વફાથી છલોછલ બેવફાઈ
વફાથી છલોછલ બેવફાઈ
રેખા આમતો પરણિત હતી. સત્તર વર્ષની વયે જ દસમા ધોરણમાં ભણતા ભણતા જ પ્રેમના પાઠ ભણવા લાગી અને અન્ય જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરવાની જીદ કરી. મા બાપ વૈષ્ણવ કુટુંબ હોવાના કારણે વિરોધ કર્યો. પરંતુ રેખા એ ઝેર પીવાની ધમકી આપીને માને બોલતી બંધ કરી ભાગીને લગ્ન કરી લીધા.
સમય વીતતાં પ્રેમનો નશો ચડે એ પહેલા જ બે બાળકોની મા બની. તે દરમિયાન તેના પતિનો પણ પ્રેમનો નશો ઉતરતા તે અન્ય યુવતી તરફ આકર્ષાયો. અને શરૂ થયો પતિ પત્ની વચ્ચેનો બેવફાઈનો ખેલ. અને પતિની બેવફાઈનો બદલો રેખાએ બેવફાઈથી લેવાનું વિચાર્યું અને એનાથી દસ વર્ષ મોટી ઉમરના પુરુષ સાથે પ્રેમમાં પડી. એમાં એ ધરાઈ ત્યાં તો તેનાથી ત્રીસ વર્ષની ઉમર હસમુખ રાય સાથે પ્રેમમાં પડી. ખરેખર તો હસમુખરાય એના શાળાના શિક્ષક હતા અને શાળા દરમિયાન જ તેમના પ્રેમમાં પડી હતી. અને એ પ્રેમ ફરી વર્ષો પછી ઉજાગર થયો ને શરૂ થયો પ્રેમનો નવો અધ્યાય. પતિ અને પ્રેમીને બાજુ પર મૂકી હસમુખ રાય સાથે પ્રણયના ફાગ ખેલવા લાગી.
અને એક દિવસ હસમુખ રાય ઉમરના હિસાબે હ્રદયથી નબળા પડતાં એટેક આવ્યો અને હોસ્પિટલમાં દાખલ થયા. જેની જાણ રેખા ને થતા તે અમદાવાદ ફરવા ગઈ હતી તે તેનો પ્રવાસ ટૂંકાવીને હસમુખ રાય પાસે દોડી આવી. પણ તે પહેલાં હસમુખ રાયે રેખાને એક મેસેજ સાથેનો બુકે પુષ્પગુચ્છ મોકલી આપ્યો હતો. આ બુકે વિશિષ્ટ પ્રકારનો હતો. તેમાં, રેખાએ અગિયાર ફૂલોની ગણતરી કરી. અને ફૂલોને જોઇને તે ખૂબ રાજી થઈ સાથે તેમાં એક નાનો સંદેશો સામેલ હતો. તેમાં સુંદર અક્ષરોમાં લખવામાં આવ્યું હતું:
“તમારા માટેનો આ મારો પ્રેમ છે. આ બુકેમાં, પુષ્પ ગુચ્છમાં છેલ્લું ફૂલ મૃત્યુ પામે ત્યાં સુધી હું જીવતો રહીશ.”
લિ.
તમારા માટે મારો શાશ્વત પ્રેમ.
હસમુખ રાય
આ સંદેશો તેની જિંદગીના પહેલા પ્રેમી હસમુખ રાય તરફથી હતો. ભલે તે ઉંમરમાં તેનાથી ત્રીસ વર્ષ મોટો હતો પણ પ્રેમ કરવામાં તરવરતો યુવાન હતો. અને સુરક્ષિત હતો. લોકો બાપ દિકરીનો જ સબંધ માનતા હતા. પણ હકીકતમાં તેઓ એકબીજાને તનથી વરી ચૂકેલા પ્રેમી પંખીડા હતા. જેને એક દિવસ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં આઈ સી યુમાં હતા. રેખા તેનો પ્રવાસ ટુંકાવી ને હોસ્પિટલથી હસમુખરાયને મળીને સાંજે ઘરે ગઈ અને ફૂલોને પાણીથી ભીના પલાળી ને તાજા રાખ્યા. એક પછી એક દિવસ, ફૂલો થોડા થોડા ઓછા સુંદર બન્યા પછી મુરઝાવા લાગ્યા અને એક પછી એક બધા મુરઝાઇને મૃત્યુ પામ્યા.
બધા પરંતુ એક ફૂલ તાજુ જ રહ્યું. જોકે તે સુગંધ ગુમાવી ચૂક્યું હતું. પણ તે જીવતું હતું. હવે તેને તેનાથી ત્રીસ વર્ષ મોટી ઉમરના મિત્ર હસમુખ રાયનો મોકલેલો સંદેશ સમજાયો. તેને સમજાયું કે બુકેમાં, પુષ્પગુચ્છમાં એક કૃત્રિમ ફૂલ હતું જે કાયમ માટે જીવીત રહેશે. અને હસમુખરાયનો પ્રેમ પણ અમર બની રહેશે.
આને કહેવાય વફાથી છલોછલ બેવફાઈ.