Dilip Ghaswala

Children Stories Inspirational

4.5  

Dilip Ghaswala

Children Stories Inspirational

સ્માર્ટ વર્ક

સ્માર્ટ વર્ક

3 mins
400


હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક કરો..

રામુ અને શ્યામુ બે જીગરી દોસ્ત. એમના ખેતરમાં પાણીનો અભાવ આથી બંને મિત્રોએ પોતપોતાના ખેતરમાં પાણી મેળવવા માટે ખાડો ખોદવાનું શરૂ કર્યું.

રામુ પોતાના ખેતરની જમીનમાં એક ખૂણો પસંદ કરી ખાડો ખોદવાનું શરૂ કર્યું 10 ફૂટ સુધી ખોદયા કર્યુંપણ પાણી મળ્યું નહીં. આથી નિરાશ થઈને ખાડાની નજીક બીજો ખાડો ખોદવાનું શરૂ કર્યું. એમાં પણ પાણી નહીં મળતા એનાથી દૂર ફરીવાર ત્રીજો ખાડો દસ ફૂટ ખોદ્યો. પાણી નહીં મારતા માથે હાથ દઈને બેસી ગયો. આ બાજુ શ્યામુએ ખાડો ખોદવાનું શરૂ કર્યું. 10 ફૂટે પાણી નહીં મળતા વધુ ઊંડો ખાડો ખોદવાનું વિચાર્યું. બીજા 10 ફૂટે પણ પાણી નહીં મળતા હજુ બીજા 10 ફૂટ ખાડો ખોદવાનું ચાલુ કર્યું અને ચમત્કાર થયો 30 ફૂટ ખારો ખોદતા જ પાણીનો ફુવારો ઉડ્યો. એ ખુશીથી ઝુમી ઉઠ્યો.

હવે તમે વિચારી જુઓ બંને રામુ અને શ્યામુ એ મહેનત સરખી કરી પણ ફળ શ્યામુને જ મળ્યું. કારણકે એણે ધીરજ ગુમાવ્યા વગર એક જ જગ્યાએ મહેનત કરીને પાણી મેળવ્યું. જ્યારે રામુમાં ધીરજ શક્તિનો અભાવ હોવાથી દર 10 ફૂટે પાણી ન મળતા નિરાશ થઈને બીજી જગ્યાએ ફરીથી મજૂરી કરીને ખાડો ખોદતો ગયો પરિણામે હાર્ડ વર્ક કર્યું હોવા છતાં સફળ થયો નહીં. માટે જિંદગીમાં સફળ થવું હોય તો હવે સ્માર્ટ વર્ક કરવું જરૂરી બની ગયું છે. આ ઉપરાંત જીવનમાં અચાનક દુઃખ આવી પડે ત્યારે તેનો સામનો કરવા માટે આપણી પાસે શક્તિ હોતી જ નથી કારણકે આપણે આપણી શક્તિ રામુની માફક અન્ય ખાડા ખોદવા ખર્ચી કાઢીએ છીએ અને પરિણામ નહીં મળતા નસીબને દોષ આપીને બેસી રહીએ છીએ. જિંદગીમાં સફળ થવું હોય તો શ્યામુની માફક સ્માર્ટ વર્ક કરો. 

જીવનમાં મોટી સિદ્ધિ મેળવવા માટે નાની શરૂઆત કરવી પડે છે તમારા કામ ઉપર ફોકસ કરો અને સફળતા મેળવવા માટે અગર કપરા નિર્ણય લેવા પડે તો પણ એ લો. વહેલી સવારે ઊઠીને જે કામ કરવા મંડી પડે છે તેને બપોરનો તાપ લાગતો નથી. વિદ્યાર્થીઓએ એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે જો તમારે સફળ થવું હોય તો પહેલા તમે એ નક્કી કરી લો કે તમારે તમારી જિંદગીના પાંચ વર્ષ કાળી મજૂરી કરવી છે અને પછી બાકીની જિંદગી એશો આરામમાં વિતાવવી છે ? જે વિદ્યાર્થીઓ શાળા કોલેજ દરમિયાન અભ્યાસ નહીં કરીને મોજ મજા પાંચ વર્ષ સુધી કરે છે તેઓ બાકીની જિંદગી કાળી મજૂરી કરીને વિતાવે છે અને જે વિદ્યાર્થી પાંચ વર્ષ સખત મહેનત કરે છે તે બાકીની જિંદગી એશો આરામમાં વિતાવે છે.

પસંદગી તમારી છે તમારે સ્માર્ટ વર્ક કરવું છે કે પછી હાર્ડવર્ક? ચોઇસ ઇઝ યોર્સ ! દરેક મનુષ્યના જીવનમાં પરેશાનીઓ આવે છે, સમસ્યા પણ હોય છે, એની પ્રગતિમાં તમામ પ્રકારની અડચણો આવતી રહે છે, પણ સફળ એજ મનુષ્ય થાય છે જે આ બધા પ્રકારની પરેશાનીઓ સામે લડતો રહે અને એનો પુરી હિમ્મત સાથે સામનો કરે, ન કે એ મનુષ્ય જે સામે આવી મુસીબતોથી પીછો છોડાવવા પ્રયત્ન કરે અને એવો માર્ગ શોધે કે જેનાથી એને આ બધાથી છુટકારો મળી શકે. તમે ત્યાં સુધી નથી હારી શકતા, જ્યાં સુધી તમે પ્રયાસ કરવાનો નથી છોડી દેતા. જયારે તમે જન્મ લીધો હતો, ત્યારે તમે રડ્યાં હતા અને આખી દુનિયાએ ઉત્સવ મનાવ્યો હતો. પોતાનું જીવન એવું જીવો કે તમારા મૃત્યુ પર આખી દુનિયા રડે અને તમે ઉત્સવ મનાવો.

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,

ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.


Rate this content
Log in