાં સંવાદ થયા..... અને નજરોથી નજરોની વાતો.
મે એને વર્ષોથી સંઘરી રાખ્યો એનો આજ થયો ખુલાસો...એનો આજ થયો ખુલાસો. ....
સુકેતા હું તને પ્રેમ કરુ છું... મારી સાથે અગ્નિસાક્ષીએ સપ્તપદીના સાત ફેરા લઈશ....?
બસ જાણે મારા સપનાઓ હકીકતમાં ફેરવાઈ ગયા... આજ પણ હુ મનમાં વિચારું છું કે કેવો જોગાનુજોગ... મારા આનંદની કોઈ સીમા નથી...
આજ મારો સાહિલ મારી કસ્તી બનીને આવ્યો !