રામજીકાકા
રામજીકાકા


રામજી કાકા અને સવિતા બંને સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા. નાના નાના ત્રણ બાળકો હતા. મા બહુ પહેલા ગુજરી ગઈ..ભાઈ અપંગ હતો. અને બાપુ નિવૃત હતા. રામજી કાકા એક નિશાળમાં પટાવાળાનું કામ કરતા.અને સવિતા લોકોના ઘરે ઘરકામ કરતા. એક દિવસ બાપુ દેવજીભાઈ માંદા પડયા..તાવ આવ્યો.. બાપુની માંદગી કોઈ સામાન્ય નહોતી, તપાસ કરતા માલુમ પડયુ કે એમને હોજરીનું કેન્સર હતું. અને એ લાસ્ટ સ્ટેજનું.. સમય જતા બાપુ અંતિમ ધામ પહોંચ્યા..ખૂબજ દવાદારુ નો ખર્ચો થયો. હજુતો બાપુની રાખ સ્મશાનમાં ઠંડી નહોતી પડી ત્યાં તેમની પત્ની સવિતા પણ એજ દુઃખમા પટકાણી. કુદરતનો કારમો પંજો કુટુંબ પર ફરી વળ્યો..સવિતાના ગયા પછી બાળકો નોંધારા થઈ ગયા. રામજી કાકાને માથે આભ તૂટી પડ્યું.
નાના ત્રણ બાળકો અને અપંગ ભાઈની જવાબદારી અને કમાવીને લાવનાર રામજી કાકા એકલા હતા. જેમ તેમ કરીને બે છેડા એક કરતા હતા.રામજી કાકા ખરેખર દુનિયાથી હારી ગયા. નાસીપાસ થઈ ગયા. ખરેખર કુદરત રુઠે ત્યારે કોઈની નથી હોતી.