એક પ્રેમી બે દિલ
એક પ્રેમી બે દિલ
આજ અંકિતાને મળવા જવાનું હતું તેના જીવનસાથીને અંકિતા ખુશ હતી. જીવન સાથીને મળવા જવાની ખુશી કોને ન હોય ! લાલ ટી-શર્ટના તે કૌશીકને ગમતું નહી હોય તો કેસરીના એ તો મનેજ નથી ગમતો છેલ્લે નક્કી થયું કે ગુલાબી ટી-શર્ટને બ્લુ જીન્સ.અરે મનના માણીગરને મળવા જવાનું હતું જેમ તેમ થોડું જવાય. લીપસ્ટીક ગુલાબી ટી-શર્ટ છે તો ગુલાબી જ હોય ને ના ના, કદાચ કૌશીક મને કીસ કરે તો તેના હોઠ પણ ગુલાબી થઈ જાય અને તે સારુ ન લાગે
તે હસી પડી. અંકિતા એ તેની લિપસ્ટીક એકબાજુ મુકી દિધી.
પ્રેમ લોકોને ગાંડા કરી દે છે તે હકીકત છે અને પ્રેમમાં એકબીજાને ગાંડા થઈ પણ જાવું પડે તેમા નવાઈ નથી. મને ઘણી મોટી ઉંમરના લોકો કહેતા હોય છે કે અત્યારના છોકરા બગડી ગયા છે. હું એને તરત જ પુછુ 'કેમ ?' ગમે ત્યા ગાર્ડનમાં બેઠા હોય એકબીજા સાથે તમારો જમાનો રુમ બંધ કરી તેમા બેસીને પ્રેમની વાતો કરવાનો હતો, તે આજ ગાર્ડનમાં બેસી વાતો કરે છે. દાદા જમાના પ્રમાણે બદલવું પડે તમે બંને જણા ગાર્ડનમાં બેસો નવા યુગના લોકો તમને કઈ કહે તો કેજો. અમે આમ તમે આમ હવે એ બધુ ભુલી જાવાનું દાદા.'
વાત તો બરાબર હો તારી !
કૌશીક પણ આજ મોગરાનું અંતર હાથમાં લઈને વિચાર તો હતો. શું અંકિતાને મોગરાની સુગંધ પસંદ હશે, હોયજ ને મોગરાની સુગંધ કોનેના ગમે. થોડીજ વારમાં કૌશીક ગાર્ડનમાં પાસે આવી ગયો. પહેલી પીળા ટીશર્ટવાળી અંકિતા ના ના ના ! તે ના હોઈ શકે પહેલી ના ના તેની સાથે તો કોઈ છે. ત્યાંજ સામેથી ગુલાબ ટીશર્માંટ રીક્ષામાંથી કોઈ નીચે ઊતર્યું. કૌશીક થોડીવાર તેની સામે જોઈજ રહ્યો.
'આજ મારી અંકિતા ! કેટલી સુંદર દેખાય છે. દેખાય જ ને કોની પ્રેમીકા છે કૌશીકની !
'હાય કૌશીક !'
કૌશીક તો હજુ મનમાં અંકિતાના વખાણ જ કરી રહ્યો હતો. હાય કૌશીક બીજી વાર કહ્યું ત્યારે કૌશીકનુ તેના પર ધ્યાન ગયું.
'હાય અંકીતા...'
'કોના વિચાર કરી રહ્યા હતા અહી ઊભા ઊભા ?'
'અંકિતા તારા જ હોયને તારા સિવાય કોના વિચાર હું અહી કરુ.'
'ઓહ એમ વાત છે એમને.'
તને વાત કહું અંકિતા હું જયારે કોલેજમાં હતો ત્યારે અમે પાંચ મિત્રો વચ્ચે શરત લગાવી હતી પાંચ હજાર રુપીયાની જેને સૌથી સુંદર પત્ની મળે તેના આ પાંચ હજાર. શાયદ હું આજ શરત જીતી ગયો.
કેમકે મારા પાંચ મિત્રોમા તારા જેવી સુંદર પત્
નીના કોઈની નથી અંકિતા.'
'તું પણ કૌશી !' હું આવી ત્યારથી મારા સુંદરતાના વખાણ કરે કઈ બીજું બોલ ને ! જો હું તારા માટે મારા હાથે બનાવીને હલવો લાવી છુ. હલવો તો મને બહુ જ ભાવે તને કેમ ખબર. કૌશીક પ્રેમ એને કેહવાય કે એકબીજાની મનની વાત જાણી શકે.
'લે ને તુ પણ થોડો હલવો ચાખ તારા હાથનો.'
'હા, કેમ નહી !'
ત્યાં જ સામેથી કોઈ છોકરી આવી
'હાય કૌશીક.'
'હાય સંગિતા.'
સંગિતાનો બાયોડેટા ટુંકમાં આપુ તો કૌશીકની કોલેજ વખતની ગર્લફ્રેન્ડ કૌશીકને તો ઘડી ભર ધબકારા વધી ગયા સંગીતા અહીંયા ક્યાંથી. સંગીતાને ત્યારે જ મે કહ્યું હતું જો તારે મારી સાથે લગ્ન ન કરવા હોય તો તું ક્યારેય મારી સામે દેખાશ નહી કે નહી તું મને ફોન કરે. તો શા માટે આજ મારાથી અંકિતાને વળગી કરવા આવી હશે.
'આ એજ મારો પ્રેમી છે અંકિતા તેને હું ચાહતી હતી.'
'શું વાત કરે છે તું ?'
હજુ હમણાં જ તો અમે મળ્યા મને તારી વાત પણ એમણે કહી નહી. અંકીતા તું શું કામને તેને વાત સાંભળે છે મારે તે છોકરી સાથે હવે કઈ લેવાદેવા નથી.'
'હૈ શું તુ બોલી રહ્યો છે ? ચાર વષઁથી એકબીજા સાથે હતા ને તું આજ આમ કેમ કહી રહ્યો છે.
પ્લીઝ સંગીતા તારાને મારા પ્રેમને તું ફરી યાદ ન અપાવ. નહી તો હું તારા વગર નહી જીવી શકુ.'
અંકિતા અને સંગિતા હસવા લાગી...
કૌશીક તે બંનેને ઘડીભર જોઈ રહ્યો આ શું થઈ રહ્યું છે મારી સાથે. !
કૌશીક આ મારી બેસ્ટફ્રેન્ડ અંકિતા છે. મારા પપ્પા અને ભાઈ ક્યારેય એવું નહી ઈચ્છે કે આપણે બંને લગ્ન કરીયે અને સુખીથી જીવન જીવીયે, કદાચ તું મારા ભાગ્યમાં નહી હોય, હું જાણું છુ કે તારી જીવનસાથી દુનિયાની કોઈપણ છોકરી બને તેને તું હમેશા ખુશ રાખીશ, માટે જ મારી બેસ્ટફ્રેન્ડ અંકિતાનો હાથ તને જીવનભર માટે આપુ છું. તે પણ હમેશા તને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે.
તને પસંદ છે ને અંકિતા ! હું હમેંશા માટે તારી જીંદગીમાંથી વિદાય લઉ છું. હું કયા છુ ? હું શું કરુ છું તે ક્યારે તું જાણવાની કોશિશ નહી કરતો કે હું પણ નહી કરુ. તું યાદ રાખજે કૌશીક અંકિતાનું દિલ છે એ જ સંગિતાનું દિલ છે. અંકિતા એકજ મારી અંગત હતી મારુ દિલ હતું. મારા જીવનમા જે કહી હતું તે આ એકજ હતી ,આજ એ પણ તને હું અર્પણ કરી દવ છું.
કૌશીક સંગીતાને ભેટી પડ્યો.