Dilip Ghaswala

Inspirational

4.4  

Dilip Ghaswala

Inspirational

મોબાઈલની મોકાણ

મોબાઈલની મોકાણ

3 mins
443


અઢી વર્ષની કેના જન્મથી જ મોબાઈલ રમતી જોવા મળે છે. કેનાની મમ્મી તેજલની પાસે કેનાને મોબાઈલ આપવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. કારણ કે તેજલ એક શાળાની શિક્ષિકા છે અને શાળા સમય દરમિયાન કેનાની દેખરેખ રાખવાવાળું કોઈ ન હોવાથી ફરજિયાત કેનાને શાળાએ લઈને આવવું પડે છે અને શાળામાં તેજલને શાળાકીય કાર્ય કરવાનું હોવાથી કેનાને ફરજિયાત એક મોબાઇલ આપી રાખવો પડે છે. જેથી કરીને કેના મોબાઈલ જોઈને શાંત રહે છે અને તેજલને સરળતાથી નોકરી કરવા દે છે.

તેજલને ખબર છે કે નાના બાળકોને મોબાઈલ ન આપવો જોઈએ. પરંતુ મજબૂરીવશ કેનાને મોબાઈલની આદત જાણે અજાણે પાડી દીધી છે. કેના મોબાઈલમાં કાર્ટૂન અને અન્ય બાળ રમતો જોઈ જોઈને તે પણ મોબાઈલની વ્યસની થઈ ગઈ છે. તેજલ પાસે અનો કોઈ ઉપાય પણ નથી કે કઈ રીતે કેના પાસેથી મોબાઇલની આદત છોડાવી શકાય. હમણાં અન્ય શિક્ષકો અને આચાર્યશ્રીના કહેવાથી કેના પાસેથી મોબાઇલ લેવાનો પ્રયત્ન કર્યો તો તે નિષ્ફળ ગયો. હજુ પણ પ્રયત્ન ચાલુ જ છે કે જલદીમાં જલ્દી કહેના મોબાઇલની આદતમાંથી બહાર આવે અને બહારની દુનિયા સાથે કનેક્ટ થાય અત્યારે તો મોબાઈલની લતને કારણે કેના સાવ એકલી પોતાની જાત સાથે જ રમવામાં રત છે.

સમાજમાં આવી તો અસંખ્ય કેનાઓ હશે કે જેમને મોબાઈલની લત બે વર્ષથી જ લાગી ગઈ છે. મનોચિકિત્સક ડોક્ટર પ્રણવ પચિગર જણાવે છે કે જો તમારું બાળક છ વર્ષથી ઓછી ઉંમરનું છે અને તમે એને શાંત રાખવા ખવડાવવા કે મનાવવા માટે મોબાઈલ પર વિડીયો ગેમ કે કાર્ટુન બતાવશો તો તમારા બાળકનો શારીરિક વિકાસ અને માનસિક વિકાસ ચોક્કસપણે રુંધાઈ શકે છે. વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે બાળકોની એકાગ્રશક્તિ નબળી પડે છે યાદશક્તિનું સ્તર નિમ્ન કક્ષાએ આવી જાય છે. બાળકોને પોતાની રુચિઓ પ્રત્યે લગાવ રહેતો નથી અને એકલ પંડા થઈ જાય છે. સ્ક્રીન સમયનો વધુ પડતો ઉપયોગ થવાને કારણે તાણ અનુભવે છે. બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે. જેની માઠી અસર બાળકોના વ્યક્તિત્વમાં લાંબા ગાળા સુધી રહે છે. આ બાળક મેદાનમાં કોઈ સાથે રમતું નથી અને એનો શારીરિક વિકાસ પણ થતો નથી અને જો મોબાઈલ છીનવી લેવામાં આવે તો કયાં તો તે બેસી રહેશે અથવા અગ્રેસિવ થઈ જશે. જિદ્દીપણું ખૂબ બધું વધી જશે.

ન્યુરો સાયકોલોજીસ્ટ એવી સલાહ આપે છે કે ભાવનાત્મક અને બૌદ્ધિક રીતે બાળકનો વિકાસ થાય પછી જ તેમના હાથમાં મોબાઈલ મુકવો જોઈએ. ઘણી માતાઓ બાળકો તેમને હેરાન નહીં કરે તે માટે થઈને એક ખૂણામાં બેસીને મોબાઇલ જુએ તે માટે હાથમાં મોબાઈલ પકડાવી દે છે જે બહુ જ ખતરનાક છે લાંબે ગાળે આ ટેવ નુકસાન કરે છે. 18 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. 18 થી 24 મહિનાના બાળકોને માતા પિતાની દેખરેખ હેઠળ મોબાઈલ બતાવી શકાય અને બેથી પાંચ વર્ષના બાળકોમાં અઠવાડિયામાં ત્રણ કલાક મોબાઈલ આપી શકાય. સાવ નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે ઠપકો આપવાનું બંધ કરો બાળકને ક્યારેક મોબાઈલ ન આપીને પણ જુઓ કે શું કરે છે. મોબાઈલ ન મળતા થોડીવાર રડશે જીદ કરશે ગુસ્સો કરશે પણ માતાએ સંયમ રાખીને બાળકને રડવા દઈને પણ એને મોબાઈલ નહીં આપશે તો 48 કલાકમાં બાળક મોબાઈલની આ લતમાંથી છૂટી જશે.

મોબાઈલ છોડાવવા માટે બાળકની સાથે મિત્રની જેમ વર્તી શકો છો. એની સાથે રમતમાં જોડાઈ જાઓ. એમને ઘરના નાના નાના કામ સોંપો બદલામાં ઈનામ આપો. તેમના કામને વખોડી ન નાખતા વખાણ કરો. ભલે તે કામ તેણે ખરાબ કર્યું હોય તો પણ તેના પ્રયત્નોને બિરદાવો. નાના ભૂલકાઓને વાર્તા કહો. જાતે પ્રાણી બની જઈને તેનું મનોરંજન કરો. જો આ બધું કરશો તો તે કદી પણ મોબાઈલ નહી માંગશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational