Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Tanvi Tandel

Fantasy Others

3  

Tanvi Tandel

Fantasy Others

ભવ્યા ભાગ -૨

ભવ્યા ભાગ -૨

5 mins
542


પ્રથમ ભાગમાં ભવ્યાનું મૃત્યુ થાય છે પછી આગળ જોઈયે, શું થાય છે ભાગ ૨માં.


અકસ્માતની, ભવ્યાના મૃત્યુની વાત મારા કાન સુધી પહોંચી ત્યાં સુધીમાં તો હું અર્ધબેભાન જેવો બની રહ્યો. મારા માન્યામાં નહિ આવ્યું. હુ તરતજ બાઇક લઇ ઘટનાસ્થળે પહોંચ્યો. કારની આસપાસ પોલીસ અને ઘણા લોકોનું ટોળું એકઠું થયું હતું. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી ચલાવનારનું શરીર ત્રણ ભાગમાં વહેંચાઈ દૂર સુધી ઘસડાયું હતું.વાત સાંભળવી પણ શક્ય લાગી નહિ. શરીરમાં ધ્રુજારી પ્રસરી રહી.


બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હુ સીધો એના ઘરે પહોંચવા મથામણ કરવા લાગ્યો પણ એનું ઘર - એના પપ્પા સઘળું યાદ આવ્યું. મારી ઓળખાણ ત્યાં કેમ આપવી એ વિચારવામાં હુ સીધો સીટી હોસ્પિટલ પહોંચ્યો. તેના પિતાને થોડા સબંધીઓ રડારોળ કરી રહ્યા હતા. તેની મમ્મી દેખાઈ નહિ. હુ દૂરથી સઘળું નિહાળી રહ્યો. મારે એક વાર ભવ્યાને જોવી હતી. મારી ભવ્યાને સ્પર્ષવી હતી. શું વિચારેલું ને શું થઈ ગયું ? હુ ચૂપચાપ દિગ્મુઢ બની એ સફેદ કપડામાં ઢંકાયેલા પાર્થિવ શરીરને નિહાળી રહ્યો. મારા આંસુઓ કાબૂમાં ના રહ્યા. હુ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને સ્વીકારવા સક્ષમ ન્હોતો. હ્રદય રડું રડું થઈ રહ્યું. આખરી સમયે પણ ભવ્યાને હું મારી કહી એને એક વાર મળી શક્યો નહીં. રડતા ચહેરે હુ ઘર તરફ વળ્યો.


દિવસ રાત હુ એના વિચારો કરીને પાગલ જેવો બની ગયો. બે દિવસથી બસ ખાધા વિના પડી રહ્યો હતો. રાત્રીના બાર ઉપર વાગ્યા હશે. હુ પલંગ પર પડી રહ્યો હતો. ગાઢ અંધકાર મારા રૂમમાં પ્રવર્તી રહ્યો. બારી તરફ જોતા આકાશમાં તારાઓ ઝાંખા અજવાશ સાથે વાતો કરી રહ્યા હોય એવું લાગ્યું. એવામાં ઠંડી પવનની લ્હેરખી આવીને મને સ્પર્શી ગઈ. થોડો પ્રકાશ જેવો પણ થયો. વીજળીના ચમકારા જેવો. એવામાં અવાજ આવ્યો. હુ આજુબાજુ જોઈ રહ્યોં . કોઈ દેખાયું નહી. ફરી અવાજ આવ્યો... શિવમ.. શિવમ... મને પ્રેમથી બોલાવતી હતી એ.... એ જ અવાજ ...


મારી સામે ભવ્યા ઉભી હતી. ભયાનક કંપન પ્રસરી રહ્યું. હુ વિચારતો રહ્યો .સ્વપ્ન કે આભાસ કે પછી બીજું કંઈ... 'ભવ્યા તું ?'

'હા..શિવમ હુ.. તારી ભવ..યા.... કેમ આવું પૂછે છે ?'

'અરે તારું મૃત્યુ, એક્સીડન્ટ...' હુ થોથવાતા થોથવાતા બોલ્યો. જીભ ઉપડતીજ ન્હોતી. મારુ મગજ બહેર મારી ગયું હતું. જે થયું એ સ્વપ્ન હતું કે સામે ઊંભેલી ભવ્યા... શું સાચું માનવું ?


'યાર... શિવું તું ભાનમાં તો છે ને ! શું બોલી રહ્યો છે. હુ તારી સામે છું ને તું મારી આવી વાતો. ચાલ હવે બહાર જઈએ.' એક અદ્રશ્ય તાંતણાથી હુ ખેંચાઈ રહ્યો હોઈ એવું લાગ્યું. એ મને ઘર બહાર લઈ ગઈ. આજુબાજુ અંધકારનું સામ્રાજ્ય હતું.


'શિવું... ચાલ લોંગ ડ્રાઈવ પર. મારા આશ્ચર્ય વચ્ચે બાઈકની ચાવી એના હાથમાં હતું. હુ પણ બાઇક પર બેઠો. એ મારી પાછળ બેસી ગઈ. સાડી પહેરેલી હતી એણે એટલે એક સાઇડ પર બેઠી. અમે અસંખ્ય વાર આ રીતે એકબીજાને અડોઅડ બેઠા તા. અમે હાઈવે તરફ આગળ વધ્યા. એક અજાણ્યા રસ્તે આમ ભવ્યાંને લઈ બાઇક પર જવું ખતરા સમાન હતું છતાં અમે બન્ને આગળ જતાં રહ્યાં. હુ કશુ બોલતો નહોતો. રસ્તામાં લાઇટ જેવું એક ઠેકાણે દેખાયું. હોટેલ હતી મોટી. ભવ્યા કહે મને ખૂબ ભૂખ લાગી છે તેથી મારી બાઇક થોભાવી. આટલી રાતે હોટેલમાં ખાવા આવનાર કદાચ અમે બે જ હતાં. જમવાનું ત્યાં કશું હતું નઈ બસ હળવો નાસ્તો મળશે એવું એક વેઈટરે કહ્યું. છતાં અમે બન્ને એ ત્યાં નાસ્તો કર્યો. કેટલી બધી વાત કરી રહી હતી ભવ્યા... હુ એને જોઈ રહ્યો.


'ખરી છો, તું આમ રાતે નીકળાય ઘરેથી.

'ભૂખ લાગેલી ને તારા જેવા પ્રીતમની યાદ વળી.'એ બોલી.

'ઘડિયાળમાં નજર નાખતા બોલી શિવુ ચાલ...' બહુ મોડું થયું.

મે પણ અંધકારભર્યા આકાશને જોઈ એની હામાં હા મિલાવી. રાત હોવાથી મે એને ઘરે ઉતારવાનું પૂછ્યા વિના એના ઘર તરફ બાઈક લીધી. એના ઘરના ગેટ પર ઉતારી. 


'અરે, પપ્પા જોઈ લેશે.. ફટાફટ ભાગ.'

'એના પપ્પાની બીકે હું એને હવામાં બે ત્રણ વાર હાથ હલાવી બાઈ કહી ઘર તરફ આવી ગયો. સવારે હું ઉઠ્યો ત્યારે હું પલંગમાં હતો . રાતે બનેલ બીના મને સંપૂર્ણ યાદ હતી. ગભરાટ વ્યાપી ગયો. ગભરાટ સાથે મે ભાવ્યાનો મોબાઈલ નંબર ડાયલ કર્યો. સામે છેડે એના ફોનમાં બસ ડાયલ ટોન જ સંભળાતો હતો. થોડી વારમાં ભવ્યાની સામેથી રીંગ આવી. થોડી હાશ થઈ.

'ઊંઘણસિંહ, હજુ ઊઠ્યા નઈ ? ચાલ કોલેજ નથી જવાનું ?'


ફરી ગભરાટ વ્યાપી ગયો. મને થોડો તાવ હોઈ એવું લાગ્યું. મારી આંખો પણ થોડી સૂઝેલી હતી. શરીરમાં કળતર હોઈ એવું લાગ્યું. તેથી મે કોલેજમાં આવવાની ના કહી. બપોરે મળીયેનું વચન આપી તરત ફોન કટ કર્યો. થોડું મનમાં ગડમથલ જેવું લાગતા મે માનસીને ફોન કર્યો.


'હેલ્લો, માનસી...'

'ના હુ એનો ભાઈ... તમે?'

'હુ એની કોલેજની - સોરી - ભવ્યાંનો .. મારી જીભ થોઠવાઈ. મારે માનસી સાથે ખુબ જરૂરી વાત કરવી છે.' 

'માનસી મારા મમ્મી સાથે હમણાં જ ફોઈ ના ઘરે નીકળી ઉતાવળમાં ફોન ઘરે જ ભૂલી ગઈ છે.'


મે ફોન કટ કરી નાખ્યો. હવે શું કરવું ? મારી સાથે જે થયું એ સઘળું શું... કેમ ? મનમાં ચાલતા વિચારોનું મારી શંકાનું નિવારણ કરવાનું નક્કી કર્યું. બાઈકની કી લઈ હુ ઘરમાંથી નીકળ્યો. બાઈક સ્ટાર્ટ કરી પણ સ્ટાર્ટ ના થયું. જોયું તો પેટ્રોલ કાંટો રિઝર્વના નીચે હતો. પેટ્રોલપંપ સુધી જવાઈ એટલું પણ પેટ્રોલ ન્હોતું. તો રાતે બાઈક ચાલી કેવી રીતે ? પેટ્રોલ તો કોલેજમાં સ્પર્ધાના દિવસે જ પૂરું થયેલું ને નખાવવાનું રહી ગયેલું. ફરી એ બધું વિચારવાનું મૂકી મે રિક્ષામાં જવાનું નક્કી કર્યું. તરત રાતવાળી હોટેલ, એ લોંગ ડ્રાઈવ ફરી ફરીને યાદ આવી. તેથી હાઇવે તરફ જઈ તપાસ કરવાનું નક્કી કર્યું. એ રોડ બાજુ પેસેન્જર વાહનો ખુબ ઓછા જતાં. તેથી પેસેન્જર ના મળે એટલે રિક્ષાઓ એ તરફ જતી નહિ. ખાસ્સો અડધો કલાક ઊંભોં રહ્યો. પણ રિક્ષા મળી નહિ. ડબલ ભાડુની વાત કરી ત્યારે માંડ એક રિક્ષાવાળો મારી સાથે આવવા તૈયાર થયો. રિક્ષામાં ફટાફટ બેસી હાયવે બાજુ ગયા. 


રિક્ષાવાળો વારંવાર પૂછતો હતો કે ક્યાં જવું ? પણ મંઝિલ તો માટે પણ શોધવાની હતી. ખુબ દૂર સુધી ગયા પણ એ રસ્તામાં કોઈ હોટેલ મને દેખાઈ નહી. રાતે તો દસેક કિમીની અંદરજ હોટેલ આવી ગયેલી. 'ક્યાં હશે હોટેલ ?' હુ વારંવાર હજુ આગળ... આગળ... બસ એટલુંજ બોલતો રહ્યો. ભયથી થોડો થરથરાવતું કંપન હુ મહેસૂસ કરી રહ્યો. હોટેલ... એ વેટર... નાસ્તો.. એ બધું શું હતું ? મને કશું સૂઝતું નહોતું. મે રિક્ષાવાળાને આ રસ્તા પર એક હોટેલ હતી તે વિશે પૂછ્યું.


'અરે સાહેબ, અહી ૩૦ કિમી સુધી એક પંકચર સ્ટોર પણ નથી હોટેલ તો શું હોય " આ હાયવે પર ૩૦ કિમી ઓછી એક નાનું ગામ આવે છે ત્યાં બે ત્રણ ગલ્લા છે. પણ હોટેલ તો છે જ નહીં. તમે નવા લાગો છો આ વિસ્તારમાં.'


મે ફરી ગભરાતા ગભરાતા ભવયાનો નંબર ડાયલ કર્યો. પણ એંગેજ ટોન જ આવતો રહ્યો. .મે વારંવાર ડાયલ કર્યો કર્યો એનો નંબર. ધડકન ખુબ તેજ થઈ ગઈ. નાછૂટકે રિક્ષાવાળાની વાત માની અને ફરી સીટી તરફ આવ્યા. બપોરના બારેક વાગ્યા હતા. રાતનો ઉજાગરો હોવાથી આંખો ઘેરાતી હતી. ભૂખ પણ ખૂબ જ લાગી હતી. અશક્તિ વર્તાઈ રહી. શરીર તાવ અને ભયના મિશ્રિત ભાવથી તપી રહ્યું. ઘરમાં દાખલ થઇ તરત ફ્રીજ ફંફોસ્યું. કશું ખાઈ લઉં તો સારું લાગશે. પણ એકલો રહેતો હોવાથી ઘરમાં ખાવાની કોઈ ચીજ જડી નહિ. હુ બે દિવસથી કશું લાવ્યોજ નહોતો. એટલામાં જ ડોરબેલ વાગી. 


'મારા ઘરે મારા મિત્ર કેવિન કે માહિર આવે અને બાજુવાળા મકાનમાલિક આંટી અંકલ સિવાય બીજું કોઈ આવતું નહિ. માનસી ને ભવ્યા કોઈક વાર જ. ઘરેથી કુરિયર સર્વિસ બોય કદાચ હોઈ. હજુ ડોરબેલ રણકતી હતી.  ફરી ભવ્યાનું નામ યાદ આવતા જ ધીમેથી જઈ મે બારણુ ખોલ્યુ. ભવ્યા સામે જ ઊભી હતી...

ક્રમશ:


Rate this content
Log in