કલ્પેશ દિયોરા

Drama

2  

કલ્પેશ દિયોરા

Drama

માફી દિલની

માફી દિલની

4 mins
340


સોનલ તું અઠવાડિયામાં જ મારી સાથે લગ્ન નહી કરે તો હું આ દુનિયામાં તને ક્યારેય નહી જોવા મળું.

સંદિપ તું આવુ ન બોલ..!!!

મારા લગ્ન થઈ ગયા છે મારે એક છોકરી છે 

તું મને વિચારવાનો થોડો સમય તો આપ..!!

સોનલ મે તને ઘણો સમય આપ્યો. વિચારવા માટે. જો તારે મારી સાથે લગ્ન જ નથી કરવા તો શા માટે તે મને પ્રેમ કર્યો.

ના ..સંદિપ એવું નથી ...!!

હું તને ચાહું છું .હું તને ખુબજ પ્રેમ કરુ છું.

પણ મને મારુ ઘર છોડવાનું મન નથી થતું.

તું જાણે છે વિશાલ મને ખુબ જ પ્રેમ કરે છે. તેને હું કેમ તરછોડું અને આ મારી છોકરી દિત્યાને હું કેમ છોડુ.

જો એટલો બધો તને તે પ્રેમ આપતો હતો તો શા માટે તે મને પ્રેમ કર્યો. આ અઠવાડિયે સોનલ તારે ફેંસલો કરવો જ જોશે કા સંદિપ કા તો વિશાલ.સોનલ જાણતી હતી કે તેમણે બોવ મોટી ભૂલ કરી છે.હવે તે સંદિપને ભૂલી પણ શકે તેમ નોહતી. સોનલને ગમે તે એકબાજુ ફેંસલો લેવો જ પડે તેમ હતો.

વાત છે ૨૦૧૭ની જાન્યુવારી મહિનાની વિશાલ તેના બિઝનેસ માટે લંડન ગયો હતો.

સોનલને ત્યાં સંદિપ અવારનવાર તેના ઘરે આવતો કોઈ કામ માટે તો કયારેક બસ અમસ્તા જ ટાઈમ પાસ માટે.!

બે જ મહિનામાં સંદિપ અને સોનલ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. વાત ઘર પર 

ચા,સરબત તો ઠીક પણ સોનલના બેડ સુધી પોંહચી ગઈ હતી.દરરોજ સાંજે સંદિપ સોનલના ઘરે આવી જતો અને સવારે વહેલા નિકળી જતો..આ દરરોજનો સોનલ અને સંદિપનો નિત્ય ક્રમ બની ગયો હતો.

આજ સોમવાર હતો વિશાલ તેના બિઝનેસનું કામ પુરુ કરી તે તેના ઘરે આવવાનો હતો.

રવિવારની આખી રાત્ર સોનલે રડીને કાઢી હતી. તેને કઈ સમજાતું ન હતું કે હું શું કરુ.

સવારે ૯:૦૦ વાગે ડોરબેલ વાગી થોડીવાર તો સોનલના ધબકારા વધી ગયા કોણ હશે સંદિપ કે વિશાલ?ડરતા ડરતા તેણે દરવાજો ખોલ્યો.તેની સામે વિશાલ ઊભો હતો.

આઈ લવ યુ સોનલ...!!સોરી બેબી આવતા થોડું મોડું થઈ ગયું. આજ મારો ફોન પણ બંધ થઈ ગયો.ઘર પર આવતા જ ફોન પર મારી નજર ગઈ અને આજ તને એક સરપ્રાઈઝ આપવાની છે.આવતા મહિનેથી મારી સેલરી ૨,૬૦,૦૦૦ થઈ જશે.

ઓહ શું વાત કરે છે વિશાલ...!!!

હવે આ જૂનું મકાન વહેંચી નવા મકાનમાં આપડે રહેવા જવાનું છે.

પણ,વિશાલ આ મકાન સારુ છે,તને શું વાંધો છે.વિશાલ થોડીવાર સોનલ સામે જોઈ રહ્યો.

કેમ તું આવુ કહી રહી છે.એક વર્ષ પહેલા તો તું એમ કહી રહી હતી કે મને આ મકાન ગમતું નથી.અને તું એટલી બધી ઉદાસ કેમ છે.

તને કઈ થયું તો નથી ને..!!

શું તું પણ વિશાલ..!!!

મારી તબિયત આજ ઠીક નથી.ઓકે બેબી.

પાંચ દિવસ સુધી મે કંપની માથી રજા લઈ લીધી છે,બસ તારી સાથે રહેવા અને તારી સેવા કરવા જ,કયા છે દિત્યા કેમ દેખાતી નથી.તે હજુ આરામ છે.ઓકે એ જાગે ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાવ.

થોડી જ વારમાં સોનલના ફોનમાં રીંગ વાગી

તે કોઈ બીજાનો ફોન નહી પણ સંદિપનો જ ફોન હતો.

સોનલ તે નિર્ણય કર્યો કે નહી.

સંદિપ તું મને સમય આપ આજ વિશાલ પણ ઘરે આવી ગયો છે.

ઓહ ...તો તો હમણાં જ હું આવુ છુંઘર પર.

સોનલને થયું જો સંદિપ ઘરે આવશે તો નહી થવાનું એ થશે જ.એના કરતા હું મરવાનું વધુ પસંદ કરીશ.પણ, મારી દિકરીનું શું થશે વિશાલનું શું થશે ના હું મરી ન શકું. મારી ભૂલ થઈ છે તે હું જાણું છું.મારે એક વાર વિશાલને વાત કરવી જોઈએ તે કદાસ મારી આ ભૂલ માફ પણ કરી દે,પછી જે મને સજા આપશે તે હું ભોગવવા તૈયાર છુંં.પણ આ ઘર છોડી હું જવા નથી માંગતી.

થોડી જ વારમાં વિશાલ રુમ માંથી બહાર આવ્યો.સોનલ તરત જ તેની પાસે ગઈ.

વિશાલ મારે તને એક વાત કરવી છે.

બોલને સોનલ..!!!

તું લંડન ગયો પછી તારો મિત્ર સંદિપ અવારનવાર આપણા ઘરે આવતો.

હા, એ તો મે એને કહ્યું હતું કે તું સોનલનું ધ્યાન રાખજે.

હા, વિશાલ...એ એક વષઁમા મને અને સંદિપને પ્રેમ થઈ ગયો ક્યારે,કેમ કદી મને ખબર પણ રહી નહી.તે મને ફોર્સ કરી રહ્યો છે તેની સાથે લગ્ન કરવા.

સોનલ તું શું બોલી રહી છે તેનું તને ભાન છે ને..!!તારે એક છોકરી છે તારે એક પતિ છે.

તને મે શું નથી આપ્યું ....!!

કે તે મારી સાથે આવું કર્યું...!

સોનલ રડી પડી...!

વિશાલ મારી ભૂલ થઈ ગઈ હું ગુનેગાર છુંં.

તારે જે સજા આપવી હોય તે મને આપ હું તે સજા ભોગવવા તૈયાર છુંં.

સોનલ હું તને એટલો પ્રેમ કરુ છું કે તને સજા પણ નહી આપી શકુ અને તને છોડી પણ નહી શકુ.

આજ અને અબઘડી જ તૈયાર થઈજા અહીંથી આપણા નવા મકાનમાં જવા સંદિપને હવે પછી યાદ કે ફોન કરીશ તો તારો પતિ કે તારી દિકરી તને ક્યારેય જોવા નહી મળે.સોનલ તને હું એટલો તો જરુર પ્રેમ કરુ છું કે તને ઘરમાં હું રાખી શકુ.

સોનલ વિશાલને ભેટે પડી....

ત્યારે પછી ક્યારેય સોનલે સંદિપને યાદ નથી કર્યો કે નથી ફોન રીસીવ કર્યો .બસ તેનો એક જ પરિવાર હતો વિશાલ અને દિત્યા.

કયારેક માફી માંગવાથી પરિવાર તૂટતાં રહી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama