Nayana Charaniya

Tragedy Inspirational Thriller

4  

Nayana Charaniya

Tragedy Inspirational Thriller

વિશાળતા લાગણીની

વિશાળતા લાગણીની

2 mins
185


આજ નેહા ખૂબ દૂર નીકળી ગઈ હતી. એટલો બધો થાક લાગ્યો હતો કે બાજુમાં પડેલ ગ્લાસ ઉપાડી પીવા જેટલી પણ હિમ્મત ન હતી. અમાસની કાળી રાત્રે બે નાળિયેરના ઝાડની વચ્ચે જાણે કોઈ પ્રેમી પંખીડા આ દુનિયાની નજરથી બચવા એકાંતમાં બેસીને કેટલીક ખાસ સોનેરી ક્ષણો માણી રહ્યા હોય એમ એણે જોયું.

 એક બીજાનો હાથ પકડીને સાથે ચાલવા લાગ્યા. ત્યાં છોકરો બોલ્યો, "મારી પાસે રહેવા માટે ઘર પણ મોટું નથી તું તો મહેલોમાં રહેનાર રહી શકીશ મારી સાથે ?"

" તારું મન કેટલું મોટું છે !?"

" જો પેલા દરિયા જેવડું !"

" બસ, મારે આ વિશાળ દરિયા જેવું તારું મન જ જોઈએ જેમાં માત્ર હું જ રહી શકું ! "

" બસ, આપ્યું તને જ."

અચાનક કોઈ આવ્યું અને છોકરીનો હાથ પકડી એને એક થપ્પડ મારી લઈ ગયું. નેહા ઝબકી ગઈ અને ખ્યાલ આવ્યો કે એ પોતે જ હતી ! પછી તો બને ઘરના માની ગયેલ અને બન્નેના લગ્ન લેવાયાં. ખૂબ મહેનત કરી એજ દરિયા કિનારે વિશાળ ઘર બનાવ્યું. બન્ને ખૂબ ખુશ હતા. નેહા આજ ખૂબ ખુશ હતી એને ત્યાં વિશાળ દરિયા જેવા વ્યક્તિ સાથે કોઈ નદી મળવા જઈ રહી હતી ! હા, એ મા બનવાની હતી. આ ખુશીના સમાચાર ક્રિષ્ના આવે એટલે જલદી કરે એવા ઉત્સાહમાં હતી.

અચાનક જોરથી બારણું ખૂલી ગયું અને આ વિશાળ દરિયો જાણે ગાંડોતૂર બની ગયો. થોડા સમય સુધી દરિયાના મોજાં ખૂબ ઊછળ્યાં નેહાને બીક પણ લાગી.ક્રિષ્ના આજ દરિયામાં મોતી લેવા તો નથી ગયો ને !? ના ના આજ તો કેમ જાય ? સવારે આવશે એજ રાહ જોઈ જોઈ સવાર થઈ ગઈ.

ચ્હા બનાવી પણ મન ન થયું પીવાનું. ઠંડી પડી ગઈ. થોડી વારે ફરી જોરથી બારણું ખુલી ગયું સામે જોયુ તો ક્રિષ્ના હતો. એ દોડીને ભેટી પડી રડવા લાગી "કેમ આજ મોડા પડ્યા ? "

" આ દરિયાની સપાટી વટાવી મુશ્કેલ હતી."

" તમે જાણો છો હું એક ખુશ ખબર આપવાની છું !"

 તરત ઉત્સાહમાં આવી જઈ એ બોલી ઊઠી, બંને એકબીજાને ભેટી પડ્યા. ક્રિષ્ના બોલ્યો,

" હવે તારે પણ આ દરિયાની જેમ વિશાળ બનવું પડશે અને કેટલું બધું એકલા જ અંદર સમાવું પડશે."

" એટલે ? જુઓ એકલા મારે કંઈ જ નથી જોઈતું, જોઈએ તો તમારી સાથે જ પછી એ જીવવું હોય કે મરવું ! સમજ્યા કાનજી !"

ઉઘાડા બારણે ફરી કોઈનો અવાજ અને રોકકળ સાંભળી. જોયું તો સફેદ ચાદર નીચે કોઈની લાશ હતી. દરિયો બારે ફેંકી દે મોટા ભાગની વસ્તુઓ એમ આજ વિશાળતાનો દરિયો કાયમ માટે હવે સંકુચિત બની ગયો ! એ લાશ હતી ક્રિષ્નાની !

નેહા દૂર ઊભી રહી માત્ર જોઈ રહી કઈ ક્ષણ સાચી ? કે પછી બંને જ સાચી !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy