STORYMIRROR

કલ્પેશ દિયોરા

Crime

2.3  

કલ્પેશ દિયોરા

Crime

સ્ત્રીનો પત્ર

સ્ત્રીનો પત્ર

3 mins
519


નામ- માધુરી

પુરુનામ માધુરી રમેશભાઈ ઓઝા

રહેણાક-અમદાવાદ 

આ બાયોડેટા કોઈ છોકરીનો હું એમજ નથી આપી રહ્યો, આ એ છોકરી છે જેમણે બે નરાધમો એ બળાત્કાર કરી કોઈ જંગલ જેવી જગ્યામાં ફેંકી દીધી હતી. આ વાત છે બળાત્કારના સાત વષઁ પછીની મહેશ આજ માધુરીને ઘરે જોવા માટે આવાનો હતો. માધુરી આજ સવારથી ખુશ હતી કેમકે તેને એક વેલ એજયુકેટોડ છોકરો જોવા આવવાનો હતો.

સવારમાં ૯:૦૦ વાગ્યે સમાચાર મળ્યા કે તે લોકો હવે જોવા નથી આવતા. માધુરીને ખબર પડી ગઈ તેનું કારણ માત્ર એક જ હતું કે તેના પર થયેલ બળાત્કાર !માધુરીને આવી રીતે ના પાડનાર આ તેવીસમો છોકરો હતો. માધુરીથી આજ રહેવાણુ નહી. માધુરી એ મહેશના ઘરે પત્ર લખ્યો !

નામ-માધુરી

પુરુ નામ માધુરી રમેશભાઈ ઓઝા

રહેણાક-અમદાવાદ 

હા, હું એ જ માધુરી છું. જેને તમે બે દિવસ પહેલાજ જોવા આવાના હતા. મને બીજું કોઈ કારણ ખબર નથી કે તમે મને શા માટે ના પાડી હોય પણ એક કારણ મને ખબર છે, તે કારણ મારા પર થયેલ બળાત્કાર ?તમને પણ કદાસ આ જ નડ્યું હશે શાયદ !

મહેશ મારા પર બળાત્કાર થયો તે તો હું ઘણા સમયથી ભુલી ગઈ હતી, પણ જ્યારેથી મે છોકરા જોવાનું શરુ કર્યું ત્યારથી મને ફરી ફરી યાદ આવી જાય છે કે હું એક બળાત્કારી સ્ત્રી છું. સ્ત્રીનું તો જીવનજ એવું છે કે તેને હમેંશા પડકારોના સામના કરવાના હોય છે. પણ ક્ષણિક જીંદગીનો આનંદ લેવો એ એની એક જ ખુશી હોઈ છે. મે તો ક્ષણિક આનંદ લેવાની ખુબ કોશીશ કરી પણ ઘરની બહારના લ

ોકો એ આનંદ પણ કયા લેવા દે છે.

મારે કોઈ સારી એવી જગ્યા એ જઈને મારે મારી જીંદગીને જીવી હતી. મારે કોઈને પ્રેમ કરવો હતો પણ મને આજ ખબર પડી કે લોકોને તો પોતાની આબરુની પડી છે, લોકોને તો પોતાના ઈજ્જતની પડી છે. એ શું કામને એક બળાત્કારી સ્ત્રી સાથે લગ્ન કરે ? જ્યારે મારા પર બળાત્કાર થયો ત્યારે મે ચાર વાર ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો.પણ, મારા બાપુજી એ મને બચાવી લીધી તેણે કહ્યું 'બેટા જીંદગી તો ખુબ સરસ છે. હજી તો તારે જીવાનું ઘણુ બધુ બાકી છે.' એ પછી હું મારી જિંદગી મન ભરીને જીવતી હતી.

એક દિવસ એક પાડોશી એ કહ્યું મારા બાપુજીને કે તારી છોડી પર તો બળાત્કાર થયો છે, તેને કોઈ નહી લઈ જાય. તે ઘરમાંજ પડી રહેવાની છે. તે વેણ હું સાંભળી ઘરમાં પાંચમી વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. પણ,દરવાજા પર મારા બાપુજી મને કહ્યું જો માધુરી તું કઈ પણ કરીશ તો તારા આ બાપુજીના સમ છે. હું દરવાજો ખોલીને બાપુજીને ભેટી પડી. તે દિવસે હું મારા બાપુને ભેટીને ખૂબ રડી. મારા કારણે મારા બાપુજી હેરાન થાય છે તે જાણી હું સતત ત્રણ દિવસ સુધી રડી.

મહેશ આજ સાત વર્ષ પછી ફરી વાર મને આપઘાત કરવાનું મન થયું છે, કેમકે બળાત્કારી સ્ત્રીને કોઈ પ્રેમ કરવા વાળું નથી. અને હા, આજ મારા બાપુજી પણ નથી એ તો છ મહીના પહેલા ઈશ્વરના ધામ પોંહચી ગયા છે. આજ મને કોઈ રોકવા વાળું પણ નથી. અને હા, માધુરી મારા સમ છે !જો તું કઈ એવું પગલું ભરીશ તો,આવું કોઈ આજ કહેવા વાળું પણ નથી.

 માધુરી.


Rate this content
Log in

Similar gujarati story from Crime