Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

વિસામો

વિસામો

13 mins
10.1K


"તૃપતા ટેક્સ્ટાઈલ" ના આઘાથ પ્રયાસ રહેતા કે હેરિટેજ વેલ્યુ જીવતી રહે અને તેના માટે પ્રયાસોમાં તેની મિલનો કાબેલ આર્ટિસ્ટ આત્મીયનો મોટો હાથ હતો. તે એક નવો જ પ્રયાસ કરતો. જુદાજુદા દેશના મ્યુજીયમના ભ્રમણ કરી જે તે દેશની ધરોહરને ભારતીય સંસ્કૃતિનો ટચ આપતો. આથી તૃપતા મિલના અંગત મ્યુજિયમમાં પુષ્કળ વિઝિટરો આવતા હતા, ફોરેનરો પણ આવતા અને આર્ટ સ્કૂલના સ્ટુડન્ટ માટે તેની મુલાકાત એ આર્ટનું ગ્રામાર ગણાતું હોઈ બધા અંહી ઉત્સાહથી અહીં આવતા..

હાલમાં ચાલતા કોવિદ-૧૯ વાઇરસના કે'ર ના લીધે , કોરેંટાઇલના ભાગ રૂપે સરકારી આદેશ પછી ગઈ કાલે આત્મીય મારી હોસ્પીટલમાં આઈસોલેસનમાં હતો. તેના સૅમ્પલ પૂના મોકલેલા હતા તેના રિપોર્ટ આજે ડ્યુ હતા , હું હજુ આ મહામારીથી પરેશાન હતો ત્યાં , મે આઇ કમ ઇન સર? નો મીઠા અવાજે મારૂ ધ્યાન ખેંચાયું જોયુ તો આત્મીય સાથે એક બાનુ હતા , હાલો ડોક્ટર , આઇ એમ, તૃપતા અને તેની સાથે આત્મીય હતો, તેઓ મારા રૂમમાં પ્રવેશ્યા.

હવે તેમને મારે જે આત્મીયને કહેવાનું હતું, તેનો બોજો મારા મગજ પર ઉતરી આવ્યો. તૃપતાની ચાલમાં બેચેની હતી, જ્યારે આત્મીય થાકેલો – નિસ્તેજ લાગતો હતો.

મારી સામે ખુરશી પર બેઠા પછી બંને પ્રશ્નસૂચક નજરે મારી સામે જોવા લાગ્યા. આત્મીયની બીમાર આંખોમાં આશાની ચમક દેખાઈ. ત્યારે મેં મારી નજર તૃપતા તરફ ફેરવી લીધી.

''આત્મીયનો હજુ એક લેબ રિપોર્ટ બાકી છે ,આવ્યો નથી. પહેલાં આપણે તે લઈ આવીએ.'' તૃપતાને મારી સાથે આવવા આંખથી ઈશારો કરી હું ઊભો થયો.

''શું મારો કોવિદ-19 પોજેટીવ છે , ડૉક્ટર સાહેબ ?'' રૂમ છોડતા પહેલા આત્મીયએ સીધો સવાલ મને કર્યો. તેના આ પશ્નથી મારી બેચેની વધી ગઈ. આત્મીયના સવાલનો જવાબ આપવાનું મે ટાર્યું, અને મૂક નજરે તૃપતાની સામે જોયું અને આત્મીયને કંટ્રોલ કરવા કહ્યું. અને થોડી વારે તૃપતા પણ કન્ટ્રોલ રૂમમાં મારી પાછળ આવી પહોચી.

''આઈ એમ વેરી સોરી, તૃપતા , તારાં પતિનું રીડિંગ પોજેટિવ છે.અને તું તો જાણે છે કે કોવિદ-19 વાઇરસ ની બીમારી સામે લડવા માટે કોઈ દવાઓ શોધાઈ નથી. તેની હાલની સ્થિતિ (સ્ટેજ )ચોથા તબબકાની છે હવે તે દિવસે દિવસે બગડતી જશે. કદાચ ૧૦ થી ૧૨ દિવસ થી વધુ તે નહીં જીવી શકે.''

આ અશુભ સમાચાર સાંભળી તૃપતાનો ચહેરો પીળો પડી ગયો. મેં તેને સહારો આપી કંટ્રોલ રૂમની બહાર બેન્ચ બહાર પર બેસાડી, તેને માસ્ક બદલાવી , તેના હાથ સેનિટાઇજ કરાવ્યા.

તે બે હાથથી માથું દબાવી ઘણો સમય બેસી રહેલી. અને મારી પાસે તે પોતાની જાતને સંભાળીલે ત્યાં સુધી મૂંગા ઊભા રહેવા સિવાય કોઈ ચારો ન હતો.

''હું આત્મીયને બેહદ પ્રેમ કરું છું, ડૉક્ટર. તેને આમ અચાનક શ્વાસ માટેના હવાતિયા મારીને તેને મૃત્યુ તરફ જતાં નહીં જોઈ શકું.'' તે રડમસ સ્વરે બોલી.તમે આમ તેની એક્સપાયર ડેટ કેવી રીતે ભાખી શકો ?

''તારે હિંમત રાખવી જોઈએ, તૃપતા. આત્મીયને આ સમયે તારી હુંફની જરૂર પડશે. કોણ કોણ છે તારા પરિવારમાં?''

''મારા પરિવારમાં તો બધાં છે. મારો પતિ , પુત્રી, અને મારા સાસુ.'' હું ચમક્યો , અત્યારસુધી નીચી મૂડીએ બેસેલી તૃપતાએ માથું ઊંચું કરી મને નવી જાણકારી આપી, ''ડૉક્ટર રાવલ , આત્મીય મારો પતિ નથી, તમારી ધારણા ખોટી છે.''

''તો તારો અને આત્મીય નો શું સબંધ ? ,એ તારો શું થાય છે?'' મારા આશ્ચર્યને કાબુમાં ન રાખી શકતા આપોઆપ મારાથી સવાલ પૂછાયો.

'' લાગણીના તંતુ છે સાહેબ , તમે હાડ માસ વચ્ચે રહેતા હોવાથી દિલની પરિભાષા, તમને નહીં સમજાય !. આત્મીય ખરાર્થમાં મારો આત્મા છે ડૉક્ટર. જેને હું મારી જાત કરતાં પણ વધું ચાહું છું, એની જિંદગી હવે દગો કરીને શું મને આમ તેનાથી દૂર કરી દેશે?.''

અમારા વ્યવ્સાયિક સબન્ધો દરમ્યાન આત્મીય ચુપચાપ મારા દિલમાં વગર ટકોરે આવી ગયો હતો. મારા લગ્ન મારી મરજી વિરુદ્ધ સોહમ સાથે થયેલા, પરંતુ મેં અને આત્મીયએ સંયમ રાખી બંનેએ મનને કાબુમાં રાખેલ અને મેં સોહમના વિશ્વાસને બરકરાર રાખેલો છે તેમાં તેનો સાથ ઓછો નથી ડોક્ટર સાહેબ. આમ અમે કોઈને પણ દગો આપવામાં થી આજ સુધી બચી ગયા છીએ.

''ઓહ તૃપતા મેડમ હું તમારા દિલની હાલત હવે બરાબર સમજી શકું છું,. ભલે તમારા મતે અમે ડોક્ટર , અમારા માટે હ્રદય – ધમની શિરા વગેરે એક શારીરિક રચના માનતા હોવ , અને તેમ પૂર્વાનુમાન પણ કરો , પરંતુ હું દ્રઢ પણે માનુ છું કે પ્રેમ જીવનની સૌથી મહતત્વની પૂંજી છે. માટે હું તમારી ભાવનાનો આદર કરું છું. પણ હાલની તેની હાલતને જોતા હવે આત્મીયના પરિવારમાં કોઈને આ વાત જણાવી દેવી તે અત્યંત જરૂરી છે. તમે તેના લાગતા વળગતાને અહીં બોલાવી લો તો સારું રહેશે.''

''એના પરિવારવાળાઓને હું ઓળખતી નથી !. અહીં તે મારી મિલના ગેસ્ટ હાઉસમાં છેલા દસ વરસથી રહે છે. ત્યાં પણ તેને કોઈની સાથે ગાઢ સંબંધ નથી.'' મિલના રેકોર્ડમાં તેની વિગત છે , પણ તે અત્યારે મારા હાથવગી નથી.

''તો પછી તેનો ઈલાજના ડેકલેરશન , બિલ... '' મેં સવાલ અધૂરો છોડી દીધો.

''હું આપીશ , પરંતુ...'' તૃપતા ખચકાઈને થોભી ગઇ.

''પરંતુ શું?''

''ડૉક્ટર, આત્મીયને હું આ રીતે રિબાઈને મરતા નહીં જોઈ શકું. મને તેનું દુ:ખ, આંખોમાંથી અળગી થતી જીવનની આશા, એ બધું મારાથી જોઈ શકાશે નહીં. ડોક્ટર સાહેબ તમારે હોસ્પિટલવાળાઓએ જ સઘળી દેખભાળ કરવી પડશે.''

મને તેની આ વાત ગમી નહીં. આ બાઈ મારા હિસાબે તેના યુવાન પ્રેમીથી દૂર થવાની ભૂમિકા બાંધી રહયી હોય તેમ લાગ્યું.

''અમે ડોક્ટરો અને નર્સો તો અમારી ફરજ પૂરી કરીશું જ, પરંતુ આવા ખરાબ સમયમાં પોતાનાંનો સહારો દર્દીનું મનોબળ મજબૂત રાખે છે.'' એવી શીખ આપીને મેં તેને આત્મીયની પાસે પાછી મોકલી ,અને કંટ્રોલ રૂમની દિશામાં હું પાછો ગયો.

પાછા ફરતાં મને થોડું મોડુ થયું. વોર્ડમાં એક દર્દીને જોવા જવું પડયું. હું પાછો ફરું ત્યાં સુધીમાં તૃપતા આત્મીયને તેના રૂમમાં એકલી છોડીને ચાલી નીકળી હતી.

મારા આસિસ્ટન્ટ ડૉક્ટર શુક્લ અને નર્સ નયના પાસેથી મને થોડી વધુ જાણકારી મળી.તૃપતાએ હોસ્પિટલમાં ૨૦,૦૦૦ રૂપિયા જમા કરાવી દીધા હતી. બાકીની રકમ વહેલી તકે જમા કરાવશે તેવું આશ્વાસન આપીને તે ચાલી ગઈ હતી. આમ આખરે દર્દીને પહેલીવાર આવા દુ:ખદ સમાચાર આપવાની જવાબદારી મારા માથે આવી પડી હતી.

મને સામે જોઈને આત્મીયએ કશો સવાલ કર્યો નહીં. જે આશાની આછેરી ચમક થોડીવાર પહેલાં મેં તેની આંખોમાં જોઈ હતી તે હવે ગાયબ થઈ ગઈ હતી.

''રોગમાંથી મુક્તિ મેળવવા માટે રોગીનું મનોબળ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, આત્મીય ભાઈ. અમે તારો સારામાં સારો ઈલાજ શરૂ કરીશું. તને જરૂર ફાયદો થશે.'' મારા પોકળ શબ્દો તેને શાંતિ ન આપી શક્યા, અને રૂમ માં ટેલિવિજન ચાલુ હોઇ હું આત્મીયની ઉદાસીનતા દૂર કરી ના શક્યો.

આત્મીયના કેસ અને રીપોર્ટિંગ અને તેના ડેટા સેંટરલ ગવરમેંટની વેબ સાઇટમાં અપ લોડ કરી દાખલ કરવા માટે જરૂરી કાર્યવાહી શરૂ થઈ ગઈ. તેના ઘરના લોકોનો સંપર્ક કરવાની જવાબદારી ડૉક્ટર નયનને સોંપી દીધી.

તે બપોરે હું ઘેર બ્રેક લેવા ગયો , પણ આત્મીયના કેસને હું ભૂલી ન શક્યો. તેની જિંદગીનો સમય સીમિત હતો અને દરેક કલાકે તેની તબિયત બગડશે આ વસ્તુ હું જાણતો હતો. શહેરની મોંઘી હોસ્પિટલમાં પણ દવા વગર તેનો ઈલાજ કરવો એ જટિલ કામ હતું. આત્મીય સાથે મારી બીજી મુલાકાત બપોર પછી આઇસોલેસન વોર્ડમાં ફરી થઈ.

તેનામાં સવારની સરખામણીએ ઘણી નબળાઈ લગતી હતી. તેની સાથે થોડો સમય વિતાવ્યા પછી મારા મનમાં તેના વ્યક્તિત્વ અંગે કલ્પના કરવી મુશ્કેલ નહોતી. એ સમાજમાં કોઈ પણ ક્ષેત્રે આગળપડતા વ્યક્તિત્વનો માલિક હોય એવું મને લાગ્યું. આકરી સ્થિતિમાં પણ તેના નમ્ર અને મધુર સ્વભાવે મારું દિલ જીતી લીધું.

તૃપતા પ્રત્યેના તેના પોતાના મનોભાવો મારી સમક્ષ આ શબ્દોમાં વ્યક્ત કર્યા, ''એ મારી જાત કરતાં પણ વધુ મારી નજીક છે. તેનો પ્રેમ અને સાથ પામી હું મારી જાતને નસીબદાર માનું છું ડોક્ટર ?''

''મેં અત્યાર સુધી તને તૃપતાનો ભરથાર સમજ્યો હતો. તારું બીજા કોઈ ની એક પરિણીતા સાથે આટલી ગાઢ રીતે જોડવાનું કારણ કહીશ ?'' મેં તૃપતા સાથેના તેના સંબંધોનું ઊંડાણ જાણવાનો પ્રયાસ કર્યો.

''પ્રેમનું કારણ શું હોઈ શકે છે, ડૉક્ટર સાહેબ?'' તેનું નિર્દોષ હાસ્ય મારા હૈયાને સ્પર્શી ગયું, ''તેનો પ્રેમ પામીને મેં બધું પ્રાપ્ત કરી લીધું છે. હવે જલદી આ દુનિયા છૂટી જાય તો પણ તેનું મને કશું દુ:ખ નથી.''

''તારો ઈલાજ કરવાનો ખર્ચો અને વ્યવસ્થા તે ઉઠાવી રહી છે.'' મેં તેને જાણાવવા માટે કહ્યું.

''તેના સિવાય મારું કોઈ નથી આ જવાબદારી ઉપાડવા માટે.'

ડૉક્ટર નયને આત્મીયના કોઈ સંબંધી સાથે ફોન પર વાત કરી અને તેની મદદથી આત્મીયની માતા સાથે એ રાતે વાતચીત થઈ. આત્મીયને કોરોના -૧૯ વાઇરસના ચેપની ગંભીર બીમારી લાગી છે ,તે ખતરનાક છે, એ વાત સાંભળી તેમણે ફોન પર પૂછ્યું, ''તેને શું ઈલાજ કરશો અને કેટલો ખર્ચ થશે ડૉક્ટર સાહેબ?''

''ખર્ચ ની ફિકર છોડો થશે, પરંતુ આ સમયે તમારી એક મુલાકાત......''

''અને બચાવાની કોઈ દવા નથી ?'' મને વચ્ચે અટકાવી તેમણે તેમનો બીજો સવાલ કર્યો.

''મને દુ:ખ એ છે કે અમે તેને વધુ સમય માટે જીવિત નહીં રાખી શકીએ. ક્યારે આવો છો તમે અહીં?''

કેટલીક ક્ષણો મૂંગા રહ્યા પછી તેમણે ગુસ્સાભર્યા અવાજમાં કહ્યું, ''અમારી રજા લઈને એ નહતો ગયો. તે સ્વતંત્ર અને એકલો રહીને કારોબાર ચલાવા માંગતો હતો, અને હવે તે ભોગવી રહ્યો છે તેની  સજા.''

''આ સમય આવી વાતો કરવાનો નથી, માડી.''

''આ સમયે અમે શું કરી શકીએ? મારે હજુ બે દીકરીઓને પરણાવવાની છે. મુંબઈ આવવાનો પ્રોગ્રામ કેવી રીતે બનાવું. તમે જ હવે તેનાં માઇ બાપ છો. તેનું ધ્યાન રાખજો.''

ગળામાં ડૂમો ભરાઈ જવાને કારણે આગળ ન કહી શક્યા અને તેમણે ફોન કટ કરી દીધો.

તૃપતાએ બીજા રૂપિયા ૨૦,૦૦૦ કોઈ જાણીતા માણસ મારફત હોસ્પિટલમાં મોકલી આપ્યા, પરંતુ તે આત્મીયને મળવા માટે ન આવી. આના કારણે મારા મગજમાં તેની ઈમેજ બગડી ગઈ.

પરંતુ આત્મીયને તેના ન આવવાનો વસવસો નહોતો, તે જરા પણ વિચલિત થયો નહીં અને મને હસીને કહેવા લાગ્યો , ''ડૉક્ટર સાહેબ, તૃપતા ઘણી વ્યસ્ત બાઈ છે. ફૂરસદ મળતાં તે ગમે ત્યારે પણ મને મળવા જરૂર આવશે. તમે જોજો.''

''મારા મત મુજબ તો તેને તારા માટે તેણે સમય ફાળવવો જોઈએ.'' મારા શબ્દોમાં ફરિયાદ હતી. 'તમે ક્યારે પણ કોઈને પ્રેમ કર્યો છે, ડૉક્ટર?''

''હા કર્યો છે, પત્નીને અને બીજા કોઈને પણ.'' મેં મજાકભર્યો જવાબ આપ્યો.

''ત્યારે તો એ સમજતા હશો કે સાચા પ્રેમમાં અવિશ્વાસનાં મૂળિયાં જામી શકતાં જ નથી. એ વાત મારા દિલમાં ઊંડાણમાં વસી છે. તેને રોજ મળવાની જરૂર ન તો પહેલાં હતી અને ન તો આજે છે.'' તૃપતાની વાત કરતાં તેના ચહેરા પરનું સ્મિત અને તેજ વધી ગયાં.

તેના આ અતૂટ એવા વિશ્વાસથી હું ઘણો પ્રભાવિત થયો.

અચાનક બીજે દિવસે તૃપતા સિટિ સેન્ટરમાં કોરોનાવાઇરસ અવેરનેસ મીટમાં મને દેખાઇ. તેને સ્પષ્ટ રીતે વાત કરવાનો મોકો હતો. હું તેને બાજુમા લઈ ગયો. અને નારાજગીભર્યા સ્વરે પૂછ્યું, ''તું તારા બીમાર પ્રેમિના હાલચાલ પૂછવા હોસ્પિટલ કેમ ના રોકાઈ ? તે તને કેટલો ગાઢ પ્રેમ કરે છે અને તું તેની જરાસરખી પરવા કરતી નથી. શા માટે?

તેણે દુ:ખી સ્વરમાં કાનને મસળતાં કહ્યું, ''મારે આવવાની ઈચ્છા છે, પરંતુ આવીને કરીશ શું? આત્મીયની પીડા, અને તેનો જીવવા માટેનો તલસાટ હું નહી જોઈ શકુ.''

''જો તું તેને સાચો પ્રેમ કરે છે તો તારે હિંમત કરી સામનો કરવાની ટેવ પાડવી જોઈએ.''

''સર, હું પરણેલી છું અને મારે પતિ તથા ૧૦ વર્ષની એક દીકરી છે. તેઓ આત્મીયથી પરિચિત નથી.''

''અને આ ડરથી તું આત્મીયને મળવા નથી આવતી કે ક્યાંક તારા પતિને આ સમાચાર ન મળી જાય?'' મેં જરા તીખા શબ્દોમાં કહ્યું.

''એક કારણ એ પણ હોય શકે છે.'' તેણે સ્પષ્ટ સ્વરે જવાબ આપ્યો.

''વાહ, માદામ તૃપતા, તમે આત્મીયને પ્રેમ કરી શકો છો, પરંતુ જ્યારે તે દરેક ક્ષણે મૃત્યુ તરફ જઈ રહયો છે, ત્યારે તેને એકલો છોડી રહયી છે? આત્મીય તારે માટે ઘણી ખોટી ધારણાનો ભોગ બન્યો છે. તેં તેને કદી પ્રેમ કર્યો જ નથી. બસ, તેની આવડતનો ઉપયોગ જ કરેલો હોય તેમ લાગે છે.'' ગુસ્સામાં મારો સ્વર ધૂ્રજી ઊઠયો. ઘણીવાર સુધી તે માથું દબાવી બેસી રહી. પછી જ્યારે માથું ઊંચું કર્યું ત્યારે આંખોમાં પીડાના દેખાવ હતા. તેના તરફથી આટલી સંવેદવશીલતાની આશા રાખી નહોતી. આના કારણે મારા હૃદયને ધક્કો લાગ્યો.

''તમે મને ખોટું સમજો છો, ડોક્ટર,'' તેણે ભાવુક સ્વરમાં જવાબ આપ્યો, ઘણી ડરપોક છું , બીક લાગે છે તેને મળતાં, ''જો હું કમજોર થઈ આત્મીય ને મળવા એકવાર પણ જઈશ, તો પછી સમાજ અને પરિવારમાં ઊભી થયેલી ઈમેજ અને આબરૂની પરવા કર્યા વિના તેની સાથે રહીશ અને મારા પર કાબૂ નહીં રાખી શકું..'' મારી ૧૫ વર્ષની પ્રેક્ટિસ દરમિયાન મેં ભાગ્યે જ કોઈ બાઈના અવાજમાં આટલું દુ:ખ અને તડપ અનુભવ્યાં હતાં. મેં તેને સમજવાની કોશિશ કરી અને તેના પ્રતિ મારા મનમાં એક ઊંડી સહાનુભૂતિના ભાવ જાગૃત થયા.

આ મુલાકાતની એટલી અસર તો જરૂર થઈ હતી. તૃપતા તરફથી આત્મીયને દરરોજ ફૂલોનો ગુલદસ્તો મળવા લાગ્યો. કોરોના વાઇરસ અને અખતરાની દવાઓના ડોઝની આડઅસરો સામે લડતા આત્મીય માટે આટલી વાત પણ આનંદનો ખજાનો ભરવાવાળી બની ગઈ. આત્મીયના ઈલાજ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ તેનો મીઠો સ્વભાવ, કોમળ હૃદય અને અસીમ સહનશીલતાને કારણે સૌ સ્ટાફ પ્રશંસક બની ગયા હતા.

આ દરમ્યાન સિસ્ટર નયનાને તેણે તૃપતાની સાથેની પ્રેમકથાનો મુખ્ય અંશ સંભળાવ્યો હતો ,આત્મીય એક કોમર્સિયલ ડિઝાઇનર હતો અને તૃપતા મુંબઈ માં ટેકસટાઇલ મિલની માલકણ હતી.તેની મિલની ડિઝાઇન બજાર સ્કીક્કા જમાવતી અને આત્મીય જુદા જુદા દેશમાં ફરી નવી નવી ડિઝાઇન ડેવેલપ કરતો હતો. આ દિવાળી પછી તે ચાઈના ગયો ત્યારે તૃપતા પણ સાથે આવેલી પણ તે ટૂંકા રોકણે પછી આવી અને. આત્મીયને બીજા મ્યુજીયમમાં મુલાકત લેવાની હોઇ રોકાઈ ગયો હતો. આમ આ વરસોના કામકાજનો સબંઘ ક્યારે એકબીજાનના દિલના તંતુ ને જોડનાર બન્યો ત્યારે મોડુ થયેલું , તૃપતા પણ એક દીકરીની માં બનતાં બંને નો સબંધ માત્ર વૈચારિક જ રહી બંને વચ્ચેની મિત્રતાનો સંબંધ એ ઇટેર્નલ પ્રેમમાં પરિણામયો હતો.

સમયની સાથે સાથે આત્મીયની તબિયત ખરાબ થઈ. શારીરિક કષ્ટો વધતાં વેન્ટિલેટર ઉપર શ્વાસ લેવાનું પણ બોજારૂપ બની ગયું. તેના જીવનની ગાડી ઝડપભેર જિંદગીના ઢોળાવ પર દોડવા લાગી. તેની જીવનયાત્રાનો અંત હવે હવે ઝાઝો દૂર નહોતો રહ્યો.

અનેક દિવસોથી ચાલતી રહેલી ખાંસી અચાનક ન્યુમોનિયામાં ફેરવાઈ ગઈ. તેના લોહીમાં રોગ સામે લડવાની શક્તિ ઘણી ઘટી ગઈ હતી. નાછૂટકે અમારે તૃપતા ને એસ-ઑ-એસ મેસેજ આપી તેને આઈ.સી.યૂ.માં મોકલવો પડ્યો.

''ડોક્ટર સાહેબ, મને લાગે છે કે હું હવે વધુ દિવસ જીવતી નહીં રહું. તમારો ઘણો ઘણો આભાર...'' શ્વાસ ફૂલવાને કારણે તેને બોલવામાં મુશ્કેલી પડતી હતી.

મેં તેના મોં પર હાથ રાખી તેને ચૂપ કરી અને કોમળ સ્વરે કહ્યું, ''નાના ભાઈએ આભાર માનવાની કોઈ જરૂર નથી. તું ઝડપથી સાજો થઈને ફરી વોર્ડમાં પાછો આવી જઈશ.''ભલે રોગની દવા નથી પણ તારો આત્મ વિશ્વાસ જ તને ઠીક કરશે.

''એક વાત પૂછું તમને?''

''પૂછ.''

''તૃપતા સાથે તમારે વાત થાય છે?''

''હ રોજ ૨-૩ વાર વાત થાય ખરી.''

થોડીવાર વિચાર કર્યા પછી તેણે ધીમા અવાજે પૂછ્યું, ''શું તે મારી અરથીને કાંધ આપવા આવશે?''

''તું ઈચ્છે છે કે તે આવે?'' આત્મીયએ આવો સવાલ કરતાં મને આશ્ચર્ય થયું.

''તેના સિવાય મારું આ શહેરમાં બીજું કોઈ નથી., મા, બહેન,કાકા સગાંઓથી દૂર મારી અરથીને તૃપતાની કાંધ મળી જાય તો...'' તેનું ગળું આમ બોલતાં ભરાઈ આવ્યું.

''તૃપતાને હું જરૂર વાત કરીશ અને મને મોટો ભાઈ માન્યો છે તો હવે તું તારી જાતને આ શહેરમાં એકલો ના સમજીશ.'' , મેં તેના ગાલને હળવેથી ટાપર્યો ત્યારે તે હસવું રોકી ના શક્યો.

અમારી તે અંતિમ મુલાકાત બની રહી. જ્યારે તે સંપૂર્ણ ભાનમાં હતો. આઈ.સી.યુ.માં ગયા પછી તેની હાલત સતત બગડતી ચાલી.

તૃપતાને તે દિવસે ફોન કરી મેં આત્મીયની ઈચ્છા જણાવી દીધી.

''તેની આ ઈચ્છા જરૂર પુરી કરીશ. અરથીને કાંધ દેવા માટે હું આવીશ, ડૉક્ટર.'' તેણે મને આશ્વાસન આપ્યું, ત્યારે એ વાત મેં આત્મીયના કાનમાં કહી. તે શાંત ચહેરે મલકયો પણ ખરો.

આખરે જે થવાનું હતું તે જ થયું. તમામ સારવાર હારી ગઈ અને મોત જીતી ગયું. ૧૦ દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા પછી આત્મીય ભયંકર પીડામાંથી મુક્ત થઈ. મોતના ખોળામાં સુઈ ગયો. એ દુ:ખદ ઘટના સવારે ૧૧ વાગ્યે બની.

એ પછી અગ્નિસંસ્કારની જવાબદારી મેં ઉપાડી લીધી. તૃપતાને તમામ સૂચના એક કલાક પહેલાં આપી દીધી હતી.

''શું તે તેની અંતિમયાત્રાના સમયે કાંધ આપવા આવશે?'' જ્યારે તેણે વાતચીત કરી ત્યારે કશો નિર્ણય ન કહ્યો ત્યારે મેં તેને સીધો સવાલ પૂછવાનું યોગ્ય માન્યું.

''આજે મારી દીકરીનો જન્મદિવસ છે. હું મારી સાસરીમાં સહપરિવાર રોકાયેલી છું, એટલે મારા આવવાનું શક્ય નથી.'' તેનો આવો જવાબ સાંભળી હું કશું ન બોલ્યો અને ફોન કટ કરી દીધો.

આત્મીયનો અગ્નિસંસ્કાર મેં કર્યો. તેના ઓળખીતાઓમાં વધુ હોસ્પિટલના માણસો હતાં, જે તેના અંતિમ સંસ્કાર સુધી રોકાયા. ત્રીજા દિવસે અસ્થિ લેવા તે સ્થળે ગયો ત્યારે ત્યાં તૃપતાને હાજર જોઈ મને આશ્ચર્ય થયું.

'આત્મીયનાં અસ્થિ હું કોઈને લેવા નહીં દઉં. તમે મારી સાથે મારી ઓફિસ સુધી આવશો? ત્યાં એક ખૂણામાં તેને હુ દાબી દઈશ, તેને જીવતા જીવે અપનાવી ના શકી પણ હવે આત્મીયને મારી પડખે વિસામો અર્પવો છે મારે ડૉક્ટર સાહેબ.'' તેણે દુ:ખભર્યા સ્વરે મને કહ્યું.

''અગ્નિદાહ સમયે તું પણ સામેલ થઇ હોત તો સારું થાત.'' ઈચ્છા ન હોવા છતાં દિલમાં ખૂંચતી વાત મારાથી કહેવાઈ ગઈ.

''સર, પરમ દિવસે ખરેખર મારી દીકરીનો જન્મદિવસ હતો.''

''છતાં પણ તું આવી શકી હોત.''

''આવવાની ઈચ્છા હોત તો આવી શકત, પરંતુ હું બીમાર, કમજોર અને મૃત આત્મીયને જોવાની હિંમત કરી ન શકી.''

'જો હિંમત કરી હોત તો તે બિચારાની અંતિમ ઈચ્છા પૂરી થઈ જાત.'' મેં દુ:ખભર્યા સ્વરે કહ્યું. અચાનક તૃપતા ભાંગી પડી અને પોતાની બે હથેળીઓમાં મોં છુપાવી રડવા લાગી.

''હું કેટલી કાયર, કેટલી સ્વાર્થી છું કે જેને મેં મારા જીવથી પણ વધુ પ્રેમ કરેલ હતો તેની અંતિમ ઈચ્છા પણ પૂરી ન કરી શકી.''

તેની આંખોમાં આંખો પરોવી મેં તેને ગંભીરતાપૂર્વક સમજાવી, ''તૃપતા , તે તેનાં જીવતાં જ તેને એક અલગ પ્રકારની કાંધ આપી. તેના ઈલાજ પાછળ રૂપિયા ખર્ચ કરવો એ સામાન્ય વાત નથી.''

''પૈસા ખર્ચ કરવા એ કોઈ મોટી વાત નથી, સર. હું પરણેલી હોવાના કારણે ઈચ્છા હોવા છતાં આત્મીયને છેલ્લા ઘણા દિવસથી સાથ ન આપી શકી. સમાજના ભયે મને કાયર બનાવી દીધી તેમ તમે માનતા હશો.'' પણ વાત અંહી કાચા દિલની હતી. મારાં હૈયે મોટો બોજ છે, તેની આખરી ક્ષણોમા હું ,તેનાથી દૂર હતી.

''તૃપતા , આત્મીયને તારા પ્રેમ પર પૂરો વિશ્વાસ હતો. તારી સાથે જોડાયેલી યાદો તેના છેલ્લા કષ્ટમય સમયમાં તેનો સહારો બની હતી. અને જયારે કોઈને તેના મૃત્યુના સમયની જાણ હૉય ત્યારનો સમય ડોક્ટર અને દર્દી બંને માટે કપરો હોય છે. તેના આવા છેલ્લા દિવસોમાં જો તેં તેને અલગ રીતે તારો સહારો ન આપ્યો હોત તો તેનું મૃત્યુ વધુ ભયાનક બની જાત. આત્મીય પુરા અભિમાન અને આત્મસન્માન સાથે મૃત્યુને ભેટી ન શક્યો હોત. મારી વિનંતી છે કે તું તારા અપરાધ બોધમાંથી મુક્ત બની જા. તું જે કરી શકતી હતી , તેને તેં સારી રીતે કરી પ્રેમનું કરજ ચૂકવ્યું છે.''

મારા આ શબ્દો સાંભળી તૃપતાના ચહેરા પર થોડું તેજ આવ્યું. આંખો વડે મારો આભાર માનવાનું તેને અધૂરું લાગ્યું. એટલે તે મને વળગી પડી. પછી અમે બંને સારા મિત્રોની જેમ આત્મીયના અસ્થિ ફૂલ વીણવા લાગ્યા. ઘખી રહેલ તૃપતાને હૈયે, ટાઢક હતી ,  તેનો આત્મીય હવે  આખરી વિસામે  તૃપ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama