વૉન્ડરવુમન - બેટમેન
વૉન્ડરવુમન - બેટમેન
મોન્સ્ટર એ દેશમાં ખુબ જ આંતક ફેલાવ્યો હતો. લોકોને મારતો હતો. બધી બિલ્ડીંગને નષ્ટ કરતો હતો. કાર ઉપર ચાલીને બધાને નુકસાન પહોંચાડતો હતો. દેશના લોકો આ મોન્સ્ટરના આંતકથી ખુબ જ પરેશાન થઇ ગયાં હતાં. લોકો ભગવાને મદદ માટે વિનંતી કરવા લાગ્યાં. મોન્સ્ટરથી બચવાં માટે બધાં ખુબ જ મહેનત કરી રહ્યાં હતાં. પણ મોન્સ્ટર ખુબ જ શક્તીશાળી હોવાથી તેને કોઇ જ કાબુના કરી શકે. અને તેનો આતંક વધતો જ ગયો.
માનવીઓની મદદ કરવા માટે વૉન્ડરવુમન ધરતી ઉપર આવી. વૉન્ડરવુમન એ મોન્સ્ટર જોડે ખુબ જ લડી. પણ મોન્સ્ટરની તાકાત વધારે હોવાથી વૉન્ડરવુમનની શક્તિ ઓછી થઇ ગઈ. અને તે ત્યાંથી જતી રહી. દેશમાં લોકો ખુબ જ ચિંતિત થઇ ગયાં. અફરાતફરી મચી ગઈ. વૉન્ડરવુમને તેની સહાય કરવા માટે બેટમેનને બોલાવ્યો. વૉન્ડરવુમનને બેટમેનને બધી જ ઘટના કહી સંભળાવી. પણ બેટમેન વૉન્ડરવુમન મદદ કરવા માટે એક શરત મૂકી. ધરતીના હિત માટે વૉન્ડરવુમનએ શરત માની પણ લીધી.
બીજા દિવસે વૉન્ડરવુમન અને બેટમેન એ મોન્સ્ટર જોડે લાડવા માટે તૈયારી હતાં. બન્ને મોન્સ્ટરના ઇલાકામાં ગયાં. મોન્સ્ટર તબાહી મચાવી રહ્યો હતો. લોકોને ડરાવતો હતો. વૉન્ડરવુમને મોન્સ્ટરને ચેલેન્જ આપીને કહ્યું કે, " ચાલ તારે મારી શક્તિ દેખવી હોય તો આવી જા નદી કિનારે. " આવી ચાલાકીથી વૉન્ડરવુમન મોન્સ્ટર લોકોથી દૂરને લઇ ગઈ.
ત્યાં જોર શોરથી લડાઈ ચાલુ થઇ ગઈ હતી. મોન્સ્ટર અને વૉન્ડરવુમન બન્નેના વચ્ચે ટક્કરની લડાઈ થઇ રહી હતી. વૉન્ડરવુમન મોન્સ્ટરને આમ મારે તો મોન્સ્ટર વૉન્ડરવુમનને. બન્ને વચ્ચે લડાઈ થતાં વૉન્ડરવુમનના પગ ઉપર વાગવાથી વૉન્ડરવુમન ત્યાંથી ઉભી જના થઇ શકી. મોન્સ્ટર જેવો જ વૉન્ડરવુમનને ખતમ કરવા માટે હાથ લંબાવી જ રહ્યો હતો એટલામાં જ પાછળથી બેટમેન આવીને મોન્સ્ટરને જોરથી એક ગુસો મારે છે. અને મોન્સ્ટરનીચે પડે છે.
હવે બેટમેન અને મોન્સ્ટર વચ્ચે ખુબ જ લડાઈ થઇ રહી હતી. છતાં મોન્સ્ટર ખતમ થવાનુંનામ જ નહોતું. બેટમેને વૉન્ડરવુમનને ઉભી કરીને તેની શક્તિ નો ઉપીયોગ કરવાનું કહ્યું. બેટમેન અને વૉન્ડરવુમન બન્ને એ પોતાની શક્તિનો ઉપીયોગ કરીને મોન્સ્ટરને ખતમ કરી લીધો.
બેટમેનને વૉન્ડરવુમનને હવે તેની શરત પૂરી કરવાનું કહ્યું. વૉન્ડરવુમનને બેટમેનને પૂછ્યું કે, " તું સાચું કહી રહ્યો છે. મને તો ગમ્મ્ત લાગે છે. " બેટમેન તરત જ જવાબ આપતાં કહ્યું કે, " હા! હું સાચ્ચું જ કહી રહ્યો છું. જો આપણે બન્ને એક થઇ જઈએ તો આપણા વચ્ચેની તાકાત પણ બમણી થઇ જાય. આપણે બન્નેના જોડે જે શક્તિ છે. એ બરાબર જ છે. પોત પોતાને ગમે તેવી મુસીબતોમાંથી બહારનીકાળી શકે છે. પણ તું જ વિચાર કે આપણે બન્ને એક થઇ જઈએ તો આપણા બંન્નેની શક્તિ ભેગી થઇને આવા એક શું સો મોન્સ્ટરને આપણે આશાનીથી મારી શકીએ છીએ. "
આ સમજાવતા જ વૉન્ડરવુમને બેટમેન જોડે લગ્ન કરી લીધા. અને આવા અનેક મોન્સ્ટર જોડે સાથે લડીને બુરાઈને ખતમ કરી. અને અચ્છાઈનો વિજય કરાવ્યો.
