કલ્પેશ દિયોરા

Drama

1  

કલ્પેશ દિયોરા

Drama

જીન્સવાળી વહુ

જીન્સવાળી વહુ

3 mins
216


અમિત હવે તો તું લગ્ન કર. ઘણા સમયથી તને કવ છું. પણ તું લગ્ન તરફ ધ્યાન જ નથી આપતો. તારી ઓફિસમાં કોઈ છોકરી ગમી નથી ગઈ ને?તને યાદ છે ને અમિત મને જીન્સ વાળી છોકરીથી નફરત છે. મારી વહુ આવશે તો એ મારી જેમ જ રહેશે. અને મેં સાભળ્યું છે કે જીન્સ વાળી છોકરી ઘરમાંથી માં-બાપ ને બહાર નીકાળી દે છે.

નહીં મમ્મી એવું કંઈ નથી મને કોઈ ઓફિસમાં છોકરી ગમતી નથી. મારે જ્યારે લગ્ન કરવા હશે ત્યારે હું તમને સામેથી જ કહીશ કે મારે હવે લગ્ન કરવા છે. હજુ કોઈ વિચાર નથી.

એક મહિના પછી ફરી કહ્યું મમ્મી એ કહ્યું હવે તો તું ૨૭નો થયો તારે લગ્ન કરી લેવા જોઈએ. મેં તારા માટે ઘણીબધી છોકરી શોધીને રાખી છે. પહેલી રમાં છે ને બાજુ વાળી તેના ભાઈની છોકરી રૂપાળી અને સંસ્કારી બંને ગુણ છે. અને જીન્સ તો તે કયારેય પહેરતી જ નથી.

મમ્મી એવું તમને કોણે કહ્યું કે જીન્સ વાળી છોકરી સંસ્કારી ન હોઈ અને માં-બાપને ઘરમાં ન રેહવા દે.

એ તું મને પૂછ પૂછ ન કર અમારે અહીં દરરોજ ચોકમાં બેસીને બધી વાતો થતી હોઈ અને અમે અમારી નરી આંખે જોતા પણ હોઈએ. ઘરે વહુ આવશે તો મારી જેવી જ અને મારા જેવા કપડાં પહેરે તેવી જ.

તો શું બાજુવાળી રમાંના ભાઈની છોકરી જીન્સ નહિ પહેરતી હોઈ એમ તમે કયો છો.

હા,જ તો વળી. . !!!

કેમ તમે જોવા ગયા હતા તેના ઘરે?તને કીધું તો ખરા અમિત ચોકમાં રમાં સાથે વાત થઈતી તું બધું મને પૂછ પૂછનો કર.

તમે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરો છો,અને પછી એમ કયો છો કે બોવ પૂછપરછ નહીં કરવાની,કરવી તો પડે જ ને તમારે તેની સાથે મારા લગ્ન કરાવા હોઈ તો.

એટલે તારી ઈચ્છા છે તેની સાથે લગ્ન કરવાની એમ કેહવા માંગે છો તું. હા,તમે સારું મહુર્ત જોઈને તારીખ નક્કી કરો. એક જ વર્ષમાં અમિતના લગ્ન થઈ ગયા. લગ્ન થઈને વહુ ઘરે આવી.

લગ્નના ચોથા દિવસ જ રમાંના ભાઈની છોકરી રૂમ માંથી જીન્સ પહેરીને બહાર નીકળી. મમ્મીની તો આંખો તેની સામે જ ફાટી રહી.

અમિત મેં તને કહ્યું તું કે મારા ઘરમાં જીન્સ વાળી વહુ ન જોઈએ.

"માં" પસંદ કોણે કરી પહેલા મેં કે તમે. હા,મેં જ કરી પણ એ અમને ઘરની બહાર નીકાળશે. મને ડર લાગે છે. તું એને ના પાડી દે.

કિંજલ અહીં બહાર આવતો મમ્મી એમ કહે છે કે જીન્સ વાળી છોકરી માં-બાપનો ખ્યાલ નથી રાખતી તેમને ઘરની બહાર ધકેલી દે છે.

આજે સવારે જ અમિતે મને કહ્યું કે આજે મમ્મીનો જન્મ દિવસ છે,અને આપણે તેમના જન્મદિવસની પહેલી વાર ઉજવણી કરવી છે. માટે આજે હું જીન્સ પહેરીને ત્યાર થઈ,અને તમે આવી વાત કરો છો મમ્મી.

મમ્મી જીન્સ પહેરવાથી કોઈ છોકરીના સંસ્કાર નથી બદલી જતા. કોઈ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં તફાવત નથી આવતો. હું તો તમારો ખ્યાલ જીવન ભર રાખીશ અને તમારી સાથે જ રહશ. તમને મારાથી દૂર ક્યારેય નહીં થવા દવ.

ચોકમાં આજ સાંજે ફરી બેઠક થઈ અલી તું તો કેહતી હતી ને કે મારી વહુ કયારેય જીન્સ નહિ પહેરે તે મારી જેમ જ રહેશે. આજ સવાર જ અમે તેને અહીંથી જીન્સમાં જતા જોઈ.

હા,પહેલા મને તકલીફ હતી પણ હવે મને કોઈ તકલીફ નથી કેમકે જીન્સ પહેરવાથી છોકરીના સંસ્કાર બદલી જતા નથી કે કોઈ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં તફાવત જોવા મળતો. આ તો આપણા બધાના મનના બાઝેલા મેલ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama