Dilip Ghaswala

Inspirational

4.5  

Dilip Ghaswala

Inspirational

કહો દુશ્મનને કે

કહો દુશ્મનને કે

4 mins
645


કહો દુશ્મનને કે..

ભરતીની જેમ પાછો જરૂર આવીશ,

એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.

ભાગ્યે જ કોઈ એવું હશે, કે જે, જાહેરમાં સ્વીકારી શકે કે, ' હા,... હું વ્યસની હતો.' આવા જ એક સુરત શહેરના જાણીતા તબીબ ડો. પ્રણવ પચ્ચીગર જેઓ, છેલ્લા વીસ વર્ષથી ગુજરાત ગેસ સર્કલ અડાજણ ખાતે ' કર્મ ' નામથી સાયકિયાટ્રીઅને સેકસ વિષયક તકલીફોના નિદાન અને નિવારણ તેમજ સારવાર માટે, ક્લિનિક ચલાવે છે. એ પોતાની જાતને રાવણ તરીકે ઓળખાવે છે. પણ એમનો ભાવાર્થ સમજવા જેવો છે.

RA.ONE એટલે કે(recovered addict since one year)ના નામ થી તેઓ, વ્યસન મુક્ત વ્યક્તિ થયાની વાર્ષિક ઉજવણી ૧૬મી ડિસેમ્બર ગુરુવારના રોજ કરવા જઈ રહ્યા છે. એમની આ ઉજવણીમાં સહભાગી થઈ તેઓને અને એમના થકી સમાજને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવાનું અભિયાન છેડ્યું છે એમણે.

ડો. પ્રણવ પચ્ચીગરે M.Dની ડીગ્રી સરકારી તબીબી મહા વિદ્યાલય સુરત ખાતેથી લીધી છે. આ સાથ તેઓ છેલ્લા વીસ વર્ષથી માનસિક બીમારીના નિદાન અને સારવાર માટે ' કર્મ સેકસ એન્ડ સાયકીયાટ્રી ક્લિનિક ' મુકતાનંદ નગર, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ, સુરત ખાતે સેવા આપે છે. તેઓ, IMA, IPS (Surat branch), ડિસ્લેક્સીયા સેલ સુરત, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત, વગેરે ના આજીવન સભ્ય તરીકે કાર્યરત છે.

સુરત ઉપરાંત, દર બુધવારે તેઓ આલીપોર (ચીખલી), ડુંગરી, પારડી (વૃધ્ધાશ્રમ) ખાતે અને દર શનિવારે જીવનરક્ષા હોસ્પિટલ- સાયણ ખાતે સેવાઓ આપે છે. દર સોમવાર અને ગુરુવારે બપોરે છાયડો માનવ સેવા ટ્રસ્ટ ખાતે પણ સેવાઓ આપે છે. 

અધ્યયન અક્ષમતા ( leraning disability/ ડિસ્લેક્સીયા) વિષય પર પણ તેઓ બહોળું જ્ઞાન ધરાવે છે અને અવારનવાર જુદી જુદી શાળાઓમાં જઈને વિદ્યાર્થી અને શિક્ષકોને આ સમસ્યા અંગે માર્ગદર્શન આપતા રહે છે. દસમાં અને બારમાં ધોરણના વિદ્યર્થીઓને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને તેમાં પ્રશ્નપત્ર કે પરીક્ષાખંડ ને કારણે થતી ગભરામણનો ઉકેલ કેવી રીતે લાવવો તેનું વાતચીત દ્રારા સમાધાન અને સારવાર કરી આપે છે.

વ્યસનમુક્તિ માટે તેઓ ભિષ્મ પ્રતિજ્ઞા લઈ ચૂક્યા છે અને એમનું સૂત્ર " I QUIT... YOU ALSO CAN..." (હું છોડી શકું છું... તમે પણ છોડી શકો છો) ખૂબ જ પ્રશંશનીય રહ્યું છે. તેઓ વ્યસની વ્યક્તિના મન lના ઊંડાણ સુધી પહોચવાની કોશિશ કરે છે અને જે તે વ્યક્તિ વ્યસનમાં કેમ ખુંપતો ગયો તેનો, તેની અને તેના પરિવારની વાતો પરથી તાગ મેળવી જડમૂળથી તે વ્યસનીને નિર્વ્યસની બનાવવાની કોશિશ કરે છે અને મહદઅંશે સફળ પણ થાય જ છે. દવાઓનો ઉપયોગ ખપ પૂરતો જ કરવો, જીવનને જુદી રીતે જોતાં શીખવું, સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતાને સારવારમાં આવરી લે છે.

વ્યસન ફક્ત દારૂ, સિગારેટ, તમાકુ, ચરસ, ગાંજો કે અફીણનું જ નથી હોતું. આજકાલ મોબાઇલ અને ઈન્ટરનેટના બંધાણીઓની સંખ્યા પણ રોજબરોજ લાખોને પાર કરી રહી છે. જેને કારણે આપણું યુવા ધન વેડફાય રહ્યું છે. આ નવા પ્રકારના વ્યસન ની સારવાર પણ તેઓ નવી ટેકનોલોજીના માધ્યમથી અને પોતાની કુનેહથી કરી રહ્યા છે. 

ડોક્ટર હોવા ઉપરાંત, ડો. પ્રણવ પચ્ચીગર પોતે એક રંગમંચના કલાકાર છે, ગાયક છે, કાર્યક્રમના સંચાલનમાં પણ નિપુણ છે. પોતે ખૂબ ભાવુક અને મિલનસાર હોવા ઉપરાંત ક્યારેક કડવા પણ લાગે છે.

સુરત શહેરનું અનમોલ રતન એટલે ડૉ.પ્રણવ પચ્ચીગર તબીબી ક્ષેત્રે અદ્ભુત નામના મેળવનાર અને કળાનું કોઇપણ ક્ષેત્ર હોય એમાં ડૉ. પ્રણવ પચ્ચીગર ન હોય એવું બને જ નહિ. જિંદગીના અનન્ય મુકામ પર એમણે પ્રવેશ કર્યો છે. અને એમનું કાર્ય જુઓ તો કોઇ એક વ્યક્તિ એક જીંદગીમાં પણ પૂરું ન કરી શકે એટલું એમણે તબીબી અને અન્ય ક્ષેત્રમાં કામ કર્યું છે. નિર્વ્યસની થવાની અને નિર્વ્યસની બનાવવાની એમણે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે.

RA.ONE. એ એમની વિશિષ્ઠ ઝુંબેશ છે. જેમાં એમણે વ્યસન સો ટકા છોડાવવાની નેમ સાથે આ અભિયાન છેડ્યું છે. ખૂબીની વાત તો એ છે કે ડો પ્રણવ પચ્ચીગર આવી આદતોમાંથી પસાર થઈ ચૂક્યા છે. એટલે એમને ખબર છે કે આવી લતો કેટલી જીવલેણ નીવડી શકે છે.

ડો.પ્રણવ પચ્ચીગરનું વ્યક્તિત્વ જ અનાક્રમક, ખુબ જ સાદા, સીધા, સરળ, શાંત, સુશીલ સૌમ્ય સ્વભાવનુ છે. કોઇપણ દિવસ કારણ વગર ગુસ્સે ન થાય. જે કાર્ય હાથમાં લે તે પૂરું કરીને જ જંપે. સુરત શહેરની કોઇપણ સામાજિક કે તબીબી પ્રવૃત્તિ હોય એમાં એમનો સક્રિય ફાળો હોવાનો જ. હમણાં આ મહામારીના સમયમાં એમણે અનેક વેબિનાર કોરોના અંગેના કર્યા હશે. 

કોઇપણ કાર્યનું આયોજન ચીવટપૂર્વક કરે. અને એનો અમલ પણ ખુબ જ અસરદાર. એમનો મીઠો અવાજ, તબીબી વિષય પરનું ઊંડું જ્ઞાન અને પ્રભુત્વ એમની સારવારમાં ઉડીને આંખે વળગે. એમનો અવાજ સરોવરના જળ જેવો શાંત. ક્યાંય શોમેનશિપ નહિ. નિખાલસ પારદર્શક સ્વતંત્ર વ્યક્તિત્વ ડૉ પ્રણવ પરચીગર ધરાવે છે. પ્રાવીણ્ય એવું કે સિદ્ધિ જ વરે, સત્કર્મ એવું કે પ્રસિદ્ધિ જ મળે, વિદ્વ તેજ એવું કે બુદ્ધિ જ ફળે. ડૉ. પ્રણવ પચ્ચીગરના મોઢે કદીય કોઇની નિંદા નહિ. જેમની સાથે વેવલેન્થ હોય એમની સાથે મન મુકીને વાત કરે. પણ વાતોડીયા નહિ. મનની બારી ઉઘાડી રાખીને વાત કરે. પુરેપુરા સંવેદનશીલ. લાગણી ખરી પણ લાગણીવેડા ક્યારેય ન કરે. સ્વસ્થ અને શાંત જળમાંથી હોડી પસાર થાય અને પછી હોડીની જળ રેખા જળમાં ન દેખાય એ રીતે જીવન જીવી જાણે છે.

ડૉ પ્રણવ પચ્ચીગરનું ગોત્ર આનંદનું છે. અને તેઓ હમેશા આનંદની ઉજવણી કરીને તેઓ દરેક માનવીમાં લાઘવ શોધવાની આનંદ યાત્રા કરી રહ્યા છે. અને કરતા રહેશે. આ મુઠ્ઠી ઊંચેરા માનવના વ્યસન છોડો અભિયાન ને સફળતા મળે તેવી શુભેચ્છા અને અભિનંદન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational