Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Tanvi Tandel

Children Inspirational Thriller


3  

Tanvi Tandel

Children Inspirational Thriller


સંઘર્ષ

સંઘર્ષ

4 mins 833 4 mins 833

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ માટે

હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી.

એક સામાન્ય ક્ષણમાં જીવન પરત્વેની દષ્ટિ બદલવાની તાકાત હોય છે. અહી એક જીવાતી જીંદગીની વાત કરવાની છું. નાનકડી આ ઘટના.. નગણ્ય લાગતા આ બનાવે મારા જીવનને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી.

કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે.આ ભીતરમાં ધરબાયેલી યાદોને આપણી નજીક લાવતો આશપ્રેરક વરસાદ, સુંદર ફુલો - જેને આંખો થકી નીરખી શકીએ,,જેની સાથે બેસીને મનોમન રંગીન બની જવાય. .... આખું આકાશ...ધરતી આપણી છે.

આપણી પાસે આપણાં સુખ દુઃખમાં સાથ આપનાર પરિવાર, આપણને પૂર્ણતા બક્ષનાર, હતાશા દૂર કરનાર, હાસ્ય જગાડનાર, આપણી જરૂરિયાત પૂરી કરનાર પરિવાર છે. દુનિયાના ખૂણામાં એવી કેટલીયે આંખો છે જે બધા માટે તલસતી હોય. છતાં આપણે હરદમ એક ખુશીની શોધમાં જ હોઈયે છીએ.અને એમાં આપણા વર્તમાનને જીવવાનું, માણવાનું ભૂલી જઈએ છીએ. અપ્રાપ્યની ઝંખનાને પ્રાપ્યનો અસંતોષ....એ જ આપણી ટેગલાઈન.

આપણે ટ્રેનમાં-બસમાં બધે એક માલિકીની મનગમતી જગ્યા શોધતા હોઈયે છીએ, બારી પાસે સીટ મળે તો સારું...ખબર છે આ એક ભાડાની મુસાફરી છે ને આપણા સ્થળે ઉતરવાનું જ છે જગ્યા ખાલી મૂકીને...છતાં કેટલી માથાકૂટ.કોઈ સ્ત્રી કે વૃદ્ધ ઊભું હોય છતાં કેટલી શાંતિથી સીટ પર બેઠા હોય છે. સીટ જેટલી તુચ્છ બાબત આપણાથી જતી કરાતી નથી. આપણું મન જ એવું છે લાલચુ. ઓછા સમયમાં બધુજ પામી લેવાની આપણી પ્રકૃત્તિ છે. માઇન્ડ સેટ જ આપણું એવું કે પૈસા કમાવવાને સુવિધાઓ વધારવી.

એક સામાન્ય લાગતી ઘટના, એ ..... એક દિવસ હું મારી પ્લેઝર લઈ શાળાએ જતી હતી. રસ્તામાં એક સાઈડ પર તાજા જાંબુડિયા રંગના રીંગણાની લારી જોઈ. શાળાનો સમય સાચવવા ત્યાં થોભવું મને જરૂરી ના લાગ્યું. પણ લાલચ.... હા એ તાજા રીંગણાં... હું બાઇક ત્યાં લઈ ઊભી રહી. એક નાનકડું બાળક, આશરે પાંચમાં ધોરણમાં ભણતો હશે. એ છોકરો લારી પર ઉભો હતો. અરે તમે કહેશો કે શાકભાજી વેચતા બાળકો તો કેટલાય ઠેકાણે હોય. પણ એ છોકરો કંઇક લખી રહ્યો હતો. મને જોઈ ને પણ લખતો જ રહ્યો. મને આશ્ચર્ય થયું.. કે ગ્રાહક સામે હોય તો શાકભાજી વેચવાની જગાએ એ શું મહત્વનું લખી રહ્યો હશે? મોટાભાગે આ વિસ્તારમાં બાળકોને લખવા વાંચવાનો શોખ ક્યારેય નથી થતો એ તો અમે રોજ અનુભવીએ. શાળાએ શોધી શોધીને બાળકો અમે લાવતા એ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર ઉભર્યું. મે પૂછ્યું કેમ આપ્યા રીંગણ? એણે નોટમાં જ લખતા લખતા કહ્યું ૨૦ ના સેર. મને થયું આ લખે છે શું? .. એટલે ફરી પૂછ્યું શું લખે છે અલ્યા... અહીંની જ બોલીમાં.. એ બોલ્યો બેન લેહન કરું સુ..

રસ્તા પર લારી લઈ લેસન કરવું, એના કરતાં શાળાએ જવું વધુ સારું નહિ. મે આજુબાજુ જોયું કોઈ હતું નહિ. રસ્તા પર જ એનું ઘર હતું. નાનું કદાચ ૫ મહિનાનું બાળક સુતું હતું લારી નજીક જ એક સાડી ના આશરે. ઘોડિયું બંધાયું હતું પણ સાડીનું. એના માં બાપ ક્યાં ગયા હશે કે બન્ને બાળકો આમ ... થોડો ગુસ્સો આવ્યો. મે પેલા છોકરાને કહ્યું તું ભણવા નિહાળે નથ જાતો? ને તારા માં બાપુ ક્યાં?

એ નિર્દોષ ભાવે મને તાકી રહ્યો. બોલ્યો... એ તો મજૂરીએ જ્યા. હુ ન મારી નાની બું જ સીએ. આજ એને હાચવવાંની હ એટલે નિહાળે નથ જ્યો. એ હુય ગ્ય સ તેથી લેહન કરવા બેઠો. ને આ રીંગણાં વેસુ તો પૈસા બી મલે.

મે એના ઘર તરફ નજર નાખી. ઘર તો શું... બસ ઝૂંપડું.,., લાકડાઓ ને માટી થી બનેલું. બહાર એક ખાટલો અંદર થોડા વાસણ ને માટલું. ના હતું એસી કે ના હતું બાથરૂમ, ના કપડાઓ ભરેલ તિજોરી કે ના હતા સોફા...

એસી કરતા ઠંડો પવન એના ઘરમાં કુદરત દ્વારા મળતો હતો. તે પણ વગર વીજ બિલ ભર્યે..વગર ફ્રીજે પણ આ પરિવાર જીવતો હતો.

આ બાળકે તેના પરિવારે ઘણીય સુવિધાઓ જે આપણા સૌ પાસે છે તેના વિના પોતાની પરિસ્થિતિ સામે સમાધાન નહિ સમાયોજન સાધ્યું હતું. અગવડતામાં પણ સગવડતા ઊભી કરી હતી. ને જીવતું હતું.

કદાચ પિત્ઝા બર્ગર આ બાળકે નહિ ખાધા હોય છતાં રીંગણ ને રોટલા ખાઈ પોતાના સાહેબે આપેલું ગૃહકાર્ય કરતો હતો. ભણતર સાથે આટલી નાની ઉંમરે કુટુંબની મોટા ભાઈ તરીકે જવાબદારી પણ અદા કરતો હતો. પોતાનાથી નાની બહેનને સુવડાવી બે રૂપિયા આ રીંગણ વેચીને કમાણી કરી પોતાના માં બાપને મદદરૂપ થઈ ખુશ રહેતો હતો. તેની આંખોમાં અજબ તેજ હતું. મોં પર કોઈ પણ જાતના અસંતોષ વિના હાસ્યથી છલકાતો ચહેરો.

આ બાળકે મને સાચે જ વિચારમગ્ન કરી દીધી. મને તરત જ આજના શહેરમાં રહેતા ઘરમાં શાક રોટલી ના ખાઈ મોબાઈલ, ચોકલેટ, પિત્ઝા માટે જીદ કરતાં ભૂલકાંઓની છબીઓ યાદ આવી ગઈ.

બેન, કેટલા કરું?

એના અવાજે મને ખ્યાલ આવ્યો કે હું રીંગણ લેવા ઉભી હતી. મને થયું કે આ બાળકની મદદ મારે કરવી જોઇએ એટલે મે 100 ની નોટ કાઢી ને સેર રીંગણ લીધા ને એ બાળક પૈસા પાછા આપતો હતો ત્યાં કહ્યું રેવા દે તારી પાસે. કોઈ કામ આવશે. એ હસતા હસતા ચોખ્ખી ના કહી મને પરત પૈસા આપ્યા. સ્વાભિમાન પણ જબરું હો.

આખો દિવસ આ બાળક મન પર અસર કરતો રહ્યો. સાંજે ઘરે જઈને આવીને તરત જ મે એસી ની ઓન બટન પડતાં જ એ બાળકનું ઘર યાદ આવ્યું. તરત જ મે એસી બંધ કર્યું.

આજે કુદરતી હવામાં મારો રુંધાયેલો શ્વાસ મને ફરી મળ્યો. મે મનોમન પ્રભુ પાસે આભાર માન્યો. મારી પાસે રહેલ અઢળક સુવિધા... મારો પરિવાર...મારી નોકરી.. સઘળાં નો. ને નકામા ખર્ચ પર કાપ મૂકવાની શરૂઆત કરી.


Rate this content
Log in

More gujarati story from Tanvi Tandel

Similar gujarati story from Children