વિયોગ
વિયોગ
સીમાના લગ્ન સોમેશ સાથે થયા હતા. બંનેએ ખૂબ પ્રેમથી સંસાર માંડ્યો હતો. બંનેના લગ્નજીવનને હાસ્ય, આંસુ, સુખ, દુ:ખ, તડકો છાંયડો જોતાં માણતાં આઠ વર્ષ જેવો સમય પસાર થઈ ગયો.
સીમાનાં લગ્નને આઠમા વર્ષે મોબાઈલ અસ્તિત્વમાં આવ્યો. સોમેશ સીમાને લઈને મોબાઈલ લેવા ગયો હતો. બંને ખૂબ ખૂબ ખુશ થયા હતાં.
સીમા ઘરેબેઠાં બચતની બધી કામગીરી તથા ઈનસ્યોરન્સનું કામ કરતી હોવાથી મોબાઈલ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. સીમા બહારગામ જતી ત્યારે સોમેશ જિદ કરીને સીમાને મોબાઈલ પકડાવી જ દેતો.
સીમા અને સોમેશે બંનેએ સમય જતા એક એક મોબાઈલ લીધાં હતાં. એ પછી મોબાઈલનો વપરાશ વધતાં બંનેએ પંદર વર્ષમાં પાંચેક મોબાઈલ બદલી નાખ્યાં હતાં, પણ બંનેના પ્રેમમાં કોઈ ઓટ આવી ન હતી.
એક દિવસ અચાનક જ સોમેશને વિદેશ નોકરી માટે જવાનું થયું. સીમા રડવા લાગી કે " સોમેશ, હું તારા વગર રહી શકું એમ જ નથી." બંનેને પોતાના દિલ તુટતાં પ્રતિત થયા. બંને નિરાશ થઈ ગયા. બંનેના લગ્નને બાવીસ વર્ષો વીતી ગયા હતા. બંનેને વિયોગ વસમો લાગતો હતો.
સીમા અને સોમેશના તૂટતાં હૃદયનો સહારો મોબાઈલ બન્યો. બંને કલાકો સુધી મોબાઈલમાં વાતો કરતાં રહે છે. સીમા અને સોમેશના લગ્નની પચ્ચીસમી વર્ષગાંઠ નિમિત્તે બંને બાળકોએ મોબાઈલમાં જ પાર્ટીનું આયોજન કર્યું. સોમેશ કાયમ માટે નોકરી છોડીને બે વર્ષ પછી આવતા રહેવાનો નિર્ણય કરી લે છે.
સીમા અને સોમેશનો કુલ ત્રણ વરસ અને નવ મહિનાનો વિયોગ મોબાઈલે મસ્તીથી ભરી દીધો. આ સમયગાળામાં સોમેશ વિદેશથી પોતાના પરિવારને મળવા સાત-આઠ વાર આવી ગયો હતો.
બંનેનો એક જ સહારો મોબાઈલ, ફરી એકવાર બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો.

