Kalpesh Patel

Drama Romance Tragedy

5.0  

Kalpesh Patel

Drama Romance Tragedy

વિરામ

વિરામ

6 mins
1.5K


"ચારુ, અરે કેવો સમય આવ્યો છે આપણી જીવન યાત્રાનો ? આ બ્લડ સુગરને કારણે તો મારા તારી સાથેના એંગેજમેંટ પણ કદાચ તૂટી શકે ! ઓહ ચારુ ડાર્લીંગ મને લાગે છે કે હું મારૂ માનસિક સંતુલન હું ટૂંકમાં જ ગુમાવી બેસીશ."

ચિન્મયે વાત ચાલુજ કરી હતી ત્યાં, ચારુનો સત્તાવાહી અવાજ રણક્યો, તું દૂર રહે ચિન્મય, ખબરદાર મારી નજીક આવીશ નહીં. મને તું આમ અડપલાં કરે તે બિલકુલ પસંદ નથી, અને તેણે ચિન્મયના મો ઉપર હાથ રાખી બોલીનાસીપાસ નહીં થવાનું આ સમય પણ પાર થઈ જશે વાહલા. આ આપણો આખરી પડાવ થોડી છે !"

ડોક્ટર પ્રિતેશ દવેના ક્લિનીકના રમ નંબર ૯માં સિસ્ટર રોઝી આવી ત્યારે તે સમયે ચારુ અને ચિન્મય પ્રેમ-આલાપમાં મગ્ન હોઇ “રોઝીની હાજરીથી અજાણ હતા. ચારુ અત્યારે દવાખાનાના બેડ ઉપર અઢેલીને લાંબા પગ રાખી આરામ કરતી હતી અને પાસેની આરામખુરશીમાં  ચિન્મય બેસીને ડોક્ટર ફધર વાલેસનું “લગ્ન સાગર” પુસ્તક વાંચવામાં તે તદ્દન બે-ધ્યાન હતો. અને ચારુ આખા દિવસની દોડધામ પછી થોડો આરામ ઇચ્છતી હતી. પણ ચિન્મય પુસ્તક વાંચતાં વાંચતાં પગથી ચારુને હેરાન કરતો હતો .

રોઝી સિસ્ટરે અવાજ કરીને પૂછ્યું, ”દવાની ગોળી કેમ બાકી છે, અને પેશન્ટ ક્યાં ?” 

ત્યારે જ ચિન્મયનું ધ્યાન છૂટ્યું.તે ચમકી ગયો, અને તરત ચારુથી પગ હટાવી કહ્યું કે

”સિસ્ટર મૈ પેશન્ટ હું.” ચિન્મયે આરામ ખુરશીમાંથી ઊભા થતાં કહ્યું.

સિસ્ટર રોઝી તો, આ જોઈ જ રહી !

”ચલો ચલો બાબા, બેડપર આ જાઓ આરામ કરના હૈ, ડોક્ટર સાહેબકા કહા નહીં માનોગે ક્યા ? વો સુબહ વાલી સિસ્ટર ગંગાને ભી બતાયા થા કી નવ નંબર કે રૂમ વાલા પેશન્ટ બડા શરારતી હૈ. ઉસને બતાયાથા કી જબ વો સુબહમે રાઉન્ડ પે આઈથી તો તું બેડસે ગાયબ થે, ઔર તુમ જનરલ  વોર્ડમે સબસે બાતેં કરને ગયા થા ! તુમકો આરામ કરના મંગતા હૈ માય સન ! ચાર દિન કે બાદ ઓપેરશન હૈ ના ?” 

અને ચિન્મય સાચેજ ડાહ્યો થઈને સુઈ ગયો, સિસ્ટરે બ્લડ સેમ્પલ લીધું, તથા બી.પી.માપ્યું. તાવમાપ્યો, થોડો તાવ તો  ચિન્મયને રહેતો જ હતો. તેના બંને હાથના પંજામા હાઇ બ્લડસુગરને લીધે ગેગેરીનની બીજા તબક્કાની અસર હતી, અને ચાર દિવસ પછી બંને હથેળીમા સડી રહેલ ગાંઠનું ઓપરેશન હતું ! ચારુ તરત બેડ ઉપરથી ઊભી થઈ અને ચિન્મય પરાણે બેડ પર આડો પડ્યો અને સિસ્ટરે દવા અને ઈંજેકશન આપ્યું અને તરત તે ઊંઘમા સરકી ગયો .

ચિન્મયને ઊંઘતો જોઈ ચારુએ ખાલી રાખેલ આંસુ નીકળી પડ્યા, ચિન્મયના પપ્પા અને ચારુના માસી બેંકમાં સાથે નોકરી કરતાં હતા, ચિન્મય, સ્માર્ટ, ગુડ લૂકિંગ અને પાછો ભણવામાં હોશિયાર અને તેણે સી. એ.ની ફાઇનલ ગૃપની પરીક્ષા આપેલ હતી/ અગાઉના બધા ગ્રૂપ પહેલે ટ્રાયલે પાર કરેલ હોઇ તેનો કોન્ફિડન્સ ચરમ સીમાએ હતો. અને તે ફાઇનલમા પણ રેન્ક સાથે પાસ થાવ આશાવાદી હતો. આ ઉપરાંત તે,= એક ઉમદા વાંસળીવાદક હતો, જે ને લઈને ચારુ ચિન્મયથી આકર્ષયેલ હતી. 

તે અતીતની યાદમા ખોવાઈ. હજુ છ મહિના થયા હતા ચિન્મય સાથે સગાઈના. વિધિ, ચિન્મયના મમ્મી હસમુખા અને મિલનસાર હતા. તેઓ ચારુને પોતાની દીકરી ગણી તેઓના  ઘરની રીતભાત રહેણી કહેણી ઝડપથી શીખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ચારુ પણ ઘરના સભ્યો નાનો દિયર અને ચિન્મય તેમજ સસરા સાથે સરસ તાલમેલ રાખતી. ચિન્મય તેના ઘરમા સૌથી મોટો હોવાથી ચારુને પણ માન- મોભો મળતો. આ ઉપરાંત તેના સાસરે એક નાની એકાદ વરસની છોકરી પણ હતી. વાત એમ હતી કે, ચિન્મયની બેન પૂર્વા અને બનેવી પ્રિયાંશ ગત વરસે દિવાળીના વેકેશનમાં માથેરાન ફરવા ગયા હતા અને વળતાં તેઓની કારને અકસ્માત થયેલ હોવાથી બંને જણનું કરૂણ મૃત્યુ થયેલ. પરંતુ પૂર્વાની દીકરી પ્રીતિને બચાવી શકાયેલ અને હવે વિધીબા તેને સાચવતા હતા. ચારુએ કુંવારે માંડવે ચિન્મયને ત્યાં નવજાત પ્રીતિની દેખરેખ સાથે બધું કામ માથે ઉપાડી લીધેલ હોવાથી તે સૌની લડકી બની ગઈ હતી. છતાં એની વાતમાં એની આવડતનું અભિમાન ક્યારેય પણ  છલકી ન જતું. આમ ચારુની સૌ કોઈ માટેની અતૂટ લાગણીને લઈને વિધીબા તો ચારુને સવાઈ ‘લાડો’ માનીને જ રાખતા. 

હજુ જૂન માહિનામાં ચિન્મયને હાથે ગૂમડું થયેલું અને ઘરેલુ ઉપચાર અને પછી સ્કીનના ડોક્ટરની સારવાર લેવા છતાં કોઈ ફેર ના પડ્યો, માથે ફાઇનલની પરીક્ષા હોવાથી ઘરગથ્થું ઉપચારો સાથે દર્દને ગણકાર્યા વગર પરીક્ષા આપી. ગુમડાંમાં રાહત થઈ આવી પણ ચિન્મયને સાધારણ તાવ રહેતો. એટલે ચારુ અને તેના પપ્પા પરાગભાઈએ જીદ કરીને ડોક્ટરને બતાડ્યું. અને આ બધાં ઊંડાણો નીકળી પડ્યાં. પછી તો ટેસ્ટ અને દવા ને ઈન્જેક્શનો અને ઘણું બધું. બાયોપ્સી થઈ અને એમાં ન ધારેલું પરિણામ આવ્યું.

બંને હાથમા વકરી ગયેલા ગુમડાંના ટીશ્યુ તપાસમા ચિન્મયને ગેગરીનની અસરનું નિદાન થયું હોવાથી તરત ઓપરેશન કરવું જરુરી બનેલ. ડોક્ટરે સફળતાની બહુ ગેરંટી આપી નહોતી. હા,તેમણે એટલું કહ્યું હતું કે ઓપરેશન થયા પછી કદાચ તેની આંગળીઓ પર અસર થાય પણ ખરી ! અને કદાચ તે પહેલા જેવી સામાન્ય રીતે કામ ના પણ કરે !

ચિન્મય સારો વાંસળી વાદક હતો. તે આંતર રાજ્ય યુનિવર્સીટીમાંના ફંક્શનમા પ્રોગ્રામમા રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરતો.  તેને સંગીતનું જ્ઞાન એટલું બધું હતું કે તેને ફેકલ્ટી તરીકે પણ ઘણી જગ્યાએથી આમંત્રણો મળતાં. ચિન્મય પણ  મદદરૂપ થવા પ્રેમથી આગળ આવી. તે બધાને પોતાનાજ માની મદદ કરતો અને બધાં તેને પણ ખુબ પ્રેમ આપતા. ચિન્મયની ભાણી “પ્રીતિ” પોતાના  નામને પણ સાર્થક કરે તેવી હેતાળ અને પરાણે વહાલી લાગે. ઘરના બધા તેને ખુબ ચાહતા. અને પ્રીતિને એવી ટેવ પડી હતી કે એને સુવું હોય તે વખતે ચિન્મય વાંસળી ઉપર કઈક વગાડે અને વચ્ચે વચ્ચે  કોઈ ગીત સાંભળે ત્યારે જ સુએ. ચિન્મય ધણુ ખરું આ ક્રમ સાચવતો...

પ્રીતિ મારી પારિજાત જેવી કુમળી

પ્રીતિ છે, પૂનમના ચાંદ જેવી ઊજળી

પ્રીતિ જ્યારે મલકાય છે

મારુ મનડુ હરખાય છે,

હા હા હુ તો તેના દુખડા ઉપાડું રે

પ્રીતિ મારી જ્યારે મલકાય છે

હા હા હાત..

ઓપરેશન નક્કી થયું ! અને એવું પણ નક્કી કર્યું કે, પરાગ અને ચારુ હોસ્પીટલમાં રહે અને વિધિબા પ્રીતિને સાચવે. આમ તો ચિન્મય કઠણ મનનોઅને છતાંય ‘એક મામો’ હતો ! તે લોકો હોસ્પિટલ જવા નીકળવાના હતાં ત્યારે પ્રીતિ સુઈ ગઈ હતી. ચિન્મયે ગત રાત્રે વાંસળી ઉપર પ્રીતિની પ્રિય સૂરાવલી વગાડી હતી. પણ અત્યારે તે પોતાના મન ઉપર કન્ટ્રોલ નહિ કરી શકે એમ લાગતાં, મન મારીને હોસ્પિટલ જતાં વખતે પ્રીતિને જોયા વગર જ ઘરમાંથી નીકળી ગયો હતો. ચારુનું મન તેની નંણદની દીકરી પ્રીતિને પોકારતું રહ્યું, અને તે જબકી ગઈ ! સ્વપ્નમાંથી તે બહાર આવી ગઈ અને ખુબ જ ડીસ્ટર્બ થઈ ગઈ.

ત્યાં તો ચરુના પિતા પરાગભાઈ પણ કેન્ટીનમાં જમીને પાછા આવી ગયા. ચારુએ તેને કહ્યુંકે, ‘પપ્પા,ઘરેફોન કરો ને ! અત્યારે પ્રીતિ બહુ યાદ આવે છે, તે શું કરતી હશે ? વિધિબાને  પુછોને ?"

પરાગભાઈએ ફોન જોડ્યો અને ચારુના હાથમાં આપ્યો. વિધિબાએ ફોન ઉપાડ્યો ને પ્રીતિના રડવાનો અવાજ આવવા લાગ્યો. ચારુએ ઘડિયાળમાં જોયુંતો  રાતના ૧૦.૦૦ વાગ્યા હતાં. તેને ખુબ જ વાઈલાગી,તેણે પૂછ્યું,

"બા હજી પ્રીતિ સુતી નથી ? અને તે કેમ આટલું બધું રડે છે ?"

બા એ પણ ગળગળા અવાજે કહ્યું, "ચારુ, તને તો ખબર છે કે પ્રીતિ, મામાની વાંસળી સાંભર્યા વગર સૂતી નથી કદાચ તેને ચિન્મય યાદ આવતો હશે બેટા !એટલે તેની ખોટ તેને લાગતી હશે. બાળક બોલી ન શકે પણ તેના રડવામાં ઘણા ભાવ હોય છે !"

આ સાંભળી ચારુ જરા ઢીલી તો પડી ગઈ, પણ બાને આધાર મળે તે માટે અવાજ કાઠો કરી તેણે કહ્યું,

"બા,તું ચિંતા ન કરતી,જો મારી વાત ધ્યાનથી સાંભળ. ચિન્મયની વાંસળી અને મારા અવાજમાં હાલરડું રેકોર્ડ કર્યું છે. અનેતે સી ડી ટેબલ પર પડેલા સી ડી પ્લેયરમાં જ છે, ઉતાવળમાં હું તને કહેતાં ભૂલી ગઈહતી. બસ તમે પ્રીતિને ખોળામાં લઈ તેને ટીવી ઉપર બતાવો, એટલું કહી ચારુએ ફોન મૂકી દીધો.

થોડી વાર પછી બાનો જ ફોન આવ્યો, "ચારુ બેટા, આપની ભાણી તો ઘસઘસાટ સુઈ ગઈ. તું ચિંતા ન કરતી, તું તારું અને ચિન્મયનું બરાબર ધ્યાન રાખજે. ઈશ્વર સૌ સારા વાનાં કરશે. પણસાચું કહું બેટા મને સી ડી સાંભળીને….’ પણ, ચારુ સમજી ગઈ  બાના અધૂરા વાક્યમાં સમાયેલો અર્થ !

એ જ કે, તેઓને સંશય હતો હવે તેઓ…,વાંસ અને શ્વાસનો સંગમ હવે ક્યારેય,નહિ માણી શકે !

પણ ચારુને અટલ વિશ્વાસ હતો, કારણ કે આજે, અત્યારે વાંસળી અને ચિન્મય બંને સરખા હતા, બંને ભેદાઈને બીજાને રેલાવતાં હતા. ચિન્મયની સહનશક્તિ ચરમ સીમાએ હતી તો બીજી બાજુ ચારુની શરણાગતિ તેટલીજ બેશર્ત હોઇ તેને ખાતરી હતી કે, ચિન્મયની જીવન યાત્રામાં આમ અકાળે “પૂર્ણવિરામ”ને સ્થાન નાજ હોય ! આ તો ટૂંકો “વિરામ” છે. અને પડાવ તો હજુ ઘણો દૂર છે. 

 


Rate this content
Log in

Similar gujarati story from Drama