HEMILKUMAR PATEL

Horror Crime Thriller

3  

HEMILKUMAR PATEL

Horror Crime Thriller

વિલ યુ મેરી મી ?

વિલ યુ મેરી મી ?

19 mins
128


પ્રસ્તાવના

{ આ વાર્તા કાલ્પનિક રીતે એવી ઘડવામાં આવી કે તેને સમજવી હોય તો અંદર ઉતારવું પડે. આ વાર્તા લાગે પ્રેમ કહાની હશે પણ વાત ભૂતની છે જેનું ચક્કર વધારેજ ગૂંચવાઈ ગયેલ છે. ભૂત એટલેકે આત્મા, હવે આત્મા ત્યારેજ ભટકતી રહે જ્યારે તેની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય. તેવા સમયે કાતો કોઈ એને મારી નાખે કાતો આત્મહત્યા કરે. છે અહીં આવું નહીઁ, અહીંયા ના આત્મહત્યા કે ના મર્ડર અહીંયા કંઈક અલગ જ વાત છે. એટલું તો પાક્કું છે કે પ્રેમ કહાની જેટલી દેખાય છે તેના કરતા નફરત વધારે છે. છેલ્લે રહસ્ય તો અલગ જ નીકળે. }   

૨૦ જાન્યુઆરી ૨૦૨૦  નારગોલ ગામ

                           આ વાત છે એવા ઘરની જે ઘરમાં રહેવાની બહુજ ઈચ્છા ધરાવતો નીલ આજે તેમાં જ દબાઈને રહી ગયો. એવા સમયે આખા ઘરમાં થોડું અંધારું અને ક્યાંક લાઈટો ચાલુ હતી. એ લાઈટો પરથી ઘરમાં બહુજ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડ દોડ કરતો એ રાત્રે. ઘરમાં બીજું કોઈ રહેતું હોય તેવું લાગ્યુ નહીઁ કેમ કે તે કોઈને બુમ પણ પાડતો નહોતો. ખુબ જ ડરીને રહ્યો તે નીલ, તેના મોઢા પર પરસેવો છે અચાનક ધીરે ધીરે રોવા પણ માંડ્યો. શું થયું હશે ખબર જરાય નહોતી પડતી એને! ખરેખર?

                        હવે બદલાતો સમય, અચાનક તે વોશરૂમમાં ગયો જ્યાં કાંચ હતો અને કાંચમાં જોઈને બોલ્યો ‘વિલ યુ મેરી મી?’ કદાચ પોતાને તો નહીઁ બોલ્યો હોય ને. હવે કાચની સામું તે ઉભો છે તો હશે કે તે જ કાચમાં દેખાય! પણ થાય છે એવુ કે તે કાંચમાં નથી દેખાતો, પણ એક આત્મા એટલેકે ભૂત છે તેની સામું. નીલે ભૂતને કેમ કહ્યું કે લગ્ન કરીશ એની સાથે? ગાંડો થયો હશે નીલ? ભૂતને લગ્ન કરવાનું તો કોણ કહે? પણ હા નીલ થયો છે ગાંડો, તેનો જવાબ તે ભૂત એટલેકે તે આત્મા નથી. તેનો જવાબ જ કંઈક બીજો છે જે રોજ નીલને ખાતો હતો, અને તે આજે તેનો જવાબ શોધી હંમેશા માટે સારું જીવન જીવવાનો હતો. તે આત્મા કોઈ આમ જ આત્મા નહોતી, તે પણ લોહીની તરસી હતી, જેનો સામનો આ નીલને કરવાનો હતો. હવે આવું નીલ કરે તો છે પણ તેના મોઢા પર જરાય ડર નથી તેનું એકજ કારણ હોઈ શકે, તે મોતથી ગભરાય તેવો માણસ નથી. આખી દુનિયા સાથે લડી શકે તેવી તાકાતનો હતો પણ પ્રેમ સાથે જુકી ગયો હતો. પ્રેમી પંખીડો કોઈને બચવા પોતે શહીદ થઈ જવાનો હતો.

                       અત્યાર સુધીની વાત હતી નીલ આવું બોલ્યો. હવે થાય છે એવુ કાંચમાંથી લોહીલુહાણ હાથ બહાર આવે છે અને નીલનું ગળું પકડી લે છે, તેવા સમયે ડર રાખવાનો હોય છતાં ડર નથી તે હસતો હતો. ત્યારનીજ વાત હશે એક માણસ જેનો ચહેરો દેખાતો નથી તે ઘરમાં ઉભો છે તેના હાથમાં માળા દેખાય છે જેના પર થોડી લાઈટ પડે છે. મંત્ર બોલતો હતો તે અને તે સાંભળતો હતો નીલ. સમયની સેકન્ડ જાય છે છતાં પણ નીલ હસતોને હસતો, એક સમય એવો આવે છે આત્મા તેનું ગળું છોડી દે છે. નીલ છતાં પણ હસતો. હવે નીલ ત્યાંથી થોડો બહાર નીકળ્યો, અને પેલી બાજુ જ્યાં માણસ હતો ઊભો ત્યાં તેની પેટ સામું છૂટી છરી આવે છે અને તે માણસ હાથથી પકડી લે છે. હવે તે છરી ફેંકી કોઈ આત્માએ નહીઁ પણ નીલે ફેંકી હતી. નીલ એ અજાણ્યા માણસને મારવાનો હતો જેનો ચહેરો જ નથી દેખાતો. શું નીલની અંદર આત્મા ગઈ કે પછી નીલ તેને મારવા ઈચ્છતો હતો કે પછી નીલ પોતે મેલી વિદ્યા કરતો હશે ? તેના જવાબ તો સમય જતા જ ખબર પડશે. હવે થાય છે એવુ કે તે માણસનો ચહેરો દેખાય છે ત્યારે,

“બાપ છે તું મારો, આ હાથમાં હજી તને મારવાની ચાહત છે.” પૂરો ગુસ્સેથી બોલ્યો નીલ, જે તેના પપ્પા રિતેશને કહી રહ્યો હતો.

“તને શું લાગ્યુ, તું મારો છોકરો થઈને મને મારી શકીશ! બાપ તો બાપ હોય.” રિતેશે તેનો જવાબ આપતાં કહ્યું.

“અને તું એવાજ ઘરમાં કાંડ કરવા લઈ આવ્યો, જ્યાં તારું રાઝ ચાલે! શું કર્યું તારી આત્માએ. હું તો તેનો દીવાનો થઈ ગયો. મે તો લગ્ન કરવા સુધીની માંગ કરી. છોડી દીધું તેને મારું ગળું.” મોઢા પર સ્મિત સાથે નીલે કહ્યું.

“હા હા, લગ્ન પણ કરાવીશ. તો તારે જવું નથી તેની જોડે!” આશ્ચર્યમાં હોય તેવા અવાજે રિતેશે કહ્યું.

“મનનો માલિક હોઈશ તું, પણ જેના પ્રેમ માટે આ બધુ કરી રહ્યો છું, તેને વ્યર્થ નહીઁ જવા દઉં. જેટલાં લોકો સલવાયા છે તેમને બહાર નીકળીશ અને જેટલાં લોકોને તે માર્યા છે પપ્પુ બનાવીને તેમને હું ન્યાય અપાવીશ. લે હું તો અહીંયા દોડતો હાંફી ગયો છું તું તો પુરી તાકાત સાથે છે ને! લગાવી દે તાકાત માથાના વાળથી પગની એડી જેટલો જોર, તો મારવામાં કામિયાબ રહીશ કદાચ પણ તું મને હરાવામાં કામિયાબ નહીઁ રહે. કેમ કે મારો પ્રેમ, આ ઘરમાં રહેલી આત્માથી માંડી ઘણાય લોકોનો તું દુશ્મન થઈ ગયો છે પણ યાદ રાખજે, તું મર્યો તો તારી લાશ પણ કોઈને નહીઁ મળવા દઉં.” નીલ પોતે તો ગુસ્સામાં આટલુ બોલી ગયો પણ શાંત મગજે રહેનાર તેનો બાપો, તેની સાથે રમત રમતો હતો.

                            નીલની પાછળ એક સ્ત્રી આવી અને તેના પીઠ પર છરી ભોંકી. નીલ અધમુઓ થઈ પાછળ જોયું અને આશ્ચર્યમાં આવી ગયો અને બોલ્યો “તું!”

                          કોણ હશે આ, કેમ તેના પપ્પા તેને મારવા ઈચ્છે, કેમ તેને આત્માને લગ્ન કરવાનું કહ્યું અને કદાચ સાચો હશે તો કેમ આજે તે પાછો પડી ગયો, કેમ હારવા જેવી વાત આવી ગઈ?

                   

ભાગ ૨ (પ્રશ્ન થવો.)

                         અત્યાર સુધીમાં જે વાતાવરણ બતાવ્યું તે વર્તમાન હતું જે હાલ બની રહ્યું છે. હવે આવે છે તેનો ભૂતકાળ, જેમાં એવા તો શું બનાવ બન્યા કે પોતાના પપ્પા નીલને મારવા ઈચ્છતા હતા! આ વાત ત્યારની, જ્યારે નીલને નહોતી ખબર તેના પપ્પા તેને કંઈપણ આવું કરવાનાં હશે. આ વાત વર્ષ પહેલાની હોવાથી તે આ બધી વાતોથી અજ્ઞાન હતો.

                       નીલ તેના બેડરૂમમાં ઊંઘ્યો હતો ત્યારે એને એવુ સપનું આવતા બેડ પર હલન-ચલન કર્યા જતો હતો. સવારનો સમય હતો, એવા સમયે તેના કપાળ પર પરસેવો વળતો હતો. માન્યું કે કંઈક ભયંકર સપનું જોતો હશે. ખરેખર શું તે ખતરનાક બની શકે? 

                      તેવા સમયે તેની મમ્મીએ બુમ પાડી, ‘નીલ,’ તો અચાનક હળવી ચીસ પાડી ઉઠ્યો અને તરત બેડ નીચે ઉતરી તરત વોશરૂમ જવા દોડ્યો ત્યાં તેની મમ્મીએ કહ્યું કે ‘કોલેજ જતા મોડું થઈ જશે તો.’ ત્યારે નીલે જવાબ આપતાં કહ્યું, ‘હા હું, નાહવા જાઉં છું. આવું નાસ્તો કરવા હમણાં.”

                     ત્યાં ઘરના હોલમાં તેના પપ્પા બેઠા હતા, તેમના હાથમાં માળા હતી તે ફેરવતા હતા. તેમને જોતા જ ડર લાગે તેવો ચહેરો અને સફેદ કપડાં પહેરા. આવો ડરાવનો હોય તો ધોળે દિવસે સપના તો આવનાને નીલને! એ નીલ પછી બહાર આવીને નાસ્તો કરતો હતો ત્યારે તેની આંખો લાલ અને હાથ ધ્રુજતા હતા. તેની મમ્મી નિશાએ તેની જોડે વાત કરવાની કોશિશ કરી.

“શું બેટા, બધું ઠીક તો છે ને!” આશ્ચર્ય સાથે નિશાએ પૂછ્યું.

“હા મમ્મી, અત્યારે સવારમાં ખરાબ સપનું આવી ગયું હતું.” નીલે ડર સાથે જણાવ્યું.

“અરે સપના તો આવ્યા જાય, એવુ મનમાં નહીઁ લેવાનું.” નિશાએ કહ્યું.

“હા, ચાલ મારે નાસ્તો પત્યો જાય છું કોલેજ.” નીલે પોતાનો થેલો લઈને બહાર નીકળતા જણાવ્યું.

“વાંધો નહીઁ બેટા.” નિશાએ કહ્યું.

પછી તે જતો રહ્યો અને તેના પપ્પા એટલે રિતેશ તેની પત્ની પાસે આવ્યો.

“સપનું જેવું તેવું નહીઁ, બહુજ ભયંકર આવેલું છે. વાત કરતા અચકાય ગયો બસ.” રિતેશે પોતાને અહેસાસ થયો તે જણાવ્યું.

“એટલે તમને ખબર છે શું આવ્યું હશે સપનું?” નિશાએ પૂછ્યું.

“એટલું ખબર પડી મને કે કોઈને કોઈ મરણ જોયું હશે તેને. વધારે જાણી નહીઁ શક્યો કેમ કે કોઈ મને રોકી રહ્યું છે. કદાચ ભગવાન કાતો કોઈ હેવાન.” થોડાક કડક અવાજે રિતેશે કહ્યું.

“એટલે કોઈ મોટુ સંકટ આવાનું છે?” નિશાએ ડર સાથે પૂછ્યું.

“સંકટ આવવાનું નથી. આવી ગયું છે, જે તેના ઉપર સવાર છે. કોઈ બોલાવી રહ્યું છે તેને અને મને એવુ લાગે છે કે આ ઘરથી તેને અલગ થવું પડશે.” રિતેશે તીખા અવાજે કહ્યું.

“આ શું બોલી રહ્યા છો, તમે?” આવી વાતથી નિશા ડરી અને તેને પૂછ્યું.

                        પણ અચાનક રિતેશ ધ્રુજ્યો અને પછી,,,,

“શું થયું? તું મારી સામું આમ કેમ જોવે છે?” નિશા પહેલી વાતથી ડરી હતી એટલે તે રિતેશ સામું એવા ડરેલ આંખે જોતી હતી એટલે રિતેશે પૂછ્યું.

“કંઈ નહીઁ, છોડો વાતને કશું નથી થયું.” બધી વાત પતાવતા નિશાએ કહ્યું અને તે રસોડામાં ગઈ.

“નીલને સપનું અને એના પપ્પાની અંદરથી નીકળેલો અવાજ, ખરેખર બહુજ મોટુ સંકટ સવાર છે. બચાવજે મારી અંબેમાં.” ડરી રહેલ નિશા આવું વિચારવા માંડી.

                           નીલ કોલેજ પહોંચ્યો અને તેના બધા ભાઈબંધ જોડે હરખથી વાત કરતો.

“કેમ છો, બધા.” હરખતાં નીલ બોલ્યો જેમકે કશું થયું જ ના હોય.

“ટોપા, જલસામાં લાગે તું!” તેનો દોસ્ત હેમીલે કહ્યું.

“જલસામાં ના હોય તેવું બનેજ નહીઁ.” નીલે કહ્યું. ત્યાં તેની ગર્લફ્રેન્ડ સામેથી આવતી હેમીલને દેખાય છે.

“લે તારી વાળી ધારા આવી ગઈ. હવે ત્યાં વાતો કરીશ અને અમને તરછોડીશ.” હેમીલે કહ્યું.

                      આટલી વાત થતા નીલ પૂરો પાછો ગુસ્સામાં આવી ગયો. ત્યાં બાજુમાં થોડેક દુર એક છોકરો એક છોકરીને પ્રોપોઝ કરતા આઈ લવ યુ કહ્યું. ત્યારે નીલ તેની જોડે દોડતો ગયો અને મારવા માંડ્યો.

“બોલ હવે આઈ લવ યુ બોલ.” ગુસ્સેથી મારતા મારતા કહ્યું નીલે.

“છોડ તું એને શું કરી રહ્યો છે, આ બધું.” હેમીલે છોડાવતા કહ્યું. નીલ છતાં પણ છોડતો નથી, મારવા જ માંડ્યો અને અચાનક નીલ બેભાન થઈ ગયો. તેને ઘરે લાવ્યો અને હેમીલે તથા બીજા દોસ્તોએ અને ધારાએ બધું જણાવ્યું.

“મારો દીકરો સવારે પણ આવી રીતે ઘરેથી ગયો હતો. ખબર નહીઁ મારા દીકરાને શું થઈ રહ્યું છે!” નિશાએ તકલીફ ભર્યા અવાજમાં કહ્યું.

“અમે પણ ડરી ગયા હતા, આંટી. માંડ તેને છોડાવ્યો તો તે બેભાન થયો. અમારી પાસે કંઈ ઉપાય નહોતો. પહેલા તેને હોસ્પિટલ લઈ જવાનો વિચાર કર્યો પણ રિતેશ અંકલે ના પાડી. તેમને ઘરે લાવવાનું કહ્યું.” હેમીલે બધી વાત જણાવી.

“મે એટલા માટે ના પાડી કેમ કે આનો જવાબ ડોક્ટર પાસે નથી.” રિતેશ શાંત અવાજે જવાબ આપતાં કહ્યું.

“કેમ પણ થયું શું?” નિશાએ આંખમાં આંસુ સાથે કહ્યું.

“આની દવા ના ભગવાન જોડે છે કે ના કોઈ ડોક્ટર પાસે. આની દવા કદાચ આની પાસે છે જે આપણે શોધવી પડશે.” રિતેશે વિચારીને કહ્યું.

“તમે શું બોલો છો, મને કંઈ ખબર જ ના પડી!” નિશાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

“તેના માટે મારે શાંત રહેવું જરૂર છે. હું તેના હલન-ચલન અને તેની તકલીફને મહેસુસ કરીશ.” રિતેશે કહ્યું.

                            રિતેશ તેની બધી વસ્તુને અડતો હતો અને બધું સમજવાની કોશિશ કરતો હતો. અમુક વાતે હસી જતો અને અમુક વાતે તકલીફમાં આવી જતો. અને અચાનક જ તે પોતાની જગ્યાએ જ ધ્રુજવા લાગ્યો, આંખો બંદ હતી. બધી વસ્તુ પડી હતી આજુબાજુ ત્યાં ટકરાવાત લાગ્યો. ત્યાં અચાનક હાંફી જઈને આંખ તેની ખોલી અને આજુબાજુ જોવા લાગ્યો. ત્યારે તેમને જોઈને બધા ડરી ગયા હતા ખાલી હેમીલ હિમ્મત કરીને પકડી ઉભા કર્યા તેમને.

“શું થયું અંકલ, એવુ શું જોયું તમે?” ડરેલ અવાજે હેમીલ પૂછ્યું.

“સલવાય ગયો નીલ. તેની વાતથી.” રિતેશે આશ્ચર્ય સાથે કહ્યું.

“એવી કંઈ વાત છે જે તેને હેરાન કરે છે?” નિશાએ પૂછ્યું.

“બધું નથી જાણી શક્યો, જે વાત ખલેલ પહોંચાડે છે તે કંઈક આવી છે.” પૂરો ડરેલ અવાજ સાથે રિતેશે કહ્યું. “વિલ યુ મેરી મી?”


ભાગ 3 (પ્રશ્નના જવાબની શોધ)

“લગ્ન તો થઈ ગયા, હવે કેમ આમ બોલો છો?” નિશાએ કહ્યું.

“આ લગ્નની વાત કોઈ છોકરો કોઈને બોલતો હતો, ત્યારે નીલ આ વાત સાંભળતો હતો. થયું એવુ કે તેને પછી એવુ જોયું જેનાથી તે ડરી ગયો. મહેસુસ એવુ થયું મને કે કોઈ હેવાન તે રૂમમાં હતો જ્યાં આવું થયું. વિલ યુ મેરી મી? આટલુ કહ્યું તે છોકરાએ એ છોકરીને, પછી કંઈક અજાયબી વાતાવરણ ઉભું થયું તેને ભયંકર માયાજાળ કહી શકાય. કેમ કે નીલ ત્યારે ત્યાં હતો તો તે બધું પડતું મૂકીને ભાગ્યો હતો. કેમ ભાગ્યો તે મને નથી ખબર, તે જાણવા માટે નીલ જ આપણને મદદ કરી શકે.” રિતેશે સાવચેતીથી કહી દીધું.

“તો પછી નીલ પોતે થોડો જવાબ આપવાનો! જવાબ આપણે શોધવો પડશે.” હેમીલે કહ્યું.

“આટલુ બધું ફરકવાની જરૂર નથી, આનો જવાબ શોધવા તમારે નારગોલ પાસે આવેલ સ્મશાનની બાજુમાં આવેલું ઘર કે જ્યાં કોઈ જવા માંગતું નથી ત્યાંથી જવાબ મળશે.” નીલે પોતાના બેડ પર ઉભા થઈને કહ્યું. બધા રિતેશની વાત સાંભળતા હતા અને અચાનક આવીરીતે નીલ બોલ્યો તો બધા ભડક્યા. પણ રિતેશ થયો ગુસ્સે, કદાચ હકીકતની ખબર હશે તેને, છુપાવતો હશે તે.

“હા, જતા આવીશું.” નિશાએ ડરેલ અવાજે કહ્યું. પછી બધા નીકળ્યા બહાર રૂમની અને અંદરોઅંદર વાત કરવા લાગ્યા.

“આ બધી વાત પહેલા આપણે તે સમજવું પડશે કે નીલ કોનો દીકરો છે.” નિશાએ ધીરે રહીને પોતાની વાત મૂકી.

“કોનો દીકરો, મતલબ એ તમારો દીકરો નથી!” આશ્ચર્યમાં આવેલ ધારાએ કહ્યું અને હેમીલ પણ આ બોલવા જતો હતો.

“નીલ તમારો નથી તો છે કોનો?” હેમીલે પૂછ્યું.

“એ અમને નથી ખબર.” જવાબ આપતાં નિશાએ કહ્યું.

“એટલે, અમે કંઈ સમજ્યા નહીઁ?” હેમીલે આશ્ચર્ય થઈને પૂછ્યું.

“હું સમજવું. નિશાને છેલ્લો મહિનો પૂરો થયો હતો ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરી. એ સમયે થયું કંઈક એવુ કે દીકરી આવી આ દુનિયામાં. કંઈ પ્રોબ્લેમ નહોતો અમને પણ ડોક્ટરે ત્યારે કહ્યું કે હવે પછી નિશા ક્યારેય પ્રેગનેંટ નથી થાય. કારણ એટલું હતું કે તે દીકરી જ્યારે અંદર હતી ત્યારે તેની બાજુમાં રહેલ નળીમાં ગાંઠ થઈ ગઈ હતી તે કાઢવા માટે હંમેશાનું બલિદાન આપવું પડે તેમ હતું. ઘણુંય મનાવ્યા પછી નિશાએ અને મે નક્કી કર્યું કે આ દીકરીને ચોરીછૂપી રિતેશ અનાથ આશ્રમમાં મૂકી કોઈ નવો આવેલ દીકરો લઈ લઈએ. તો તે સમયે નારગોલના અનાથ આશ્રમમાં એક છોકરો આવેલો. ત્યારે અમે પ્લાનિંગ કરી તેની જગ્યાએ દીકરી મૂકી અને દીકરો લેતા આવ્યા જેનું નામ નીલ રાખ્યું.” રિતેશે હકીકત કહી.

“તમે યાર આવું કેમ કરી શકો! આટલુ મોટુ પાપ કર્યું તમે?” હેમીલે થોડા ગુસ્સા ભર્યા અવાજે કહ્યું.

“એટલે તો અમે ભગવાનની શરણે ગયા, પાપ ધોવા.” રિતેશે ભોળા અવાજે જણાવ્યું.

“માફ કરશો, હું થોડો આ વાતથી ગુસ્સે થઈ ગયો.” હેમીલે કહ્યું.

“ગુનો છે, માન્યું પણ માફી પણ માગવા ઈચ્છીએ છીએ અમે.” રિતેશે કહ્યું.

                         પછી નીલને ઘરે મૂકીને આ લોકો નીકળી ગયા. ત્યારે નીલ ઘરમાં ઊંગ્યો હતો તો અચાનક ઉભો થયો. નીલ ધીરે ધીરે હસવા લાગ્યો, અને જોરજોરથી હસવા લાગ્યો.

“પ્લાન સફળ થયો. હવે મઝા આવશે.” નીલે હસતા અવાજે કહ્યું.

                                નીલ તો ઘરમાં મસ્તી કરવા માંડ્યો. ટીવી જોવે નાસ્તો કરે, જેમ કે કંઈ થયું જ ના હોય. આ બાજુ નારગોલ સ્મશાને રાત્રે પહોંચ્યા અને તે ઘરમાં જવાના હતા ત્યારે, એક ઘરડો માણસ ત્યાં આવ્યો જેની દાઢી મોટી, માથાના વાળ મોટા અને એકદમ ભિખારી જેમ દેખાતો. તે પાસે આવ્યો. અંધારી રાત,,,,

“જવાબ શોધવાની લાય લઈને આવેલા માણસો, તમને જવાબ મળશે!” તેને કહ્યું.

                    આને જોઈને ડરેલા બધાએ વાત કરવાની કોશિશ કરી.

“હા જવાબ જોઈએ છે.” હેમીલે ઢીલા અવાજે કહ્યું.

“હું કહીશ, આવો મારી ઝૂંપડીમાં. શાંત અવાજે કહું તમને.” તે તેના ઘરે લઈ જતા કહ્યું.

                     બધા તેના ઘરે ગયા.

“હવે બોલો શું થયું હતું?” રિતેશે પૂછ્યું.

ધીરે ધીરે આખી વાત કરતા તેને કહ્યું અને તેની આખો પહોળી હતી. “આ વાત અત્યારની નહીઁ સોં વર્ષ જૂની છે. અહીં એક ગામ હતું, અત્યારે આનો દેખાવ શરુ છે. તમારે ઘરે જે માણસ રહે છે તે માણસ આ ઘરમાં ગયા જન્મમાં એક છોકરી લઈને આવ્યો હતો. તે છોકરી જોડે લગ્ન કરવા ઈચ્છતો હતો એટલે તેને ‘વિલ યુ મેરી મી કહ્યું’

(ભૂતકાળ)

                    તે રૂમમાં એક છોકરો અને છોકરી હતા ઘરમાં.

“વિલ યુ મેરી મી?” તે છોકરાએ પૂછ્યું.

“હા.” હરખાતા તે છોકરીએ કહ્યું.

“હા તો પાડે જ ને તું. કાલે બીજા છોકરા જોડે રંગોળી બનાવતી હતી તું. એ પણ તારો ઘરવાળો બને એમને.” આ છોકરો ગુસ્સામાં આવી બોલ્યો.

“ના એવુ કંઈ નથી, તું ઉંધુ વિચારે છે.” તે છોકરી બોલી.

(વર્તમાન)

“એ સમય તે છોકરાએ તે છોકરીની ગળામાં એક માળા હતી તે ખેંચી મારી નાખી. હવે તેનો બીજો જન્મ થયો હોવાથી તે આત્મા બદલો લેવા ઈચ્છે છે. તમે જો એને આ ઘરમાં લઈને આવો તો તે આત્મા તડપતી હતી તે એને મારીને મુક્ત થઈ જશે.” એ માણસ બોલ્યો.

“શું એટલે મારાં દીકરાને આટલો મોટો કર્યો તો તેને અહીં લાવીએ!” નિશાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

“હા તે એને મારી નાખે, તો બધું શાંત થઈ જાય.” એ માણસ બોલ્યો.

                        પછી એ માણસ નિશાની સામું જોઈને ગભરાય ગયો. એને હૃદય હુમલો થયો હોય તેવી અવસ્થામાં આવ્યો.

“નીકળો તમે, આ ના હોઈ શકે. તમારું આખુ પરિવાર જ દર્દનાક છે નીકળો.” એ માણસ બોલ્યો.

“શું થયું તમને?” હેમીલે પૂછ્યું.

“નીકળો. આખી કાયનાત આજે હલી ગઈ છે. પાપીઓને સજા આપવામાં આવશે. તે આત્મા બધાને બોલાવે છે. નીકળો હવે આવતા નહીઁ, જો જીવવું હોય તો.” તેમ પછી બધાને ઘરમાંથી નીકાળી તે માણસે દરવાજો બંદ કર્યો.

                          આ લોકો બહાર નીકળ્યા.

“શું થયું અચાનક આને!” નિશાએ પૂછ્યું.

“હવે નીલ રહ્યો જવાબ માટે.” રિતેશે કહ્યું. રિતેશ નિશાની સામું જોઈને ગભરાય ગયો પણ કંઈ બોલ્યો નહીઁ. તે ત્યાંથી નીકળી ઘરે આવા રવાના થયાં.


  ભાગ 4 (યુદ્ધની તૈયારી)

નીલ અને હેમીલ બંને જણા મેસેજથી વાતો કરતા હતા.

“શું થયું ત્યાં હેમીલ?”

“ભાઈ, તારી મમ્મીની જોડે એક વાત છે જે જોઈને તે ભિખારી હતો તે ડરી ગયો.”

“પહેલી વાત તે ભિખારી નથી, લૂંટાયેલ માણસ છે. અનાથ આશ્રમમાંથી એ જે દીકરી મૂકી હતી તેને મોટો કરનાર છે તે.”

“તે આ વાત છુપાઈ મારાથી! એટલે એ છોકરીને ઓળખે છે તું?”

“હા, તારી બાજુમાં જે ધારા બેઠી છે તે જ આમની દીકરી, રિતેશ અને નિશાનું સાચું સંતાન.”

“અને તું ટોપા, ખબર હોવા છતાં તેને ગર્લફ્રેન્ડ બનાવી, કેમ?”

“અમે ભાઈ બહેન પણ ના કહેવાઈએ. અમે પરિવારના થોડી કહેવાય.”

“તો પણ એક જ ઘરમાંથી આવું?”

“આ યુદ્ધ અત્યારથી નહીઁ, ત્યારથી શરુ છે જે દિવસે મને સાચી હકીકત સપનામાં આવી હતી, જેમ કે અત્યારે સપનાથી ડરતો હતો પણ કહાની બહુજ મોટી છે.”

“મેસેજમાં કહી શકીશ!”

“હા કેમ નહીઁ સાંભળ. આ વાત પાંચ છ વર્ષ જૂની છે, મને આ સપનું ત્યારથી ડંખ મારતું હતું. મને ત્યારે તે જગ્યા દેખાતી, તપાસ કરવા હું ત્યાં ગયો અને તે કાકા મળ્યા. તે આ દીકરીને સાચવતા હતા. ત્યારે તે બાજુમાં જે ઘર હતું તે મારા સપનામાં વારે ઘડીયે આવતું. ત્યાં ઘરમાં જતાંની સાથે તે કાકાએ મને બધી વાત સમજાવી કે આવું થયું સોં વર્ષ પહેલા કે તેનાથી પણ વધારે સમય થયો હશે. હવે સાચી હકીકત હું પણ નથી સમજ્યો તેના માટે મારે પાછું ત્યાં જવું પડશે. વાત એટલી જ છે મારે રિતેશને ત્યાં પહોંચાડવો હતો તે પહોંચી ગયો. બહુ શોખ હતોને ભગવાનને યાદ કરવાનો, સાચું કહું તે લાયક જ નથી ભગવાનને યાદ કરે.”

“કેમ એવુ શું થયું?”

“પાકુ જાણવા મારે તે ઘરમાં ફરી જવું પડે.”

“વાંધો નહીઁ, સાચું તો બાકી બહાર આવશે.”

“અને હા ધારા તને પસંદ હતીને, સાચું બોલજે મે તારા પહેલા સ્ટાર્ટ કર્યું તે મજબૂરી હતી એટલે પૂછ્યું?”

“હા ભાઈ.”

“તો પછી ત્યાં જ રેજે. જ્યાં તું ધારાને પોતાની માને. મેસેજ ડીલીટ કર દેજે.”

“હા ભાઈ વાંધો નહીઁ.”

“એક વાત યાદ રાખજે, પ્લાન સફળ થવો જોઈએ.”

“હા વાંધો નહીઁ.”

                               આ સંવાદ પૂરો થયો ત્યાં રિતેશ કંઈક બોલવા ગયો.

“શું કોની જોડે વાત કરે હેમીલ?” રિતેશે કહ્યું.

“હું કોઈની જોડે નહીઁ!” હેમીલ ડરી ગયો અને બોલ્યો.

“મને કંઈક યાદ આવી રહ્યું છે, ગાડી પાર્ક કરીને જે યાદ આવે તે કહું.” ગાડી પાર્ક કરીને બહાર આવી યાદ કરતો હતો, જંગલ વિસ્તાર હોવાથી બીજા બધાને ડર લાગતો હતો. એવા સમયે યાદ કરતા બોલ્યો રિતેશ, “એ રાત્રે કંઈક એવુ થયું હતું.” આંખ બંદ કરી ભૂતકાળ બોલ્યો.

ભૂતકાળ

[   “એ રાત્રે એક છોકરો એક છોકરીની જોડે બધી વાત થઈ એ તો આપણે જાણ્યું પણ બીજું કંઈક આવું થયું હતું.”

નીચે ઘૂંટણ પર બેસી પ્રપોઝ કરતા કહ્યું. “તને શું લાગ્યુ હું તને આવી રિતેશ પ્રોપોઝ કરીશ!” અચાનક ગુસ્સામાં આવી ઉભો થયો ત્યારે તે છોકરી ખુશ હતી તે અચાનક ચૂપ થઈ ગઈ.

(છોકરા છોકરીનો સંવાદ.)

“તું કહેવા શું માંગે છે!”

“હું બસ એટલું કહેવા માંગુ છું. તું ખરેખર મારી થવા માંગે છે કે નહીઁ?”

“કેમ થયું શું? હું તો તને જ પ્રેમ કરું છું.”

“રાતનો નહીઁ ખાલી દિવસનો.” હસતા હસતા બોલ્યો હતો.

“હું કંઈ સમજી નહીઁ, અને હા આવું બોલીશ નહીઁ. ઈજ્જત રાખ કંઈક.”

“કેમ રાખું ઈજ્જત! આટલો પ્રેમ કર્યા પછી પણ તું બીજા જોડે કાલે રાત્રે ગઈ હતી મે તને હોટેલમાં જોઈ હતી.”

“અરે એ ખાલી બેસ્ટ ફ્રેન્ડ જ છે મારો.”

“આખી રાત માટે?”

“અરે ત્યાર પછી હું ઘરે જતી રહી હતી અને સવારે વહેલા પ્રોજેક્ટ માટે જવાનું હતું બીજા ગામમાં, એટલું કે જે કેમિકલ બનાવની ફેક્ટરીથી ગામને થતું નુકસાન સવારે વહેલા પોલ્યુશનથી ખબર પડેત, એ ટેસ્ટ માટે ગયેલા.”

“તું ઘરે આવીજ નહોતી.”

“હું ઘરેજ હતી સવારે ચાર વાગે નીકળી ગયા, તે મને ઘરે આવતા અને ઘરેથી જતા જોઈ જ નહોતી.”

“ઓહહ એવુ, તો પછી સવારથી તે અત્યાર સુધીમાં મારો ફોન ખાલી એક જ વાર ઉચક્યો.”

“અમારે કામ પૂરું કરવાનું હતું.”

“કયું, રાત વાળું!” દાજ આવે તે રિતેશ હશે છે.

“તું બોલવામાં ભાન રાખ, સ્વભાવ તારો આવો હતો તો પહેલા કહેવાનું હતું. હું તારી રહેત જ નહીઁ.”

“એવુ છે, તો તું પણ આ દુનિયામાં રહેવા ઈચ્છે છે કે નહીઁ.”

“અગર તું મને કંઈક કરીશ, તો યાદ રાખજે હું તને શ્રાપ આપું છું. તને આવતા જન્મમાં મારોજ કોઈ ઓળખીતો તને આવી રિતેશ ડંખ મારશે જે રિતેશ તું મને મારવાનો છે.”

                          એમ કહીને તે છોકરો તેને ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળાથી તે ગળું દબાવી મારી નાખે છે. અને ત્યાં એક છોકરો બીજો આ બધું જોતો હતો અને તે તેને પણ મારી નાખે છે એટલે બે લાશ આ ઘરમાં રહી. ]

                     તે મારનાર હેવાન નીલ હતો. એટલે તેનું મોત અહીંયા બોલાવી રહ્યું છે.

હેમીલ મનમાં વિચારવાત લાગ્યો. “નીલે આ બધાને માર્યા છે! આ રિતેશ તો બધું જોઈ શકે છે તો હવે સાચું કોણ? રિતેશ કે નીલ. નીલ અને રિતેશની વાત મેચ ખાતીજ નથી. નીલે મને કહ્યું કે બાજુમાં ઉભેલો છોકરો જે જોતો હતો તે નીલ અને તે છોકરીને મારનાર રિતેશ. એટલે રિતેશ સાચો કે નીલ. ગયા જન્મમાં નીલે બંને ને માર્યા કે રિતેશે? ખરેખર મોટો દાવ થયો છે. આ એક શબ્દ ‘વિલ યુ મેરી મી’માં જ અટવાયેલો જવાબ છે. હવે વિશ્વાસ કોની પર કરું?”


            વિલ યુ મેરી મી? ભાગ 5 (છેલ્લું યુદ્ધ)

                          નીલ તેના ઘરેથી નીકળી ગયો અને આ લોકો ત્યાં પહોંચ્યા. નીલ ગયો નારગોલ તે ઘરે. હવે તે કાકા હતા તેની જોડે મળીને પ્લાન કરેલો પણ નિશામાં શું જોયું હશે? તેનાથી ડરી તે બહુજ દુર જતો રહ્યો ત્યાંથી. નીલ તે કાકાને શોધતો હતો પણ જડ્યા નહીઁ. તે નીલ પછી તરત તે ઘરમાં ગયો હવે વાત હતી કે રાતના ત્રણ વાગી ચુક્યા છે. તો હવે તે આત્મા તૈયાર તો હશે.

                          નીલ તે આગળના દરવાજેથી ગયો ઘરમાં, તે પછી આત્મા અંદર હતી તે નીલની આજુબાજુ ફરકવા માંડે છે. નીલ ચાલતો હોય તો કોઈ રૂમમાં ચીસનો અવાજ આવ્યો, તો અચાનક તેને ગયા જન્મની વાતો યાદ આવવા માંડી. તે બધું યાદ કરતો હતો જે પેલા કાકાએ કહ્યું હતું બધુંજ એવુજ થઈ ચૂક્યું હતું. બધું જ યાદ આવ્યા પછી પાછળથી છૂટો ઘડો આવ્યો જે અંધારી રાતમાં વીજળીના ચમકારા જેવા સમયમાં તે પાછળ ફર્યો અને માથા પર તે ઘડો વાગ્યો. તે ઊલડીને નીચે પડ્યો. તો કોઈ અચાનક તેના પગ પકડી ખેંચવા લાગ્યો, તે ધમપછાડા કરવા લાગ્યો, તે ખેંચાઈ એક રૂમમાં દબાયો. તે રુમમાં બેડની ચાદર ઊંચી થઈ અને તે ચાદરમાં કોઈ આત્મા છુપાયેલી હશે તેવો આકાર પેદા થયો અને તે નીલની પાછળ લાગ્યો. હવે તે ભાગતો ભાગતો કોઈ બીજા રૂમમાં જઈને દરવાજો બંદ કરી દીધો. હવે થયું એવુ તે રૂમમાં બારીના કાંચ બેડ લાકડાનો એમને એમ જૂનો પડેલો તેના કટકા થવા લાગ્યા, આ બધું જોઈને નીલ ગભરાઈ ગયો. હવે તે બધું તૂટેલું હતું તે છૂટું તેના પર ફેંકાયું. લોહી લુહાર થઈ ગયો, થોડા કાંચ પગમાં પેસ્યા, થોડા તેની છાતી પર, થોડા પીઠ પર. તેટલી વારમાં એનું પરિવાર પાછું આવી ગયું. અને દરવાજો ખોલ્યો તો તરત તે અધમુઓ હતો તે વોશરૂમમાં પહોંચ્યો. તેના ઘાવ હતા અચાનક ભરવા લાગ્યા જેમકે કંઈ થયું જ નથી. આ જોઈને નીલ ચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો, ‘પહેલા મારવાનું પછી, જાતે મલમ પટ્ટી.’ પણ એક ઘાવ તે આત્માએ પૂર્યો નહીઁ જે કાચ હૃદયના ભાગમાં આગળ વાગ્યો તે વધારે નહીઁ લોહી નીકળે તેટલોજ વાગેલો. આવી હાલતમાં તે વોશરૂમમાં કાંચ આગળ પહોંચી ગયો અને કાંચ સાફ કર્યો, ત્યારે કાંચની સામું હશે છે કે રોવે તે ખબર નથી પડતી હસતું મોઢું અને આંખમાંથી આંસુની સાથે બોલ્યો, વિલ યુ મેરી મી?’ ત્યાં એક આત્મા ત્યાં કાંચમાં દેખાઈ અને તેને તરત ગળું પકડ્યું. ત્યારે નીલ બોલ્યો.

“આ વાત યાદ નહીઁ હોય તને? કારણ ત્યારે આ ઘરમાં ત્રણ નહીઁ ચાર માણસ હતા. એ પણ મને ખબર છે કે તું મારી ગર્લફ્રેન્ડ નહીઁ, પણ ‘મારી બેન છે તું’” આટલુ કહેતા હાથ છોડી દીધો.” આ ઘરમાં હું આવ્યો હતો મારી ગર્લફ્રેન્ડને લઈને ગયા જન્મમાં, અને શું થયું બધું જ જાણી ગયો. હું તને મુક્તિ અપાવીશ અને બદલો પણ, શ્રાપ તે આપ્યો હતો મારી ગર્લફ્રેન્ડે નહીઁ. હું બદલો પૂરો કરીશ.”

પછી આત્મા તેનું ગળું છોડી ડે છે તે નીચે આવે છે. (તેના પપ્પા જોડે વાત થઈ તે ભાગ ૧માં બતાવેલ છે.) તેને પાછળથી કોઈ ખંજર મારે છે તે તેની માં છે.

“મમ્મી તું મને મારે?”

“તું હેવાન છે, તારે મરવું પડશે નહીંતો કોઈને મારીશ.”

“તારા આ ગળા પર રહ્યો દાગ અત્યારે ખબર પડી.” આશ્ચર્યમાં આવી ગયો નીલ.

“એ જે હોય તે, મરવું પડશે તારે.”

“મને લાગ્યુ આ ઘરમાં બે આત્મા છે પણ અહીં તો એક આત્મા છે. કેમ કે રુદ્રાક્ષની માળાથી ગળું દબાવી તને મારવામાં આવી હતી તે દાગ આ જન્મમાં આપ્યા તને યાદ કરી. પણ કેવી કોમેડી વાત કે ગયા જન્મમાં ગર્લફ્રેન્ડ આ જન્મમાં ડાઈરેક્ટ મમ્મી. બોલતા એ શરમ આવે મને. ક્યાં આપણે લગ્ન મંડપના સપના જોતા અને ક્યાં હું તારા ગોદમાં રમવા વાળો. મળતું આવતું જ નથી.”

“એ વાત હું જાનુ છું નીલ, અને હું બાપો બની આવ્યો.” રિતેશ બોલ્યો.

“મારવાનો મારા હાથે છે ભાઈ તું.” નીલ બોલ્યો.

“કંઈ રીતે? આ બધાને મે મારા વશમાં કર્યા છે.” રીતેશ બોલ્યો.

“કંઈ વાંધો નહીઁ, તારા હાથમાં અત્યારે રુદ્રાક્ષની માળા જ છે. કાફી છે.”

                          આટલી વાતથી મારામારી શરુ. થયું એવુ રિતેશ તેની મમ્મી, હેમીલ અને ધારા બધા તેને મારવા માંડયા. હવે નીલ એકલો પહોંચી વળતો પણ છોકરી પર હાથ નહોતો ઉંચકતો, ત્યારે કંઈક આવું બોલ્યો, ‘એ આત્મા, મારી ગયા જન્મની બેન. આ બે લેડીસને કંટ્રોલ કરને યાર. એમનેમ બેઠી ક્યાંક, હું ગયો તો તને ફરી આવા ટપોરી માણસો નહીઁ મળે.’ પછી તે આત્મા બધાને કંટ્રોલ કરી રહી છે. રિતેશ ફૂલ પકડના આવ્યો અને તે માળાથી બધાને વસમાંથી દુર કર્યા. પછી તે માળા ખેંચાઈ રિતેશ સામું અને તે માળા તેના ગળા પર વીંટાઈ ગઈ. પછી તે ઉપર ખેંચાય ગયો અને ફાંસી લાગવાથી રિતેશ મર્યો. પછી નીલના આંખમાં આંસુ આવ્યા અને તે આત્માએ મુક્તિ લીધી.

“મને એમ કે તો ગદ્દાર તો તું હતો, તો રિતેશ કેમ કર્યો. એટલેકે તારો બાપો?” હેમીલ બોલ્યો.

“સાંભળ. એ રાત્રે શું થયું તે બધું ખબર છે તને. પણ છેલ્લે હકીકત કંઈક એવી હતી, કે હું પોતે તે છોકરીને પ્રોપોઝ કરતો હતો જે આ જન્મમાં મારી માં બનાવી. અને બધા એક પરિવારમાં ગોઠવ્યા. ત્યારે મે એનું ગળું દબાવી છોડી દીધું. ત્યારે પાછળથી આ રિતેશ જેને મારા માથે માર્યું અને પછી તે માળાથી ગર્લફ્રેન્ડનું ગળું દબાવી મારી નાખી. અમને તો જન્મ મળ્યો પણ જે આ રૂમમાં આત્મા હતી તેનો બદલો લેવાનો શ્રાપ તેને અમને આપેલો. એ રાત્રે બીજા રૂમમાંથી રોવાનો અવાજ હતો તે આ છોકરી હતી જે મારી બેન. 

હવે તારે ધ્યાનથી સમજવું પડશે. મારી ગર્લફ્રેન્ડ જે છોકરા જોડે પ્રોજેક્ટના કામથી ગઈ તે આ છોકરો હતો. તેની નિયત સારી નહોતી એટલે તેને એક છોકરી પટાવી જે મારી બહેન. અને બીજી બાજુ રાત સુવાના સપના મારી ગર્લફ્રેન્ડ જોડે જોતો જે મને ખબર નહોતી. આ ઘરે આવી સાચી હકીકત હું જાણી ગયો. એટલે આને બે રેપ કર્યા, એક મારી બેન અને બીજી મારી ગર્લફ્રેન્ડ. શ્રાપ એવો હતો કે જે ત્રણ માણસો અમે હતા અને ચોથો આ જે જીવી ગયો. તો મારી બહેને શ્રાપ આપ્યો કે બાકીના બધા એકજ પરિવારમાં જન્મ લેશે અને ભેગા થઈને મારશે આને. પછી તે આત્મા એટલે કે રિતેશને ક્યારેય મુક્તિ નહીઁ મળે નર્કમાં જશે. એટલેકે રિતેશને હવે ક્યારેય સારું જીવન નહીઁ મળે. બદલો પૂરો થયો. અને મારી બેનને હંમેશા માટે મુક્તિ મળી ગઈ. શ્રાપના કારણે મારી બેનને સોં વર્ષ અહીંયા ભોગવવું પડયું.”

“મને એમ કહેતો બધા ઘરના નીકળ્યા તો હું કેમ નહીઁ?” હેમીલ બોલ્યો.

“એ તો હવે ભાઈ તારે લેખકને જઈને પૂછવું પડશે, એતો મને પણ નથી ખબર. કદાચ શો પીશ માટે મુક્યો હશે તને. હેપી એન્ડ તો આયુ, જલસા કરને.” નીલ બોલ્યો.

“એવુ? એને પૂછી લઈશ. બાકી હવે તારી લાઈફના આવા ઝટકા ના આવે.” હેમીલ બોલ્યો.

“ઝટકા આપવા કે નહીઁ તે લેખકને ખબર.” હસતા મોંઢે વાર્તા પતાવી નીલે.


Rate this content
Log in

Similar gujarati story from Horror