Sangita Dattani

Romance Inspirational Others

4.3  

Sangita Dattani

Romance Inspirational Others

વિવાહ

વિવાહ

3 mins
215


"પ્રેમ પાંખો આપે છે પિંજરું નહીં. સાચી વાત છે હોં બેટા, માસીની વાત સાંભળજે બરાબર, પ્રેમ પાંખો આપે પિંજરું નહીં." પૂજા તેની દીકરી સીમરનને કહી રહી હતી. 

બે દિવસ પછી સીમરન અક્ષત સાથે લગ્નગ્રંથિથી જોડાવાની હતી. અક્ષત ઉચ્ચ ખાનદાનનો એક માત્ર નબીરો હતો. સ્વભાવે નમ્ર અને સરળ તો હતો જ પણ પરદુખભંજક પણ હતો.

આને લીધે પૂજા જરા ચિંતામાં પણ હતી. કારણકે, સીમરન નાની હતી ત્યારથી જ તેને વૈજ્ઞાનિક થવું હતું દાદાજીએ આ માટે તેને પ્રોત્સાહિત કરી હતી. 

હવે શું કરવું ! વારંવાર એક જ વાત પૂજાના મનમાં આવતી હતી. સીમરન પણ વારંવાર તેને સમજાવતી હતી, "મમ્મી, ચિંતા ન કરીશ. બધું સરસ થઈ જશે. જોજે ને તું, હું બધાના મન જીતી લઈશ."

દાદાજી પણ સીમરનને સાથ આપતા અને કહેતા કે, "પૂજા વહુ તમે ચિંતા ના કરો. સીમરનના સસરા પણ ફક્ત આપણા વેવાઈ જ નથી પણ મારા જૂના મિત્ર પણ છે. સૌ સારાવાના થશે."

સીમરનના પપ્પા વ્યોમેશને તો જરાય ચિંતા જ હતી નહીં. કારણકે, સીમરને અક્ષતને પોતે જ શોધ્યો હતો. વળી બાપુજીના મિત્ર એટલે લગ્નની તૈયારીઓ પૂર જોશમાં કરી રહ્યો હતો. 

 બે દિવસ પછી સીમરને પ્રભુતામાં પગલાં પાડયાં. રંગે ચંગે પ્રસંગ પતી ગયો. છતાં, દીકરીની મા ના મનમાં હજાર પ્રશ્નો હતા ! 

પંદર દિવસ પછી હનીમૂન કરીને આવ્યા બાદ હવે સીમરનને ઘરની વ્યવસ્થા, રસોઈ, શોપિંગ વગેરેમાં મદદ કરવાની હતી. જે સીમરન હોંશેહોંશે કરતી હતી. હનીમૂનમાં હતાં ત્યારે જ અક્ષત પાસેથી બધાનાં મન જાણી લીધાં હતાં, તેથી તેને કોઈ તકલીફ પડતી ન હતી. 

રોજ નવા નવા માણસો સગાવ્હાલાઓ, અક્ષતના મિત્ર વર્તુળમાં આવવું જવું. નાસ્તા પાણી, જમણવાર, ફિલ્મ, રોજ સવાર સાંજ ચાલવા જવું, આલિશાન બંગલાની આજુબાજુ પથરાયેલો વિશાળ બગીચો, તેમાં ફરતા માળીઓ, બગીચાનો સુંદર ઉછેર વગેરેમાં એવું તો સીમરનનું મન પરોવાઈ ગયું કે જોબ કરવાની વાત તો જાણે ભૂલાઈ જ ગઈ ! દાદા અને પૂજા પણ ખુશ હતા કે દીકરીનો સંસાર બરાબર ચાલે છે.

વળી, સીમરન પણ કોઈ જાતની સાસરાની વાત કરતી નહીં. પૂજા વારંવાર પૂછતી છતાં સીમરન એક જ ઉત્તર આપતી, "મમ્મી, બધું બરાબર છે. ચિંતા ન કર." ત્યારે દાદાજીને લાગતું કે પ્રેમ પાંખો આપે છે પિંજર નહીં. 

લગ્નને બે વર્ષ પૂરા થવા આવ્યા. તેની ઉજવણી માટે શું કરવું તેની બંને પક્ષે ચર્ચાઓ થવા લાગી. હવે સીમરનને પોતાના મૂળ કામની યાદ આવી અને મનમાં નક્કી કર્યું કે, અક્ષત પૂછશે કે શું ભેટ લાવું તારા માટે ? ત્યારે તે આ જોબ માટે મમરો મૂકશે. જોઈએ પછી આગળ શું થાય છે. 

અંતે એ દિવસ પણ આવી ગયો અક્ષતને કઈ રીતે કહેવું તેનું હોમવર્ક કરી જ નાખ્યું હતું. 

બે વર્ષ પૂરા થયાની કેક આપવામાં આવી.ભેટ સોગાદોથી સીમરન અક્ષતનો રૂમ ભરાઈ ગયો. હવે સાસુ સસરા સીમરનને માટે એક સુંદર ભેટ લઈ આવ્યા. 

સીમરનને જોબ કરવાની છૂટ આપવામાં આવી હતી, પણ એક શરતે. તે શરત હતી, જોબ કરતા કરતા ઘરની જવાબદારીમાં થોડી રાહત મળશે પણ અમુક જવાબદારી તો નિભાવવી જ પડશે. 

સાસુજીએ કહ્યું કે, "બેટા પ્રેમથી તું આ તારું સ્વપ્ન પૂરું કર. તને પાંખો પ્રેમથી આપું છું અને ઊંચી ઉડાન ભર."

આ સાંભળીને પૂજા અને દાદાજીની આંખોમાંથી હરખનાં અશ્રુ સરી પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Romance