kiranben sharma

Romance Inspirational

3  

kiranben sharma

Romance Inspirational

વિધિની વક્રતા

વિધિની વક્રતા

3 mins
407


અમદાવાદ ખૂબ ભરચક શહેર, ત્યાં રોજ સાબરમતી નદી પરનાં રિવર ફ્રન્ટ પર સૌમ્યા અને મિલન આવતાં, બાંકડા પર બેસતાં, વહેતા પાણીને નિહાળતાં, મીઠી-મધુરી પ્રણય કેરી વાતો કરતાં, બંને કોલેજમાં સાથે ભણતાં હતાં, બંનેના રસના વિષયો અને વિચારો ખૂબ જ મળતા આવતા હતા.

સૌમ્યા એક સામાન્ય પરિવારમાંથી હતી જ્યારે મિલનનું ઘર સારું એવું ધનવાન ગણાતુ હતું, સૌમ્યાને કાયમ આ વાતની બીક રહેતી, મિલનના ઘરના લોકો તેને સ્વીકારશે નહીં. મિલન સૌમ્યાને સમજાવતો કે તે બધું ઠીક કરી દેશે, સૌમ્યા આ વાત પર હસી પડતી અને કહેતી 'કંઈ નહીં જોઈ લઈશું." ખુબ સુંદર વિચારો સાથે સુંદર શરીર ધરાવતી હોવાથી મિલનને તે ખૂબ જ ગમતી.

એક દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે મિલન સૌમ્યાને મળવા આવે છે, ને કહે છે,- " પગલી ! ચાલ, જો મારા માતા-પિતા તો તને વહુ તરીકે સ્વીકારવા ખૂબ જ ઉતાવળા છે, તેઓએ રાજીખુશીથી સંમતિ આપી દીધી છે." કહી સૌમ્યાને ઊંચકી લે છે, અને ગોળ ગોળ ફરે છે. અચાનક આ વાત જાણી સૌમ્યા પહેલા તો ખૂબ નવાઈ પામે છે, " અરે, અરે ! મને ઉતાર મિલન ! ક્યાંક પડી જઈશું, આવતા જતા બધા જુએ છે ! સાવ શરમ વગરનો છે. નીચે ઉતાર, " મિલન સૌમ્યાને નીચે ઉતારી ઘૂંટણિયે બેસીને, ગુલાબ આપતા પ્રપોઝ કરે છે,- સૌમ્યા ! તું મારી સાથે લગ્ન કરીશ ? મારા જીવનમાં નવા રંગ ભરીશ ? "

સોમ્યા તો ખૂબ જ વિસ્મય પામી, ખૂબ ખુશ થઈ. પોતાના બધા સપનાને સાચા પડતાં, તેની આંખો સામે નવી દુનિયાને જોવા લાગી, ઘણી બઘી વાતો મિલન સાથે કરી, સૌમ્યા તેના ઘરે પહોંચી અને તે ખુશ હતી. તેના પગ જમીન પર પડતા ન હતા. 

એ જેવી ઘરમાં પહોંચી, તો જોયું, ડોક્ટર ઘરમાંથી બહાર જવા નીકળી રહ્યા હતા, અને પિતાજીને હૃદયરોગનો હુમલો થયો હતો. તે ઝડપથી પિતા પાસે પહોંચી, તેના પિતાની તબિયત સારી ન હતી. તને જોઈ પાસે બેસાડીને કહ્યું ,"સોમ્યા ! મારા મિત્ર ધનંજયના પુત્ર વિનય સાથે મેં તારું સગપણ નાનપણમાં કરેલું, અમે વચ્ચે બંધાયા છે. કાલે તેઓ તને જોવા અને સગપણ પાકુ કરવા વિનય સાથે આવશે. બેટા ! લાગે છે, હું આવતીકાલનો સૂરજ નહીં જોઈ શકું, તો મારા વચનની લાજ રાખજે. તોજ મારા આત્માને શાંતિ મળશે." 

 સૌમ્યાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ, તેને કંઈ સમજાતું નથી. આમ, અચાનક ખુશી મળી અને થોડી જ વારમાં જ એટલું મોટું ધર્મસંકટ ! શું કરવું ? વિધિની આ કેવી વક્રતા હતી. એક બાજુ મિલન હતો, એક બાજુ પિતાનું વચન હતું. આમ, હજુ અવઢવમાં હતી. તેની આંખમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. ત્યાં જ પિતાએ સૌમ્યનો હાથ હાથમાં લીધો, અને આંખમાંથી આંસુ સારતા બોલ્યાં, "તું સદા ખુશ રહેજે," એટલું બોલી તેમનો પ્રાણ આ દેહ છોડી જતો રહ્યો. 

બાપુજીની વસમી વિદાય અચાનક થતાં, અને તેમના આપેલા વચને સૌમ્યાને અંદરથી તોડી નાખી, તે સાનભાન ભૂલી ગઈ. જેમતેમ દિવસો પસાર કરતી હતી.  

મિલન રોજ તેની બાંકડે રાહ જોતો, સૌમ્યા ત્યાં જતી નથી, ઘરમાં રહી ખૂબ યાદ કરી રડી લે છે. થોડા દિવસમાં સૌમ્યા અને વિનયના લગ્ન થઈ થયાં, સોમ્યા મિલન બનતા બનતા સૌમ્યા વિનય બની ગઈ, મિલનને આની જાણ થતાં, તેણે સૌમ્યાને છાનામાના ફોન કરી જણાવ્યું, " મને તારા પ્રત્યે અનહદ માન છે. તે તારા પિતાના વચન ખાતર આ કાર્ય કર્યું. આપણી વચ્ચે આમ જ અધૂરો પ્રણય રહેશે. તું ચિંતા ન કર. તારા જીવનમાં આગળ વધ. હવે આવતા ભવે તને મેળવીશ, આ જન્મમાં મને ભૂલી જજે, " સૌમ્યાએ કોઈ જવાબ ના આપ્યો, અંતર મનની મિલન પ્રત્યેની બધી ભાવના, લાગણી, પ્રેમ પર મોટો પથ્થર મૂકી, મન મક્ક્મ બનાવી જીવનની બદલતી ઘટના સાથે ચાલવા લાગી. વિનય સાથેના નવા પ્રણય બંધનમાં બંધાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance