કલ્પેશ દિયોરા

Drama

1  

કલ્પેશ દિયોરા

Drama

સુખી લગ્ન જીવન

સુખી લગ્ન જીવન

2 mins
424



મયુર તારી સાથે હવે હું એક દિવસ પણ રેહવા માંગતી નથી.મેં મન બનાવી લીધું છે.હું તારી સાથે લગ્ન કરીને આવી ત્યારથી આ ઘરમાં મારો એક દિવસ પણ સારો ગયો નથી.હું ક્યાં સુધી સહન કરું તું અને તારા ઘરના બધા મારી પર જ જીવતા હોવ એવું મને લાગી રહ્યું છે.

હિના પાણી આપને હજુ તો બાપુજીને પાણી આપી જ રહી હોવ ત્યાં બા બોલે હિના ખાવાનું તૈયાર છે ને હું આવું છુ રસોડામાં જમવા.હજુ આ બધા માંથી આમ તેમ થાવ ત્યાં પહેલો નિશાળેથી ઘરે આવે મોમ આ જોઈએ.મોમ મારે આ ખાવું છે,એને હું સમજાવું અને કહી બનાવી આપું ત્યાં તમે ઘરે આવીને ધમ કરતો થેલો મેકીને જમવાની થાળી પર બેસી જાવ.

અને એમાં પણ ઓછું હોઈ તેમ બા મને દરરોજ ટોક ટોક કરે છે.પહેલા બાજુવાળા રામભાઇની વહુ જો દરરોજ સાડી મનજીને ત્યાંથી લાવે છે,અને સાંજ પડે સો રૂપિયાનું કામ કરે છે.તું પણ આ મયુરને કંઈક ટેકો કર.

હિના તું બાનું શા માટે સાંભળે છે.એની તો ઉંમર થઈ એ તો બોલે,અને જીવનમાં કામ તો રહેવાનું જ પણ તું એમ ન વિચાર કે આ મારા પર કામનો બોજ છે.તું એમ વિચારીને ઘરનું કામ કર કે આ ઘરના બધા જ સભ્યો મને વાહલ કરે છે.એ મારા જ છે.ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે બધા તારો સાથ આપશે જ.

તું યાદ કર હિના હજુ ગયા મહિને જ તને તાવ આવી ગયો હતો.મેં મારી જોબ પરથી પણ ચાર દિવસની રજા લઈ લીધી હતી,અને ઘરનું બધું જ કામ બા કરતા હતા તને એક પણ કામ કરવા નોહતા દેતા યાદ છે ને તને.

હું જોબ પર હોવ ત્યારે મારો બોસ પણ મને ટોક ટોક કરે છે,પણ હું તે ધ્યાનમાં નથી લેતો કે નથી કઇ તેની સામે બોલતો કેમ કે મને બીજી બાજુ એ પણ વિચાર આવે છે કે એ પૈસાથી મારુ ઘર ચાલે છે.એ મને પગાર આપે છે તેનાથી આપણી નાની નાની જરૂરીયાત પુરી થાય છે.માટે હિના તું અવળી નહિ પણ સવળી બાજુ વિચાર કર.

આ જિંદગી એકવાર મળે છે. હિના તું ખુશી ખુશીથી જીવાનો પ્રયત્ન કર.કોઈ પણ પરિસ્થિતિ આવશે અમે બધા તારી સાથે હશું.કોઈ કહે તેમ નહીં પણ તને જે સારું લાગે તે કર.તને ગમતી વ્યક્તિમાં તું ખોવાય જા.એ પછી આ બધું કામ તને એક તુચ્છ લાગશે.

સોરી મયુર તારી વાત સાચી છે.હવેથી હું કોઈ ફરિયાદ નહિ કરું.જે મને દેખાય રહ્યું હતું તે મને કામ જ દેખાય રહ્યું હતું,પણ પાછળ બીજી બાજુ મેં નજર કરી જ નહીં કે હું જેને પ્રેમ કરું છું.જેને વહાલ કરું છું.એના જ કામને હું બોજ માંની રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama