વ્યથા
વ્યથા
ક્રોસ રોડ સિગ્નલ પર મારી કાર ઉભી રહી. લઘરવઘર હાલતે એક છોકરીએ દરવાજો ખખડાવી હાથ આગળ કર્યો અને કહ્યું કે મારો ભાઈ ભૂખ્યો છે.. મેં એને 10રુ. ની નોટ આપી તો એ નોટ બંન્ને બાજુ જોઈ મને પાછી આપી. હું એનાં મનની વ્યથા સમજી ગઈ અને પાંચનો સિક્કો આપ્યો. એ લઈ એ એનાં ઘર તરફ અને હું મારાં !