Nayana Charaniya

Horror Thriller

3  

Nayana Charaniya

Horror Thriller

વિસામો

વિસામો

2 mins
244


 સાવ સૂમસામ લાગતા વગડામાં અચાનક અવાજ આવવા લાગ્યો. કશુંક સળવળાટ થયો. કોઈ મોટું પ્રાણી હોય એમ બીક લાગી આ સ્મશાનગૃહમાં જવાના બિહામણા રસ્તે હવે આ તે કેવું કુતૂહલ સર્જાયું ! આમ તો મોહન કોઈથી પણ બીએ એમ ન હતો પણ આજ વર્ષો બાદ આવું સર્જાયું હતું. તે ઊંચા અવાજે બોલ્યો,

" કોણ છે ત્યાં ?"

  સામે થતો સળવળાટ એકાએક બંધ થઈ ગયો. એટલે મોહનને નક્કી જ થયું કે અહી કોઈ પ્રાણી નહીં પણ ચોક્કસ કોઈ કાળમુખો માણસ છે જે કોઈ ખોટા ઈરાદે આ ગામ ભણી જઈ રહ્યો છે. તે મનોમન આવું વિચારતો હતો. તેણે ફરી એક વખત આવાજ કર્યો,

" લાગે તો એમ છે કોઈ જાનવર છે અહીં, હું જલ્દી હવે ઘર ભણી જાઉં ! "

એમ બોલ્યાં બાદ એને એક યુક્તિ કરી એ નજીકના સ્મશાન ગૃહમાં આવેલ એક ઝાડ પર ચડી ગયો. હતું તો ત્યાં કોઈ નહીં પણ પૂનમની અજવાળું માનવ કે પ્રાણીનો ભેદ ઓળખી શકે એમ હતું. તે ત્યાં બેસી ગયો અડધો કલાક જ્યાં સળવળાટ સંભાળ્યો હતો એ તરફ જ જોઈ રહ્યો પણ કશું જ ન બન્યું. અચાનક એ જેવો નીચે ઉતારવા લાગ્યો ત્યાં કશુંક જોયું ! એક સ્ત્રી કોઈ કબર પાસે બેસીને જાણે વર્ષોના થાકને દૂર કરી રહી હતી એવી શાતા આ ચાંદનીના પ્રકાશમાં મોહને એના ચહેરા પર જોઈ !

   એને મનમાં અનેક પ્રશ્નો થયા. આ સમયે અને આવા સ્થાને આ સ્ત્રી અહીં ? જ્યાં ભલભલો પુરુષ પણ વિચારતા હાજા ગગડી જાય એમ હતું ત્યાં એકલી જ અહીં એ પણ આટલી નજીક કોઈ કબર પાસે ? થોડો સમય એણે જોયા કર્યું ફરી એ ઝાડ પર ચડી ગયો. તે સ્ત્રી આરામથી સૂઈ જવા હવે લંબાવ્યું એજ કબર પર ! થોડી વારે ત્યાંથી એક તેજ પસાર થયું અચાનક એક માણસ એની નજીક આવી સૂઈ ગયો ! આતો ભારે અચરજ પમાડે એવી વાત. પહેલા તો મોહનને હતું કે પૂછશે એ સ્ત્રીને અહીં આવવાનું કારણ પણ આ જોયા બાદ તેને કોઈ વિચાર ન આવ્યો !

 થોડી વારમાં બંને ગાયબ થઈ ગયા ! મોહનને ભારે નવાઈ લાગી પણ એ સવાર સુધી ઝાડ પરથી નીચે ન ઉતર્યો. અજવાળું થતા સ્મશાન ગૃહનો ચોકીદાર રાજેશ આવ્યો ત્યારે એ ઉતર્યો. બહાર નીકળ્યો ત્યારે રાજેશ બોલ્યો,

" અરે મોહન દાદા, આપ અહીં કેમ ? "

" અરે રજૂ, આ તો આગળના ગામે જવા નીકળ્યો પણ થાકી ગયેલ એટલે આ રાત વિસામો અહીં કરી લીધો !"

" અચ્છા, અહી રોજ ઘણી આત્માઓ પણ આવે છે વિસામો લેવા ! "

" એટલે ?

" એટલે એમ કે તમે જે જોયું હશે તે મેં પણ જોયેલું પણ કોઈને કહેલું નહીં કેમકે લોક આપને ગાંડાના રાજા કે'શે !"


Rate this content
Log in

Similar gujarati story from Horror