STORYMIRROR

Dilip Ghaswala

Children Stories Inspirational

3  

Dilip Ghaswala

Children Stories Inspirational

ડેડી વગરનું ટેડી

ડેડી વગરનું ટેડી

2 mins
202


હમણાં ગૂગલ પર સરસ વાત વાંચી. વાત છે એક એવા પિતાની જે પોતાના શબ્દોમાં કહે છે..

નિત્યક્રમ પતાવી હું રોજના નિયમ પ્રમાણે મંદિર જવા નીકળ્યો. થોડે દૂર ગયો હોઈશ ત્યાં એક લઘરવઘર બાળકી હાથમાં તૂટેલી ફૂટેલી ઢીંગલી લઈને એક વિશાળ ટોય મૉલમાં એનાથી પણ કદમાં મોટા ટેડી ને બહારથી કાચમાં જોતી દેખાઈ.

હું નજીક ગયો એને જોવા માટે કે શું કરે છે એ...ત્યાં તો મૉલનો વોચમેન આવી ને એને ધમકાવા લાગ્યો.."એ ભીખારી નિકલ યહાંસે... જાતી હૈ કે એક થપ્પડ મારું ?" એ નિર્દોષ બાળકીની આંખમાંથી આંસુ તગતગી ઉઠયાં. એના આંસુ જોઈને હું મંદિર જવાનું ભૂલી ગયો અને એની પાસે જઈને એ જીવંત ટેડી ને મેં તેડી લીધું.. વહાલથી મેં એને પૂછ્યું, "કેમ રડે છે...?"એ માસુમે કહ્યું," હું ભીખારી નથી..પણ ગરીબ છું. મારા ડેડી નથી..ગુજરી ગયા છે..બહુ દારૂ પીવાથી...મારી મા આ દુકાનની ઉપર ફ્લેટમાં કામ કરવા ગઈ છે. એટલે હું ટેડી જોતી હતી. એટલામાં વોચમેને ખીજવાઈને ભીખારી કહીને ચાલી જવાનું કહ્યું...એટલે મને રડું આવી ગયું

. મારા ડેડી હોત તો આજે મને આ ટેડી અપાવતે..." કહી એ ફરી રડી પડી...મેં એનાં આંસુ લૂછીને કહ્યું, "રડ નહિ મારા ટેડી બિયર...! હું તને અપાવું છું આ ટેડી... ચાલ.." અને એને હું ટોય મોલમાં લઈ ગયો...એ તો રમકડાંની દુનિયા જોઈને ચોંકી જ ગઈ. હું એના હાવભાવ વાંચવા લાગ્યો અને મેં એને કહ્યું કે; "જા તારે જે લેવું હોય એ લઈ લે.." અને એ દોડતી શોરૂમ ના કાચમાં મૂકેલા ટેડી પાસે જઈને કહ્યું કે,"મારે આ જ જોઈએ છે."

મેં એ અઢીસો રૂપિયામાં ખરીદીને એને ગિફ્ટ કર્યું.

એ એટલી ખુશ થઈ ગઈ કે ન પૂછો વાત. એના નિર્દોષ હાસ્યમાં મને કનૈયાના દર્શન થયા..એના હાસ્યમાં ડેડી ડે ઉજવાતો લાગ્યો અને મારો ટેડી ડે ઉજવાયો. આ દોડાદોડીમાં હું મંદિરે જવાનું જ ભૂલી ગયો. અને મંદિરમાં જઈને મારે મહાદેવની બસો એકાવન રૂપિયા આપીને રુદ્ર કરાવવાની હતી. પણ મેં એ પૈસાથી ટેડી ડે ઉજવીને પુણ્ય કમાઈ લીધું. અને અને મને એક પંક્તિ યાદ આવી ગઈ..."ઘરસે મસ્જિદ બહુત દૂર હૈ.. તો યું કિયા જાય... કિસી રોતે હૂએ બચ્ચે કો હંસાયે જાયે."


Rate this content
Log in