તારા વિના વિતે એ ઉમર છે
તારા વિના વિતે એ ઉમર છે


તારા વગર જે વિતે છે એ ઉંમર છે,
તારી સાથે જે વીતશે એ જિંદગી હશે.
એવું કહેવાય છે કે સફળતા દરમિયાન દસ આંગળી દ્રારા પાડવામાં આવતી “તાળીઓ” કરતા…નિષ્ફળતાના સમયે એક આંગળી દ્રારા લૂછવામાં આવતા “આંસુ” વધારે “મુલ્યવાન” છે. આવું જ કંઇક થયું પ્રણવના જીવનમાં. અને અહીંથી શરુ થઇ પ્રણવની રાવન Ra.one બનવાની શરૂઆત.
મીનાક્ષી એને માટે મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક બની ગઈ હતી. એણે જણાવ્યુકે પ્રણવના રસ્તામાં ઘણી મુશ્કેલી હતી એ કાયમ કહેતો મિનાક્ષી, મારા જીવનમાં મુશ્કેલીનો પહાડ છે. તું મારા જીવનમાં આવી સુખી નહિ થાય, મને મારા હાલ પર છોડી દે. ત્યારે મીનક્ષીએ કહ્યું; ”પ્રણવ, સંબંધ પ્રેમ દોસ્તી કડી પણ વૃદ્ધ થતી નથી, જિંદગીના અંતિમ મુકામે ને અંતિમ શ્વાસ સુધી થઇ શકે છે. હું મારા શ્વાસો તને આપીને પણ જીવાડીશ તને. પણ એક વાત મારી તારે માનવાની છે તારે દારૂ, સિગારેટ અને ગુટખા છોડવું પડશે. હું તને મદદ કરીશ. પ્રણવ માટે મુશ્કેલ તો હતું પણ અશક્ય પણ નહોતું. એનો આત્મ વિશ્વાસ બુલંદ હતો. અને એણે મિનાક્ષી અને પોતાની જાતને વચન આપ્યું કે તે તમામ વ્યસન છોડીને જ બતાવશે.
શરૂઆત થઇ એના શરીરની વિદ્રોહ કરવાની. ઘણા વ્ય્સાનો એણે પાળી રાખ્યા હતા. એટલે એકાએક શરીર પણ માને એવું નહોતું. અને એના શરીરે બળવો પોકાર્યો. એને લીવર ઇન્ફેકશનની શરૂઆત થઇ. અને એના શરીરના બાકીના તંત્રોએ પણ સાથ આપવાનું બંધ કર્યું. એકાએક બધું એક ઝાટકે છોડવાથી એને હોસ્પીટલમાં દાખલ થવાનો વારો આવ્યો. એક વહેલી સવારે પ્રણવે મીનાક્ષીને ફોન કર્યો; ”મને પેટમાં જોરદાર દુઃખાવો ઉપડ્યો છે. હું કદાચ....” અને બાકીના શબ્દો આંસુમાં વહી ગયા. અને મિનાક્ષી હોસ્પીટલમાં દોડી ગઈ. અને એનો હાથ પકડી ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું, પ્રણવ ધીરજ રાખ તને કાઈ નહિ થાય. તારી મને મારા સમાજને ખુબ જરૂર છે. હું સાવિત્રી બનીને તને યમરાજા પાસેથી પણ પાછી લઇ આવીશ.”
પણ ઈશ્વર પણ એમના પ્રેમની પરીક્ષા લેતો હતો. પ્રણવની દિવસે ને દિવસે હાલત બગડતી જતી હતી. એક સમય એવો આવ્યો કે જયારે એના મલ્ટી ઓર્ગન ફેઈલ થવા માંડ્યા. એને આઈસીયુ માં દાખલ કરવો પડ્યો. છેવટે પ્રણવ હિમત હારી ગયો. અને એણે મિનાક્ષીના ખોળામાં માથું નાખીને કહ્યું, “ મીનું, હું હવે નહિ બચી શકું. હું મરી જ જઈશ. મારી એક વિનંતી છે મીનું, મને તારા હાથથી છેલ્લું પાણી પીવડાવી દે અને મારા મૃત્યુ બાદ ગંગા જળ પણ તું જ પીવડાવજે. તારા હાથમાં મારો હાથ લઈને મારે છેલ્લો શ્વાસ છોડવો છે. ગુડ બાય મીનું..” અને એ નાના બાળકની જેમ રડવા લાગ્યો. પહેલા તો મિનાક્ષી ડરી ગઈ. એણે પ્રણવને માથે હાથ ફેરવીને કહ્યું, “પ્રણવ તને કઈ જ નહિ થાય તેં કોઈનું ખરાબ નથી કર્યું. ઈશ્વર તને જરૂરથી બચાવશે. બસ તું હિમત નહિ હાર તારી જીજીવિષા ટકાવી રાખ.” અને આટલું બોલતા તો એ પણ રડવા લાગી. કોણ કોને આશ્વાસન આપે ? ચારેય આંખોમાં ચોમાસું બેસી ગયું હતું.
આંસુઓનું પુર આવ્યું હતું. અને અંતે પ્રણવ કોમામાં સારી પડ્યો. પણ મિનાક્ષી હિંમત હારી નહિ એણે દવા સાથે દુવાઓ માંગવાનું શરુ કર્યું. અંતે એણે વધુ સારવાર માટે મુંબઈ લઇ જવો પડ્યો. એ યમસદનના દ્વારે પહોચી ગયો હતો ને એક દિવસ ચમત્કાર થયો અને એ કોમામાંથી બહાર આવ્યો. મિનાક્ષીની દુવાઓ ફળી. સાચો પ્રેમ જીત્યો. મિનાક્ષીના પ્રેમની કુખેથી નવા પ્રણવનો જન્મ થયો. આને શું કહીશું ? પ્રેમ એક ઋણાનુબંધ...સ્તો.
અને પ્રણવે શરૂઆત કરી એના નવજીવનના “આરોહણ” ની મિનાક્ષીની સાક્ષીએ.