Tanvi Tandel

Classics Romance

2.3  

Tanvi Tandel

Classics Romance

વરસાદી પ્રેમ

વરસાદી પ્રેમ

6 mins
1.0K


આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાવા લાગ્યું. મોસમના પહેલા વરસાદના પગરણ થવાના હતા. આકાશ જાણે વરસાદના માધ્યમથી એની રિસાયેલા પ્રિયતમા ધરતીને રીઝવવા સંપૂર્ણ તૈયારીમાં હતો.થોડી વારમાં જ મેહુલા એ ધમાકેદાર બેટિંગ કરવાની શરૂઆત કરી દીધી.

હું જ્યારે નાની હતી ત્યારે જ વરસાદ પ્રત્યે મને ખૂબ જ પ્રેમ. એક તો વરસાદ વધારે વરસે તો શાળામાં રજા પણ મળે એટલે રજા નો, સાથે વરસાદ જોવા મળે એવો બેવડો આનંદ. પહેલો વરસાદ આવે એટલે સોસાયટી બહાર બધા નું નેતૃત્વ લઈ, મારી ટેણિયાપાર્ટી સંગાથે અમે બધા ઘરની બહાર. એ વરસાદમાં પલળવાનું ને સોસાયટી ના દરેક ઘરના નેવે પડતા પાણીમાં છત્રી ખોલીને જાણી જોઈને આજુબાજુ છાંટા ઉડાડવાના. વરસાદ બંધ થાય કે તરત જ કાગળની હોડી બનાવી એ વહેતા પાણીમાં તરતા મૂકવાની મજા જ નિરાળી.

અરે હોડી જો તરીને આગળ જાયને તો જાણે ઈડરિયો ગઢ જીત્યા ની ખુશી. મમ્મીની વારંવારની બૂમ' આવી જા , શરદી થઈ જશે ," સાંભળવા છતાં ના સાંભળી હોય એમ કલાકો રમવાનું જ. વરસાદ અને હું બાળપણ થી જ ભાઈબંધ... અરે ના મારી પ્રિય સખી જેવું સગપણ.

શાળાએ આવતા જતા વરસાદ પડે ને ત્યારે બેગમાં રેઈનકોટ હોય ને છતાં સંતાડી રાખવાનો મારો નિયમ, જેથી વરસાદમાં ભીંજાઈ ને ઘરે જવાનો આનંદ લુંટવા મળે. સાચ્ચે જ રેઈનકોટ મને દુશ્મન લાગતો.

જેમ મોટી થતી ગઇ એમ વરસાદ સાથેનો મારો પ્રેમ પ્રબળ થતો ગયો. વરસાદ ની આતુરતાથી રાહ જોતી હોઉં. બારી પાસે ઉભા રહી કલાકો સુધી એને નિહાળું.. યુવાની ના ઉંબરે આવતાં જ વરસાદ મારા માટે જાણે મારી કાવ્યરચનાઓનો પ્રેરક બન્યો. વરસાદ વરસે ને મારા મનમાં વિચારોનું ઘોડાપૂર આવે ને સુંદર કાવ્યો પાના પર કંડારાઈ જતા.

ઓફિસમાં જતા પણ રેઈનકોટ જાણી જોઈને ભૂલી જવાનો અથવા ગાડીની ડીકિમાં સંતાડી રાખવાનો નિયમ તે સમયે પણ અકબંધ હતો.

વરસતો વરસાદ ને મારુ હૃદય એકરૂપ બની જતા. એ પ્રથમ વરસાદે પલળવાની તીવ્ર ઈચ્છા હુ ક્યારેય રોકી શકતી નહીં.

મોસમનો પહેલો વરસાદ મને મુબારક વાછટ મારા હાથને પકડી

મને એ ભીના સ્પર્શ થકી

ભીંજાવા બોલાવે રે.....

વરસાદ સાથે હું અઢળક વાતો કરતી. થોડો મોડો પડે તો હું એને પૂછી લેતી કેમ આ વખતે બહુ મોડું કર્યું...વરસાદ બધા માટે જ સ્પેશિયલ હોય છે. કારણ વર્ષા બધા માટે આવનાર વર્ષમાં અનેક આશાઓ લઈ ને આવે છે. મારા માટે પણ મારા જીવનમાં મળેલ પ્રેમનું પ્રતીક આ વરસાદ જ હતો.

મારી તનય સાથે ની દોસ્તી..પણ આ વરસાદે જ કરાવી હતી. વરસતા વરસાદ માં હું મારી ટેવ મુજબ પલળી રહી હતી,...ને તનયની નજર મારા પર પડી .., બાલ્કનીમાં ઉંભો રહી એ મને નીરખી રહ્યો હતો છાનોમાનો. સોસાયટીમાં એ લોકો કોઈના ઘરે મહેમાન તરીકે આવેલા. ને એની નજર માં હું વસી ગયેલી. મને તો ખબર જ નહોતી કે મારો ભાઈબંધ વરસાદ મને પિયુ મિલન કરાવશે.

સંજોગોવસાત હું કોલેજ ના પ્રથમ વર્ષમાં દાખલ થઇ ત્યારે મારી જ બેચમાં તનયકુમાર નું આગમન થયું. મને જોઈને એક સ્મિત સાથે બસ એ મુલાકાત પૂર્ણ થઇ. તનય ક્યારેય વાતચીત કરતો નહિ. બસ ભણવામાં જ એનું ચિત્ત. એક દિવસ હું લાયબ્રેરી માં એકલી બેઠી હતી તે સમયે તનય મારી પાસેની ખુરશીમાં બેઠો.

તમને વરસાદ બહુ ગમે છે નહિ?... એટલે મેઘદૂત જ લઈને બેઠા છો..

મે કહ્યુ હા. ... પણ તમને કઇ રીતે ખબર?

ત્યારે તનયે કહ્યું .. આકૃતિ પાર્ક... જોયું છે? એમાં એક છોકરી છે જે વરસાદ માં પલળીને મગન હતી ત્યારે

....

આટલું બોલતાં જ અરે, મારી સોસાયટી..?

તમે મારી સોસાઈટીમાં રહો છો? મે તો નથી જોયા ક્યારેય?

"બસ હસીને કહ્યું... હું એ સમયે એક સંબંધી ને ત્યાં આવ્યો હતો જ્યાં તમારી આ ચેષ્ટા જોયેલી.તે દિવસથી તમને .....શોધતો હતો.. ને તમે તો મારાજ બેચમાં આવ્યા પણ તમે અમને ભાવ આપો તોને.....એમાં આટલા દિવસો ગયા...પણ આજે તો ના જ રહેવાયું."

"હું સ્મિત ની નજર ઢાળીને એમને જોઈ રહી.

ધીમે ધીમે મૈત્રી થઈ. કોલેજ માં મારી પ્રકાશિત કાવ્યરચના નો સૌથી પહેલા રિસ્પોન્સ તનય તરફથી જ મળતો. કોલેજ કાળ માં એ પ્રથમ મારા કાવ્યોના ને પછી મારા પ્રેમ માં પડયો. અમારું ગ્રુપ કોલેજ માં બધામાં આગળ જ રહેતું. સાથે ફરવું..ને હા ત્રણેય વર્ષમાં દરેક વરસાદની સીઝનમાં , પ્રથમ મુશળધાર વરસાદમાં તનય અને હું લોંગ ડ્રાઈવ પર ચોક્કસ જતા. મારી આ વરસાદ સાથે ભીંજાવાની ટેવ માં તનય પણ સહભાગી બન્યો. અમે કોલેજમાં પ્રેમીપંખીડા તરીકે પ્રખ્યાત તો થઇ જ ગયા હતા. પણ અમારે બન્ને એ હજુ સારી જોબ કરવી હતી. એટલે જોબ મળી પછી ઘરે અમારા પ્રેમસંબંધની વાત કરી. થોડી આનાકાની બાદ અમારા લગ્ન પણ શક્ય બન્યા.

આજે અમારા લગ્નના ત્રણ વર્ષ વિતી ગયા છે. કહેવાય છે કે લગ્ન પછી પ્રેમ નો પૂર્ણવિરામ આવી જાય છે પણ એવું નથી હોતું. સહજીવન માં બસ એ ભુલાતું જાય છે કે પ્રેમ ને રોજેરોજ કેમ વધારવો.જવાબદારી અને સમયના ઓછાયા હેઠળ પ્રેમ હોવા છતાં તેને પામવા, જોવા માટે પ્રયત્ન કરવો પડતો હોય છે.લગ્ન પહેલા કેન્ડલ લાઇટ ડિનર ગોઠવવું પડે છે.જ્યારે લગ્ન પછી ડિનર તો બને જ છે પણ કેન્ડલ રહી જાય છે. તનય મને ખૂબ સાચવતો. હા પ્રેમ પણ ખૂબ હતો....પણ આજકાલ પ્રેમ સંતાકૂકડી નું સ્વરૂપ બની રહ્યો હતો.તનય અને હું ઓફિસ ના શેડ્યુલ માં અમારું અસ્તિત્વ 'ઘર' પૂરતું સીમિત બની ગયું હતું. રોજેરોજ નું ટાઈમ ટેબલ ફોલો કરવામાં એકબીજા માટે સમય જ નહોતો મળતો. બન્ને રોજ સાંજે થાકીને ઘરે આવતા. ઘરે આવતા જ હું ઘરકામ અને તનય ટીવી સામે ગોઠવાઈ જતા.જમીને થોડા ઘણા સંવાદોમાં આવતીકાલના શેડ્યુલ ને કોઇ પણ પ્રકારની આંચ ના આવે એમ ઘડિયાળના કાંટાને આધારે જીવન યંત્રવત ચાલી રહ્યું હતુ. મારો કવિતા લખવાનો શોખ પણ એ જ કોલેજકાળના ઘડિયાળમાં થંભી ગયો હતો. શનિ રવિની રજા હોય તો સામાજીક કામો માં રજા ક્યારે પૂરી થઈ જાય ખબર જ નહોતી પડતી. તનયને તો વિકેન્ડ બસ આરામ માટે જ આપ્યો હોય ... એમ ઘરની બહાર નીકળવાનું ટાળી બસ ઊંઘી જ જવાનું. ને મારા માટે પણ સામાજિક કોઈ કામ ના હોય તો શનિ રવી અઠવાડિયાનું શાકભાજી, કરિયાણું, ઘરસફાઈમાં....પૂરા થઈ જતાં.

આજે બહુ ઉકળાટ અનુભવાતો હતો. રવિવારની સાંજ ના પાંચેક વાગ્યા હતાં A.C ઓન કરીને બેડરૂમમાંથી ગરમીને કાઢી મૂકી હતી. વાતાવરણ માં અચાનક પલટો આવ્યો. એકાએક ..... પવન સાથે હા.... સિઝનના પ્રથમ વરસાદનું આગમન થવાનું હતું એવું લાગ્યું. હું ઘરકામ કરી રહી હતી.. બારીમાંથી જોયું. વરસાદ આવવાનો છે પણ છેલ્લા ત્રણેક વર્ષથી ચોમાસુ આવતું ... વરસાદ પણ આવતો...પણ એ અતીતની ભીની યાદો....યાદો જ બની ગઈ હતી. વરસાદ માં બહાર નીકળવાનું થતું તો ગાડીના કાચમાંથી પલળવાનું તો શક્ય જ નહોતું.

મોર્ડન લાઈફ ને મોર્ડાનીટી ની દોડમાં ....એ જિંદગી ની ભાગદોડમાં આપણા અસ્તિત્વને મઠારવાની આપણી હેક્ટીક લાઈફ માં આપણે ઘણું બધું ગુમાવી ચૂક્યા છે. આજકાલના બાળકો પણ વરસાદ માં પલળતા નથી.આજની આધુનિક નારી વરસાદને. ' ' વાઈરસ' તરીકે જુએ છે. શરદી થશે.... બીમાર પડાય... જેવા ઓર્ડરમાં વરસાદમાં ભીંજાયા બાળકો નું એ મનમોહક દ્રશ્ય સ્મૃતિપટ પર બસ એક યાદ બની ગયું છે.

ઉપરના રૂમની બાલ્કનીમાંથી હું વરસતા વરસાદ ને જોઈ રહી હતી. એટલામાં જ તનય કોફી બે કપમાં લઈ મારી પાસે ઊભો રહ્યો. મને કોફી ઑફર કરી..મને આશ્ચર્ય થયું.તનય ક્યારેય કોફી પીતો નહિ. એ તો હતો ટી લવર... હા એને ગમે તે સમયે ગમે ત્યારે બસ ચા જ જોઈયે. અમે બન્ને એ સાથે કોફી પીધી. અચાનક એને શું યાદ આવ્યું તે તરતજ મારો હાથ પકડી મને રીતસરની ખેંચીને લઇ ગયો નીચે. મે કહ્યુ શું કરે છે? શું થયું?

ચાલને ચૂપચાપ....બસ એટલુંજ બોલ્યો.

આજે કેટલા દિવસો.. પછી મે તનયને જુદા જ સ્વરૂપમાં જોયો. એના હાથમાં કાર નહિ બાઇક ની ચાવી હતી.

મે કહ્યુ કશે જવું હોય તો કાર લઈ લે... ભિંજાશું..તો શરદી પકડાશે ને કાલે તારી મિટિંગ છે. એ સાંભળ્યું ના સાંભળ્યું ને બાઈક પર મને બેસાડી લઈ ગયો અમારા કોલેજકાળના ફેવરિટ ડેસટીનેશન... સિટીથી દૂર....એકાંતભર્યા... અમારા પરિચિત..મનગમતા લોંગ ડ્રાઈવ ના સ્થળે..કેટલા વર્ષો બાદ... એ જ રસ્તો.. એ જ હમસફર..સાથે પ્રથમ વરસાદમાં પલળવાની અનેરી મજા. આજની વરસાદી સાંજ મારા આંખો માં ખુશીના ભાવ સાથે .... પ્રેમનો વરસાદ બની અમિ છાંટણા રૂપે વહેતી રહી. ચોમાસુ મને ભીંજવી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Classics