રચનાઓ મીના શાહની

Romance Inspirational

3  

રચનાઓ મીના શાહની

Romance Inspirational

વિહરતું પંખી

વિહરતું પંખી

1 min
140


મેઘા અગાશીમાં ઝૂલામાં બેઠી બેઠી સામે જોતી હતી. સામેના ઝાડની આસપાસ એક નાનકડું પારેવું કેટલું સરસ ધીરે ધીરે વિહરતું હતું. જોવાની મજા પડી ગઈ. અને ત્યાં જ અંદરથી બૂમ પડી "મેઘા ઘરની બાલ્કનીમાં શું કરે છે ? મારે તારી રાહ જોવાની ? ટેબલ પર બેસતા શું થાય ? " મેઘા દોડી. માનસને બધું તૈયાર કરી આપ્યું હતું. છતાં તેને તો મેઘા આસપાસ જ જોઈએ. સખીઓ હંમેશાં કહેતી, " તું નસીબદાર. માનસને તારી કેટલી પરવા છે. કેટલો પ્યાર કરે છે તને. " ખરે જ દુન્યવી નજરે સુખી હતી પોતે. પ્રેમાળ પતિ, અઢળક પૈસો અને બંને એકલા જ. એક જ દુ:ખ. બધુ માનસને ગમતું જ કરવું પડે. કપડા, ઘરેણાં તેની જ પસંદગીના તો ઘરની ખરીદી હોય કે બહારગામ જવાનું હોય તેનો શબ્દ આખરી.

માનસ જરાપણ કલ્પનાશીલ નહી. પરફેક્ટ અને પ્રેક્ટીકલ. જ્યારે પોતે સ્વૈરવિહારી. સપનામાં જીવવાવાળી. મનને મુક્ત ગગનમાં ઊડવા જોઈએ.

પારેવડા જેવું તેનું મન માનસની બૂમથી ફફડી ઊઠતું. પોતાના દરેક ઉમંગ અને શોખને તેણી ભૂલી ગઈ. માનસને ગમે તે જ કરવું તેની ગોળ ગોળ ફરવું એ જ તેની પ્રવૃત્તિ. ખૂબ પ્રેમથી રાખતો. તેની સાથે જ લઈ જતો. મિત્રો કે બિઝનેસ સર્કલમાં મેઘાનું ખૂબ માન. આનંદ માણવાનો પણ માનસને ગમતી રીતે.

કોઈવાર તેનું મન અકળાઈ જતું. પોતાની મરજી કે સંબંધોની કોઈ કિંમત નહીં.

જોને આકાશમાં ઊડતું આ પંખી ભલે ગગનમાં છેક ઉપર નથી જતું પરંતુ પોતાના વિસ્તારમાં કેવું સરસ વિહરી રહ્યું છે. અને ત્યાં એક શિકારીએ જાળ નાખી. પારેવું સપડાઈ ગયું. હવે શિકારી જેને તે વેચશે તેને ત્યાં પાંજરામાં રહેવું પડશે. ખાવા-પીવાનું સરસ મળશે પણ મરજી મુજબ ગગનમાં વિહરવાની મજા ? અને મેઘા પોતાની જાતને વિહરતા પંખીની જગ્યાએ મૂકી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Romance