STORYMIRROR

Bhavna Bhatt

Crime Others

5.0  

Bhavna Bhatt

Crime Others

વિનુ

વિનુ

1 min
15.5K


ચરોતરનુ એક નાનકડુ ગામડુ અેમા રહે આ વિનુ. સાચુ નામ તો વિષ્ણુપ્રસાદ હતુ. પણ બધા વિનુ કહીને જ બોલાવે. ત્રણ ભાઈઓ અને બે બહેનોથી નાનો વિનુ. નાનપણથી જ બહેરો મુંગો.

બધા ભાઈ બહેનમા કોઈ જ તકલીફ ન હતી સિવાય વિનુ. વિનુ અમદાવાદની બહેરામુંગાની શાળામાં ભણ્યા. બાપની મિલકત તો સાત પેઢી ચાલે અેમ હતી. પણ વિનુને પોતે સ્વમાનથી જીવવુ હતુ. સિલાઇ કામ શીખી ગુજરાન ચલાવતા.

અનાથાશ્રમની છોકરી સાથે વિનુ લગ્ન થયા. સંસાર એમ ચાલ્યો

ચાર સંતાનો થયા એમા ત્રણ દીકરા અને એક દીકરી નાની. વિનુ સેવાભાવી સ્વભાવનો. ગામમાં કોઈને કોઈ પણ પ્રકારની જરૂર હોય વિનુ હાજર જ હોય. વાર તહેવારે બધાને મદદ કરે. ત્રણ દીકરાને પરણાવ્યા. દીકરીને પરણાવી.

એક દિવસ મિલકત માટે ઝઘડો થયો. મોટા દિકરા એ રાતે જ વિનુને મો પર ઓશીકું મુકી રામ રમાડી દીધા.


Rate this content
Log in

Similar gujarati story from Crime