પ્રેમ કહાની
પ્રેમ કહાની


હાય અવની..!
હાય રાહુલ ..!
તું અહીં ક્યાંથી અને મારા ઘરે કોઈ જોઈ જશે તો આવી પડશે આપણા બંને નું...!!
હા તો..!!તે શું કરી લેશે..
તારા માટે જ મુંબઈથી હું અહી સુરત આવ્યો છું, તને જ મળવા હું મારા ઘરે પણ નથી ગયો.
તું સમજ રાહુલ..!!
હું સમજુ છું,અવની તને પણ અને તારી અહીની પરિસ્થિતિને પણ,
પણ મને એક કારણ સમજાતુ નથી કે એક મહીનાથી મારો ફોન તું રીસીવ કેમ નથી કરતી.તને યાદ છે તે મને કોલેજમા કહેલું કે રાહુલ હું તને અનહદ પ્રેમ કરુ છું.
હા,રાહુલ મે તને કહ્યું હતું પણ પરિસ્થિતિ સમય અનુસાર બદલતી હોય છે.
એટલે એમ કે તું મને પ્રેમ હવે નથી કરતી...!
ના રાહુલ એવુ નથી હું તને ચાહું છું.
તને કેવી રીતે હું ભૂલી શકુ રાહુલ તારા વગર તો મારે જીવું મુશ્કેલ છે.
મે તારી જ સાથે પ્રેમની વાતો કરવાના સપના જોયા છે. હું તારી સાથે જ બિસ્તર પર સુવા માગું છું. હું તને જકડી જોરથી ગાલ પર કીસ કરવા માંગું છું.મારા પણ સપના છે રાહુલ.
એવુ તો શું કારણ છે કે તું મારી સાથે વાત પણ નથી કરતી...મને એજ ખબર નથી પડતી અવની કે હું મોહબ્બત છું કે ખાલી જરૂરત તારી,રાહુલ તું આવુ નો બોલ ...!!!
રાહુલ તું જ મારી જિંદગી છો ...!
રાહુલ જો હું તને કહીશ તો તને દુ:ખ લાગશે.
મારી સગાઈ થઈ ગઈ છે.એક મહીના પહેલા જ ત્યારથી જ હું તારો ફોન રીસીવ કરતી નથી.
તું મને ચાહે છે, તું મને અનહદ પ્રેમ કરે છે તો શા માટો તે કોઈ સાથે સગાઈ કરી જાણી જોઈ ને અવની.
મે જાણી જોઈ નથી કરી રાહુલ મારા બાપુજીના કહેવાથી કરી છે.મારા ભાઈના પાંત્રીસ વર્ષ થઈ ગયા તેની સગાઈ હજુ પણ નહોતી થઈ મને જાણ વગર મારા બાપુજી એ મારી સગાઈ સામ સામે કરી નાંખી.
જો હું ઘરે કહીશ કે રાહુલને હું પ્રેમ કરુ છું તો મારા બાપુજીને અને ભાઈને ખોટું લાગશે.
કેમકે અમારા સમાજમાં છોકરીને ઘરે લાવવા માટે દસથી પંદરલાખ રૂપિયા આપવા પડે છે.મારા બાપુજી પાસે તો ઘર ચલાવે તેટલા રૂપિયા માંડ માંડ છે રાહુલ...
રાહુલ હું શું કરુ મને કંઈ સમજાતું નથી
હું તને ચાહું છું..!!હું તને અનહદ પ્રેમ કરુ છુંં.
એક ક્ષણ પણ મારથી તને જોયા વિના ચાલતું નથી.પણ હું મજબૂર છું.
પણ અવની તું એક વાર તારા બાપુજીને પુછી તો જો.હું પુછવા તૈયાર છું રાહુલ પણ મારા ને મારા બાપુજી સંબંધનો અંત આવી જાય એ મને પસંદ નથી.
તો હું કહશ તારા બાપુજીને કે અવનીને હું પ્રેમ કરુ છું.અવની પણ મને પ્રેમ કરે છે અત્યારે જ અને અબઘડી જાવ છું.
રાહુલ મારી વાત તો સાંભળ..!!
હવે કોઈ વાત નહી...
આજ તું મારી બનીશ અથવા તો મારા જીવનમાંથી હમેશા માટે વિદાય લઈશ.
રાહુલે ઘરમા પ્રવેશ કર્યો.અવનીના બાપુજી ચા પી રહ્યા હતા ખુરશી પર બેસીને.
આવ રાહુલ કેમ આજ અચાનક આવવાનું થયુ.
બસ એમ જ અંકલ..!!પણ એક કામથી આવ્યો છું..
બોલને..!!
તમારી દીકરીનો હાથ માંગવા..!!!
બાપુજીની ચા હોઠે જ રહી ગઈ..!!!
શું તું બોલી રહ્યો છે તને ભાન છે ..!!!
હા, મને ભાન છે.અવનીને હું પ્રેમ કરુ છું.અવની પણ મને પ્રેમ કરે છે આ સંબધ અમારો ત્રણ વર્ષથી છે.
અવની...!!!!!!!!!અહી આવ..!
આ માણસ જે કહી રહ્યો છે તે સાચું છે કે ખોટું ..!
હા,બાપુજી તેમણે જે કહ્યું તે સાચું છે.
અત્યારે સુધી મને વાત કેમ ન કરી.
તમારા ડરના કારણે બાપુજી...!!!
તને મારાથી ડર લાગે છે,બેટા હું હમેશા તારી સાથે એક મિત્ર તરીકો રહ્યો છું,બાપ તરીકે નહી.અને તું જે લગ્ન કરી રહી હતી એ મારા કહેવાથી કરી રહી હતી.પણ તે મને એક વાર પણ નો કીધું કે રાહુલને હું પ્રેમ કરુ છું.
બેટા તારી ખુશીમાં હું શું કામને અડચણ ઊભી કરુ. બેટા બાપ ત્યારે જ ખુશ હોય કે તેની બેટી ખુશ હોય. હું તો તને હમેશા ખુશ જોવા માંગું છું અને આ રાહુલને હું ઓળખું છું એ હમેશા તને ખુશ રાખશે...
પણ બાપુજી ભાઈનું શું થશે છોકરી મળી તો જાશે ને..??
બેટા ઈશ્વર બધાનો હોય છે તું તેની ચિંતા ન કર એનું થઈ જશે.તું તારી જીંદગી સુખીથી જીવ બેટા..!!
અવની બાપુજીને ભેટી પડી...!
આઈ લવ યુ બાપુજી...!!
લવ યુ ટુ બેટા સુખી રહે...!!