પારુ
પારુ


મારી આંખે અમીના ઓડકાર
શરમના શેરડે મારી અધૂરી ઓળખાણ.
રામપુર નામે ગામ, અને ગામમાં એક રામજી વાણિયો રહેતો હતો. એની એકની એક દિકરી પારુ. ખૂબજ સુંદર અને શરમાળ. રાતે ના વધે એટલી દિવસે અને દિવસે ના વધે એટલી રાતે. જુવાનીના ઉંબરે પગલા ભરતી હતી. લોકોની નજમાં ખૂંચતી હતી. બાજુના ગામમાં મેળો ભરાવાનો હતો. રામપુર ગામની સૌ સખીઓ પારુ સાથે મેળો માણવા અભયપુર ગામે ગઈ. ત્યાં ગામના રાજકુમાર સાથે પારુની આંખ મળી અને એક બીજાને દિલ દઈ બેઠા.પછી અવારનવાર મળતા
એકવાર બન્યુ એવુ કે ગામમાં બહારવટિયાઓએ ગામ લૂંટવા ધાડ પાડી. અને પારુને ઉપાડી ને લઈ ગયા. કાળુ બહારવટિયો પારુને પોતાની રાણી બનાવવા અધીરો થઈ ગયો હતો. પણ પારુ તો અભયપુર ગામના રાજકુમારને દિલ દઈ બેઠી હતી. કાળુ બહારવટિયા પારુને ઘોડાપર સવાર થઈ હરણ કરી લઈ જતો હતો ત્યારે બીજા બહારવટિયા જોડે ધિંગાણું થયુ. અને એમાં પારુએ કાળુનો જીવ બચાવ્યો. તલવાર બાજી નાનપણથી એને વારસામાં મળી હતી. કાળુએ પારુને એક વચન આપ્યુ. કે જીવીશ ત્યા સુધી બેન હુ તારી રાખડીનો રક્ષક રહીશ.
કાળુ બહારવટિયો પારુને એના ગામ રામપુર મૂકી ગયો. બાપુ રામજીભાઈ દિકરીની વિરતા અને પાછી આવેલી દિકરી જોઈ ખુશ ખુશ થઈ ગયો. થોડા સમય પછી રામજીભાઈ લાંબી બીમારીમાં પટકાયા. અને ગમે તેટલી દવા કરવા છતાં જિંદગીથી હાથ ધોઈ બેઠા.
આ બાજુ હવે દિકરી પારુ એકલી થઈ ગઈ. રાજકુમારની મુલાકાત પણ હવે થતી નહોતી. પણ એના મનમાંથી એની યાદ પણ ભૂંસાતી નહોતી. એકવાર ગામમાં એક મહેફીલ જામી હતી એમાં ઘણી ગણિકાઓ આવી હતી એના નજરે પારુ ચડી ગઈ. પારુને એની જોડે લઈ ગઈ ખૂબ સન્માનથી રાખી અને મુજરામા ધીમે ધીમે દાખલ કરી. પણ પારુને એની "મા"થી પણ વિશેષ રાખતી હતી. પારુ એના હાથે મૂકેલ મહેંદી બધાને બતાવતી પણ પણ કોઈને પણ
મહેંદીને સૂંઘવાનો હક કોઈને નહોતો આપ્યો..
એક દિવસ પારુ સાજ સજી બેઠી હતી આજ એના રાજકુમારને આવવાનો સંદેશ હતો. અને પારુ ખૂબજ ખુશ હતી. અને
કંઈક ગણગણતી હતી
મારા અંબોડે ગુલાબની વેણી
નાકને નકશે નથણી રુમઝૂમે...
વાય રે લહેરતી મારી કાળી લટો
પહેરું પીતાંબર કેરુ ઓઢણુ
પ્રિતે ઓઢી છે વાલમ તને ગમતી
અને એનો રાજકુમાર આવ્યો અને પારુને હકીકતમાં વાજતે ગાજતે સાથે લઈ ગયો એના ઘેર. અને કાળુ બહારવટિયા એ હોંશે હોંશે બેનને જવતલ પણ હોમ્યા અને કન્યાદાન પણ દીધુ.