કલ્પેશ દિયોરા

Drama

2  

કલ્પેશ દિયોરા

Drama

બાપ દીકરી

બાપ દીકરી

3 mins
645


લાલ ગાડી આવીને દરવાજા પાસે ઉભી રહી, શું આ મકાન મણિશંકરનું છે?

હા,સાહેબ આજ મકાન મણિશંકરનું લાલ ગાડી માંથી નવજુવાન છોકરો નીચે ઉતર્યો. દેખાવમાં જોતા જ ગમી જાય ભરાવદાર શરીર કેસરી રંગનો શર્ટ પહેરી મણિશંકરના ઘર સામે આવીને ઉભો રહીયો. . . . . . .

આજુ બાજુ ઘરના લોકો ડોકાઈ ડૉકાઈને જોઈ રહિયા હતા. શું આ પહેલી દર્શનાને જોવા આવીયો છે

જો તે છોકરો "હા" પાડે તો મણિશંકર અને દર્શના ના તો ભાગ્ય ખોલી જાય. . .

લીલીબેન તમે ગાડી તો જુવો કેટલી મોટી છે, છ સાત જણ બેસી જાય અને આ મારો કાનો પણ સમાય જાય એવડી છે. .

હા, મજુંબેન. . . જો હા પાડે તો દર્શના માટે સારામાં સારું માંગુ છે. . .

હા, લીલીબેન

આવો આવો સાહેબ આવામાં કઈ તકલીફ તો નથી પડીને. . !!!

ના ,જરા પણ નહીં મણિશંકરલાલ

આવો અહીં આ ખાટલા પર બેહો,એ દર્શના ના ઘરના બે તકિયા લાવજો ને. . . . !!!

હા,લાવી દર્શના ના બાપુજી

થોડી વારમાં દર્શના પાણી લઇને આવી બે હાથમાં એક એક ગ્લાસ હતો,અને પગમાં ઝાંઝરનો ઝીણો ઝીણો આવજ આવી રહીયો હતો,એ એટલી 

સુંદર હતી કે ગામ લોકો તેને કહેતા કે તને તો કોઈ રાજ કુંવર મળશે. અને આજ રાજકુંવર જેવો જ છોકરો જોવા આવીયો હતો. . .

તો ચાલો અમે જઈએ મણિશંકરલાલ અમને છોકરી ગમી છે. . . !!!

તમારે કહેવાનું છે,હા કે ના

સાહેબ,તમારી જેવું ઘર મળતું હોઈ તો અમારે હા અને ના શાની. . ! અમારી પણ હા જ છે.

સારું અમેં જાન લઇને આવીશું. .

હા, સાહેબ. . . !!!

બેટા તને એ છોકરો ગમે છે ને "હા"બાપુજી તમે જે નક્કી કરો તે સારું જ હોઈ,એમાં મારે શું કહેવાનું હોઈ. . .

પણ,બાપુજી મારે તમને એક વાત કે'વી છે

બાપુજી તમને યાદ છે,હું નાની હતી તમે એમ કહેતા બેટા પાણી લાવ તો. . . !!!હું દોડીને તમારી માટે પાણી લાવતી. . . યાદ છે ને. .

હા,બેટા

બાપુજી તમે વાડીયેથી ઘરે આવતા તારે તમે કહેતા દર્શના બોવ ભુખ લાગી છે, તમને હું ગરમ ગરમ રોટલી એક પછી એક આપતી યાદ છે ને બાપુજી

હા,બેટા કેમ ભુલાય. .

તમે વાડીએથી થાકીને આવતા તે પછી હું હસતા હસતા તમને પગ દબાવી દેતી યાદ છે ને બાપુજી. .

હા, બેટા પણ તું શું કેહવા માંગે છે. . !!

આ મારા અને તમારા પ્રેમની "કિંમત" બે જ લાખ બાપુજી. . . !!તમે બે લાખ રૂપિયામાં તમારી લાડલીને આપી દીધી. .

બાપુજી થોડીવાર દર્શના સામે જોઈ રહિયા. . .

બાપુજી મારે બંગલા ગાડી કઈ નથી જોતું એ બધું નહીં હોઈ તો ચાલશે પણ મારે આખી જિંદગી એક વ્યક્તિનો પ્રેમ જોઈ છે,જે તમારી જેવો સંસ્કારી હોઈ,જેમ તમે બા નો ખ્યાલ રાખો છો એમ એ પણ મારો ખ્યાલ રાખે. આપણી જેવું જ અમારું પણ એક નાનકડું ઘર હોઈ બસ તેમાં અમે હસતા હસતા રહીએ એટલું જ જોઈએ બાપુજી મારે તમારી પાસેથી બીજું કંઈ નથી જોતું. .

મેં આપેલ પ્રેમના બદલે મારે કોઇનો પ્રેમ જોઈ છે બાપુજી ફક્ત પ્રેમ બીજું કંઈ નહીં. . .

બેટા મને માફ કરીદે. . . !!!!તારા પ્રેમની મેં કદર નો કરી

દર્શના અને બાપુજી બંને ભેટી પડીયા. .

હેલો,હું મણિશંકરલાલ બોલું. .

હા,મણિશંકરલાલ બોલો કેમ છો. . !!!

મજામાં હો સાહેબ. . .

પેલું વેવિશાળનું અમે હવે બંધ રાખેલ છે, તમારા બે લાખ કાલે તમને મળી જાશે. . . .

પણ કેમ. . . ?

સામેથી મણિશંકરનો અવાજ આવતો બંધ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama