વિયોગી રાત
વિયોગી રાત
મારા વ્હાલા પ્રિતમ
તમે ઘણા સમયથી મારાથી દૂર છો. ક્યારેક ક્યારેક મળવા આવો છો. આમ તો શિયાળો આવે ઉનાળો બે ઋતુનો સમય તો નીકળી ગયો.
ચોમાસાની ઋતુ આવી ગઈ. એમાં પણ વરસાદી માહોલ છે. તમારી યાદ સતત દિલને રહે છે. અચાનક વાદળ વરસે અને ધરતીને તરબોળ કરી દે. તમે પણ એ વરસાદની માફક આવો અને તમારા પ્રેમરૂપી વરસાદમાં મને ભીંજવી દો.
બહાર નીકળું અને કોઈ કપલને વરસાદમાં પલળતા જોઈ દિલ તમને મળવા વ્યાકુળ થઈ જાય. મારા પિયુ વિનાની જિંદગી મને ખારા રણ જેવી લાગે. મને પણ ઈચ્છા થાય વરસાદમાં બંને સાથે નીકળીએ. છત્રી ભલે થઈ જાય મારી કાગડો. એ વરસાદમાં મન ભરીને તમારી સાથે ભીંજાવું છે. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ તમારી સાથે શેર કરવો છે.
તમારા વિયોગની એ રાત મને એક વર્ષ જેવડી લાગે. આવી જાય થોડીક નીંદર તો સ્વપ્નમાં પણ તમારો સાથ હું ઝંખું છું.
તમારા કામ વહેલા આટોપી અને તમારી જ રાહમાં સમય પસાર કરતી તમારી પ્રિયા ને મળવા વહેલા રે આવો.
લિ. તુમ્હારી પ્રિય
મની

