કલ્પેશ દિયોરા

Drama

1  

કલ્પેશ દિયોરા

Drama

નેહા અને મિલનના લગ્ન

નેહા અને મિલનના લગ્ન

4 mins
327


યાદ છે તને નેહા હું હમેશા તને કહેતો ..!!

હું તને ચાહું છું, હું તને અનહદ પ્રેમ કરુ છું,

હું તારી સાથે એકાંત પળ માણી તને હમેશા નિહાળવા માંગું છું,એ જ સમયે એ જ ઘડી તને મારી બાહોમાં લઈ ચુંબન કરવા માંગું છુ.

પણ,લગ્ન પછીના એક વષઁમા તું સાવ બદલાય ગઈ છે.તું એમ કહે છે કે મારે જીવનમાં કંઈક બનવું છે, તો બન હું તને શા માટે રોકુ,પણ તું આજ આ છુટાછેડાનું કઈ રહી છે તે મને જરા પણ પસંદ નથી.

હા' હું તને પહેલા પ્રેમ કરતો હતો તેનાથી થોડો ઓછો કરતો હશ લગ્ન પછી પણ આજ પણ તને ચાહું છું નેહા..!!

મિલન હું છુટાછેડાનું એટલા માટે કહી રહી છું કે તારે અત્યારે બાળક જોઈ એ છે,અને મારે અત્યાર મારુ કેરિયર બનાવું છે.અને તારા આ ઘરડા મા-બાપ મને જરા પણ પસંદ નથી.

નેહા લગ્નના ત્રણ વષઁ થયા હવે તો તું મારી આ એક ઈચ્છા પુરીનો કરે...તે કેમ બને..!!

બાળક પછી પણ તું તારુ કેરિયર બનાવી શકે.અને રહી વાત મારા મા-બાપની એમણેતો મને પાલન-પોષણ કરી મોટો કર્યો તેમને કેમ તજુ નેહા...

નહી, મિલન છૂટાછેડાના આ બે કારણ નથી

મારી પાસે તો ઢગલો કારણો છે..!!!

પહેલા તો એ જ કે,

મારે ને તારે જરા પણ બનતું નથી.!!!નાની નાની વાતમાં તું ઝઘડે ..!

તું એવું કરે જ તો ઝઘડે જ ને સવારમાં વહેલા હું નાવા જાવ તો મારો રૂમાલ મળતો જ ન હોય.શાક રીંગણાનુ કીધું હોય તો બટેટાનુ હોય અને હા, બટેટા પૈવામાં મે તને હજાર વાર કીધું કે કોથમીર નહી નાંખતી મને એલર્જી છે,તો પણ તું જ્યારે બનાવ તૈયારે ખોબો ભરીને નાંખી દે,પછી કે તું મારી સાથે ઝઘડે છે,તો બીજું હું શું કરુ...??

તું જ્યારે લગ્ન પછી ઓફીસે જતો ત્યારે મને દરરોજ એક હગી આપીને જતો અને કહેતો 

આઈ લવ યુ નેહા..

પણ, હું તને અત્યારે અઠવાડિયે એક વાર તો કવ છું ને,ઓફીસના થાકના કારણે ભુલી જતો હોવ પણ,તારે તો મને કહેવાય ને ..!!

નેહા તું શું કામને ભુલી જા છો..!!!

બસ મિલન,હવે તારી જોડે મારે રહેવુ્ં મુશ્કેલ છે.મારે આજે જ છૂટાછેડા જોઈએ.

નેહા તું એક વાર વિચારી તો જો?

મિલન મે આખા દિવસમાં પાંચસો વાર વિચારીને આ નિણઁય લિધો છે. મારો નિર્ણય હવે ફરશે નહી.

ઓકે નેહા હું તારી વાત સાથે મંજુર છું.

પણ,એક શરત પર જ્યારે તું ઘર છોડીને જા તારે મને છેલ્લી વાર ભેટીને કહેવુ પડશે આઈ લવ યુ મિલન..!!!

મને મંજુર છે...મિલન,આજ સુધી તારી પ્રત્યે કોઈ ફિલીંગ આવી નથી તેદી પણ નહી જ આવે..!!તને એમ હોય કે હું આઈ લવ યુ કહીને ત્યારે પાછી વળી જશ તો એ તારો વહેમ હશે મિલન ..!!

અંતે સોમવારે નેહા અને મિલને છુટાછેડા લઈ જ લીધા,આજ મંગળવાર હતો,ઘર સુમસાન હતું,નેહા તેનો સામાન પેકીંગ કરી રહી હતી.તેમાંથી એક કાગળ નિકળ્યો તે કાગળ ગઈકાલે જ મિલને નેહાની બેગમાં મૂક્યો હતો.

નેહા હું તને ચાહું છું,હું તને અનહદ પ્રેમ કરુ છું,હું જાણતો નથી તું શા માટે મને છોડીને જઈ રહી છો.

જ્યારે તારા પપ્પા તને લગ્નબાદ વળાવવા આવ્યા ત્યાર તને કીધું હતું કે નેહા મિલનનું ધ્યાન રાખજે.અત્યાર સુધી તું મારુ ધ્યાન રાખતી,હવે મારુ ધ્યાન રાખવા વાળુ કોઈ છે જ નહી,તો મારે જિંદગી શું કામની,હું હવે કોને કહશ કે તને હું ચાહું છું!હું તને ખુબ પ્રેમ કરુ છુ...!!!ચાલને આપણે બે ઘડી ફરિયાવયે શહેરમાં,નેહા સુ:ખ દુ:ખની તો આ જિંદગી છે.કયારેક સુ:ખ તો કયારેક દુ:ખ એ જ લગ્ન જીવનની મજા છે,જીવનમાં બધુ જ હોય તો જીવનનો આનંદ કેવી રીતે માણીએ.લગરીક ખુશી એજ પતી પત્નીના જીવનનો આનંદ છે.મને ખબર નોહતી કે તું આ રીતે જિંદગીનો વળાંક લઈશ.મને મુકી ચાલી જશ.મને કોઈની ચિંતા નથી,બસ એ જ ચિંતા છે કે તું જશ કયાં?

બે દિવસ પહેલા જ તારા પપ્પાનો અને તારા મમ્મીનો મારી પર ફોન આવ્યો હતો કે તારા ભાઈએ તેમને ઘરની બહાર કાઢી મુકયા છે.

મે જરા પણ વિચારા વગર કહી દીધું અમારા ઘરમાં એક રુમ ખાલી છે ત્યાં તમે આવી જાવ નેહા તારા મમ્મી-પપ્પા અહી આવી રહ્યા છે અને તું કઈ બીજે જહી રહી છો.

નેહા ધર ધર આંસુએ રડી પડી..!!!

જે માણસ મારા મા-બાપને તેના ઘરે લાવી શકે તેને હું કેવી રીતે છોડી શકુ.મને શું થઈ ગયું છે કે નાના એવા કારણથી હું મારા અને મિલન સાથેના સબંધને તોડી રહી છું.

ના હું મિલનને છોડીને નહી જઈ શકુ.તે જ મારો પહેલો પ્રેમ છે...!!!તેને આજ પણ હું ચાહું છું..!!!

બપોરે મિલન ઘરે આવતા જ નેહા તેની સામે દરવાજે દોટ મુકી મિલનને ભેટી પડી.તેના મોં માથી શબ્દ નિકળી ગયા 

આઈ લવ યુ મિલન...!!!!!!!!!!

(સત્ય ઘટના નામ બદલાવેલ છે આજ તેના લગ્નને ચૌદ વર્ષ થઈ ગયા સુખી કુટુંબ છે)


Rate this content
Log in

Similar gujarati story from Drama