માસિકધર્મ પવિત્ર કે અપવિત્ર
માસિકધર્મ પવિત્ર કે અપવિત્ર


સામે મંદિર છે, મારે જવું છે, પણ હું જઈ શક્તિ નથી. મને મારા પેટમાં કડકડતી ભુખ લાગી છે, પણ મારી "મા" મનેનાં પાડે છે કે તું સ્નાન કરીને આવ પછી જ તને ખાવાનું મળશે. મેં કારણ જાણયું તો જવાબ મળ્યો કે તે માસિક ધર્મમાં છે. મારા મત મુજબ આ કુદરતી છે, આ વાતને ધર્મ સાથે સરખામણી કરીને તમે એક સ્ત્રીનું અપમાન કરી રહ્યા છો. આ ૨૧મી સદીમાં સ્ત્રી જ સ્ત્રીનું અપમાન કરી રહી છે. માસિક ધર્મ વખતે તારે અહીં ન જવું જોઈએ, તારે આમ ન કરવું જોઈએ.
જો તમે એમ કહી રહ્યા હોવ કે માસિક ધર્મ સમયે કોઈ સ્ત્રી અપવિત્ર છે. તો દુનિયાનો હરેક વ્યક્તિ અપવિત્ર છે. કેમકે એ જ રક્તથી તમારો જન્મ થયો છે. તો શું તમે આ સમાજને અપવિત્ર ગણશો. આ એક સમસ્યા નથી. સમસ્યા એને કેહવાય કે જેનું નિરાકરણ હોઈ અહીં તો આનું કોઈ નિરાકરણ જ નથી. માટે આ સમસ્યા નહિ પણ જીવનનો એક ભાગ છે, તેમ તમારે સમજવું જોઈએ.
કોઈ વ્યક્તિ કે કોઈ વિજ્ઞાન એવું સાબિત કરી દે કે માસિક ધર્મ સમયે સ્ત્રીએ બનાવેલ ભોજન અપવિત્ર થઈ જાય છે. તો માનવું પડે પણ અત્યારે સુધી કોઈ ભોજન અપવિત્ર થયું નથી. કે કોઈએ અપવિત્ર થતું જોયું નથી માટે આ પરિસ્થિતિમાં સ્ત્રીઓનું સન્માન કરો.
ઘણા વર્ષો પહેલા સ્ત્રીને માસીક ધર્મ વખતે તકલીફ થતી હતી. તેમની પાસે એવી કોઈ વસ્તું ન હતી કે તેનાથી તે રક્તસ્ત્રાવ અટકાવી શકે માટે મંદિર જવા માટે અનુમતિ હતી નહીં. પણ હવે તો એવી ઘણી વસ્તુઓ આવી ગઈ છે જેના કારણે સ્ત્રી રક્તસ્ત્રાવ રોકી શકે છે. માટે દરેક સ્ત્રીનું આ પરિસ્થિતિમાં સન્માન કરો અપમાન નહિ.
તમે એ વિચારનો કરો કે માસિકધર્મ વખતે છોકરીઓ અપવિત્ર હોઈ છે. નહિ ત્યારે તે એક દેવી જેવી પવિત્ર જ હોઈ છે. જો તે દિવસે તે મંદિર જાય તો ઇશ્વર પણ ખુશ થાય છે, કે આવી પરિસ્થિતિમાં પણ એક દેવીએ મંદિર આવાનો પ્રયત્ન કર્યો.