કલ્પેશ દિયોરા

Tragedy Drama Classics

2.7  

કલ્પેશ દિયોરા

Tragedy Drama Classics

વિધવા

વિધવા

3 mins
8K


કિંજલ આજ ખુશ હતી કે તેના લગ્ન એક એવા પુરુષ સાથે થયા હતા કે તે કિંજલને હંમેશા ખુશ રાખતો હતો. તેની સાથે રાત્ર દિવસ વાતો કરતી. કિંજલ અને રાજેશ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. એકબીજા વગર રહી શકવું હવે મુશ્કેલ હતું.

જ્યારે રાજેશ રાત્રે ઓફીસેથી ઘરે આવતો ત્યારે કિંજલ દોડીને તેના પર ચુંબનનો વરસાદ કરતી. રાજેશ કિંજલને તેની બાહોમાં લઈ લેતો. જોતજોતામાં લગ્નના બે વર્ષ થઈ ગયા.

આજ વાર મંગળવાર હતો. રાત્રિના આઠ વાગ્યે રાજેશ દરરોજ ઘરે આવી જાય, પણ આજ રાત્રિના અગિયાર વાગી ગયા હતા, તો પણ રાજેશ ઘરે આવ્યો ન હતો. થોડીવાર રહી કિંજલ ડેલીએ જોયાવે તો થોડીવાર અગાશી પરથી જોવે. પણ રાજેશ દેખાતો ન હતો. ત્યાં જ ફોનમાં રીંગ વાગી ફોન રાજેશનો જ હતો. તે ખુશ થઈ તરત જ દોડીને હાંફતા કિંજલે ફોન ઉપાડ્યો ..

'હેલો...! કેમ અત્યાર સુધી આવ્યા નથી...! તમારે ફોન તો કરાય ને..! જમવાનું પણ ઠરી ગયું છે..!'

'બહેનજી હું આશિષ બોલું છું આપ રાજેશના શું થાવ..?'

થોડીવાર તો કીંજલના પગ થરથરી ગયા. 

'હું તેમની પત્ની! કેમ રાજેશ કયાં છે?'

'તેમનો અકસ્માત થયો છે..'

'કયાં ? કઈ જગ્યા પર?'

'હેલો તેમને કંઈ વાગ્યું તો નથી ને?'

'બહેનજી તેમને હોસ્પિટલમાં લઈ ગયા છે. તમે ભગવતી હોસ્પિટલ આવો.'

'હા, હું આવું છું. પણ મારા રાજેશને કંઈ થયું તો નથીને?'

'..ના બહેનજી.. તમે અત્યારે હોસ્પિટલ આવી જાવ.'

કિંજલ થોડી જ વારમાં ભગવતી હોસ્પીટલમાં પહોંચી ગઈ. રાજેશનું મુત્યુ તો અકસ્માત વખતે જ થઈ ગયું હતું ફક્ત ડોકટરને વાત જ કરવાની હતી કિંજલને કે રાજેશ હવે આ દુનિયામાં નથી રહ્યા. ડોકટરના શબ્દ પૂરા થતાં જ કીંજલે મોટેથી રાડ નાંખી રાજેશ..!! હોસ્પિટલના બધાં જ લોકો દોડી આવ્યા.

'ના મારા રાજેશને કંઈ નથી થયું. રાજેશ મને છોડીને નહીં જઈ શકે.'

રાજેશના દુ:ખમાં એક વર્ષ કિંજલનું વીતી ગયું. પણ આંખથી રાજેશનો ચેહરો દૂર થતો ન હતો. કિંજલના ઘરમાં નિયમ હતો એકવાર પતિનું મુત્યું થાય તો તે બીજા લગ્ન ન કરી શકે. તેને વિધવા થઈને જ રહેવાનું.

પણ કિંજલને થયું મારી આ સરસ મજાની જિંદગી ભુતકાળમાં બનેલી એક ઘટના હું રાજેશ પાછળ રડી રડીને જ કાઢું કે પછી ભુતકાળને ભુલી વર્તમાનસમયમાં હું જીવું.

નહી, હું મારી નવી જિંદગીની શરુઆત કરીશ.

હા, રાજેશને હું ખુબ જ પ્રેમ કરતી પણ એ જિંદગી ભુલીને હું મારી નવી જિંદગી શરુ કરીશ. લોક કહેશે તું આવી છે. તું કોઈની પત્ની બનવાને લાયક નથી. નહીં હું કોઈનાથી નહી ડરું મારી જિંદગી છે. મારી જિંદગીનો હું જ નિર્ણય લઈશ. કેમકે મારા ઘઢપણમાં મને કોઈ સાથ નહી આપે જો કોઈ આપવાવાળું હશે તો એ મારો પતિ જ હશે.

થોડાક દિવસોમાં જ કિંજલે રવિ સાથે લગ્ન કરી લીધા. રવિ પણ રાજેશની જેમ જ કિંજલને પ્રેમ કરતો હતો. રવિ અને કિંજલના લગ્ન થયા. એક વર્ષ  થઈ ગયું. આજ કિંજલ ખુશ હતી. તે હસતી હતી. તે રવિ સાથે ખુશ હતી.

કિંજલના ઘરેથી તેના મા-બાપ અને સામેની સાઇડમાં તેના સસરાને જરા પણ ગમ્યું ન હતું. તેમણે લગ્નની મંજુરી પણ કિંજલને નહોતી આપી. પણ કિંજલે લગ્ન કર્યા.

પણ,અકસ્માતમાં મુત્યું પામેલ રાજેશનો આત્મા આજ ખુશ હતો, કેમકે રાજેશ કિંજલનો ચેહરો હંમેશા હસતો જોવો માંગતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy