Rahul Makwana

Tragedy Action Thriller

4  

Rahul Makwana

Tragedy Action Thriller

વિદાય

વિદાય

10 mins
537


શહેરની માધ્યમાં આવેલ મેઘાવી હોલ, આજે સોળે શરગાણે ઝળહળી ઉઠ્યો હતો, તેની ફરતે આવેલ કલરે - કલરની રોશનીથી જાણે તેની શોભામાં ચાર ચાંદ લાગી ગયા હોય તેવું લાગી રહ્યું હતું, મંડપમાં કરાયેલ ડેકોરેશન પરથી એવું લાગી રહ્યું હતું કે આ કોઈ રાજવી પરિવારનો લગ્નપ્રસંગ હોય, બહારના ભાગે અવનવી એકસાથે ઘણી બધી અલગ - અલગ ભારે કંપનીની રોયલ કરો પાર્ક કરેલ હતી, આ બધો વૈભવ અને ઠાઠ ત્યાંથી પસાર થતાં લોકોનું ધ્યાન અચુક ખેંચતુ હતું.

મંડપની બહારની તરફ મોટા અક્ષરોમાં લખેલ હતું ….ગોહેલ પરિવાર આપ સૌંનું હાર્દિક સ્વાગત કરે છે, અમે મંડપની અંદરની તરફ બને બાજુએ લગાવેલ વર - કન્યાનાં લગાવેલ મોટા -મોટા ફોટા સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતાં, જેમાં કન્યાનાં ફોટા નીચે લખેલ હતું ….દિપાલી અને વરનાં ફોટા નીચે લખેલ હતું….દેવેન.

મંડપની વચ્ચોવચ કન્યાનાં બધા જ પરિવારજનો અને સગાસંબંધીઓ કન્યાને વળગી - વળગીને રડી રહ્યા હતાં, પરંતુ કન્યાની આંખોમાં એકપણ આંસુ આવી રહ્યા ન હતાં, માત્ર તે દેખાવ કરવા માટે રડી રહી હતી, કન્યા થોડી - થોડી વારે મંડપની બહાર નજર કરી રહી હતી, તેની આંખો કોઈ એક વ્યક્તિની એક માત્ર ઝલક મેળવવા માટે તડપી રહી હતી…….એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ પોતાને જીવ કરતા પણ વધુ પ્રેમ કે વ્હાલ કરનાર તેનો ભાઈ આદિત્ય હતો જેને બધા આદિ કહીને બોલાવતા હતા.

મનમાં ને મનમાં પોતે વિચારી રહી હતી કે શું ખરેખર મારો ભાઈ મને સાવ ભૂલી ગયો હશે ? શું તેને નહિ ખબર હશે કે આજે તેની એકને એક લાડકી બેનના લગ્ન છે ? શું મારા ભાઈ કોઈ મુસીબતમાં તો નહીં હોયને ? શું મારો ભાઈ મને મારા વિદાય પ્રસંગે મને ગળે લગાવીને રડતા રડતા એટલું પણ નહીં કહે….કે….ગાંડી હવે તને હું ક્યારેય હેરાન કે પરેશાન નહિ કરું, તું માત્ર તારો ખ્યાલ રાખજે અને તબિયતનું ધ્યાન રાખજે.

આવા અનેક વિચારો મનમાં આવતા ગયાં અને દિપાલી પોતાના ભાઈને મળવા માટે વધુને વધુ આતુર થવા લાગી, અને વધુ ને વધુ આતુરતાથી પોતાના ભાઈની એક ઝલક મેળવવા માટે મંડપ તરફ મિટ માંડવા લાગી.

એવામાં જાણે વર્ષોથી સૂકી જમીન પર, ઘણાં સમય બાદ વરસાદના અમી છાંટણા થાય, અને જે આનંદની અનુભૂતિ થાય તેવી અનુભૂતિ દિપાલીને થઈ, જ્યારે તેણે દૂરથી પોતાના ભાઈને આવતો જોયો,તેને આવતો જોઈ,પરંતુ તેના ચહેરા પર ઇજા થવાને લીધે થોડુંક લોહી વહી રહ્યું હતું, અને ગોઠણનાં ભાગે ઇજા થવાને લીધે તે થોડોક લંગડાતો - લંગડાતો ચાલી રહ્યો હતો, તેના કપડાં થોડાક મેલા અને અવ્યવસ્થિત હતાં.

દિપાલી જાણે બધુ જ ભાન ભૂલી ગઈ હોય, તેવી રીતે પોતાના ભાઈ તરફ એક દોટ મૂકી, અમે તેને એકદમ મજબૂત રીતે પોતાના ભાઈ આદિને વળગી ગઈ, એને એકદમ નાના બાળકને જેમ ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી, હવે દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે ભાઈ બહેનને રડતા અટકાવી શકે, આદિ પણ પોતાના ઉપરનો કાબુ ગુમાવીને જોર - જોરથી રડવા લાગ્યો અને માત્ર એટલું જ બોલ્યો.

“ અરે ! ગાંડી તારે જાવું જ છે ? શુ તને તારા ભાઈની પણ યાદ ના આવી કે તારા વગર તારો ભાઈ જીવતે - જીવતે પણ મરી જશે,મેં તને હેરાન - પરેશાન કરી એની આવડી મોટી સજા મને આપી તે………!” - હવે બંને ભાઈ- બહેન હૃદય ગગડાવી નાખે તેવું રૂદન કરી રહ્યાં હતાં.

“પણ ! ભઇલા, તારું ધ્યાન રાખજે, હવે હું તારી સાથે ડગલેને પગલે નહીં હોઈશ.”

“ દિપુ ! મારાથી તને વધારે પરેશાન થઈ હોય તો મને માફ કરી દેજે” - આદીએ પોતાના બને હાથ જોડીને દિપાલીની માફી માંગી.

“બસ ! ભઈલા ! બેન પાસે માફી શેની ? તું બસ તારું ધ્યાન રાખજે” - આટલું બોલી દિપાલી પોતાના પતિની કારમાં બેસીને પિયર જવાં માટે રવાના થઈ.

ત્યારબાદ આદિ દૂરથી જ તેના મમ્મી - પપ્પાને હાથ જોડી પગે લાગી ત્યાંથી રવાના થવા લાગ્યો, અને રડતા - રડતા તે ત્યાથી જવા માટે તે ચાલવા લાગ્યો.

***

આપણા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા હશે કે કોણ છે આ આદિત્ય કે આદિ ? શા માટે તે પોતાની બહેનના લગ્નમાં હાજરી આપવાને બદલે માત્ર વિદાય વખતે જ પોતાની હાજરી આપવા આવ્યો ? એવુ કયું કારણ હશે કે પોતાની એકને એક વ્હાલી બેનના લગ્ન પ્રસંગમાં હાજર ન રહ્યો ?

શા માટે આદીનાં માતા પિતા તેને બોલાવતા ન હતાં ? આદીનાં ચહેરા પર જે ઘા લાગ્યા તે કેવી રીતે લાગ્યા ? શાં માટે પોતે થોડોક થોડોક લંગડાતો ચાલતો હતો.

***

 આદી અને દીપાલિના પિતા એટલે કે જયેશ ગોહેલ, પોતાના શહેરનાં નામાંકિત બિઝનેસમેન હતાં, પોતાના શહેરમાં તેને ચાર ટેક્ષટાઈલ મિલ હતી, જયેશ ગોહેલને પોતાની આબરૂ કે પ્રતિષ્ઠા તેના જીવ કરતા પણ વધુ વ્હાલા હતાં, કદાચ તેના પરિવારવાળા પણ તે પછી જ આવતા હતા.

જયેશભાઈએ પોતાના કુટુંબમાં એકદમ શિસ્તભર્યું અને કડક વાતાવરણમાં પોતાના બંને સંતાનનો ઉછેર કર્યો હતો, અને દિપાલીને તેની ઈચ્છા પ્રમાણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરાવ્યો હતો, અને આદિત્યને ખૂબ જ મહેનત કરાવીને પોતાના શહેરમાં I.A.S અધિકારી બનાવ્યો હતો.

આદીએ પોતે I.A.Sની પરીક્ષામાં મહેનત,લગન કે ધગશને લીધે દેશમાં પ્રથમ નંબરે પાસ થયો હતો, જેના માનમાં જયેશભાઈએ એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કરેલ હતું.

આદીનાં લોહીમાં જ ઈમાનદારી, પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, અને સચ્ચાઈ અને ખોટું સહન ન કરવાના વગેરે લક્ષણો તેને પોતાના માતા - પિતા તરફથી વારસામાં જ મળેલ હતાં.

આદીએ પોતાની નોકરી પર હાજર થઈને પોતાનો પ્રભાવ બતાવવાનું શરૂ કરી દીધો અને ટૂંક સમયમાં જ પુરા શહેરમાંથી તમામ પ્રકારના ગુનાહોને ઝડમૂળમાંથી દૂર કરી તેનું નામું નિશાન હટાવી દીધું.

હવે શહેરમાં બધા શાંતિથી ભર્યો શ્વાસ લેવા લાગ્યા હતાં, અને શાંતિથી બધા ઊંઘવા લાગ્યા હતાં, સ્ત્રીઓ કોઈપણનાં બાપની બીક કે ડર વગર જ્યા ઈચ્છે ત્યાં ફરી શકતી હતી.

પરંતુ આ બધું અને આદિ ત્યાંના સ્થાનિક મુખ્ય ગુનાખોરોની આંખમાં કાંકરાની જેમ ખૂંચી રહયો હતો, અને તે બધાંએ આદિને બરબાદ કરવા માટેની સંપૂર્ણપણે તૈયારી કરી લીધી હતી, બસ માત્ર રાહ જોતા હતાં તો યોગ્ય સમય કે મોકાની, આ બધા ખૂબ જ સારી રીતે જણાતા હતા કે આદિ ખૂબ જ નીડર અને બહાદુર અધિકારી છે, જે કોઈપણના બાપથીય ડરે તેવો હતો નહી. જો આદિને એકમાત્ર હિંમત હોય તો તે હતી, તેનો પરિવાર, તેની પત્ની અને તેના કુટુંબની પ્રતિષ્ઠા.

 આદીનાં આવા ભવ્ય અને પ્રસંનીય કામગીરીના માનમાં એક ડિપાર્ટમેન્ટ તરફથી એક પાર્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદીએ પોતાના મિત્રોના માન ખાતર થોડું ડ્રીંક કર્યું અને જોત - જોતમાં બધાના આગ્રહવશ થઈને આદીએ પોતાના લિમિટ કરતા પણ વધુ ડ્રીંક કરી લીધું હતું, આદિને તેના ઓફિસના અન્ય અધિકારીઓ આદિને તેના ઘરે અડધી રાત્રે મૂકી આવ્યા.

**

બીજે જ દિવસે 

આદીએ સમાચારમાં જોયું કે પોતે એક સ્ત્રી સાથે અંગત પળો માણતો હોય તેવો વિડિઓ વાઇરલ થઈ ગયો હતો, બધી જ ન્યુઝ ચેનલ પર આદીનાં આ વાઈરલ થયેલા વિડિઓ વિશે જ ચર્ચા કરવામાં આવી રહી હતી.

આટલી વારમાં આદીનાં પિતા આવ્યા અને આદિને એકદમ ગુસ્સા સાથે બે લપડાક ચોડી દીધી, અને કહ્યું કે.

“ આદિ ! આ બધું શું છે ?, તે મારી બધી ઈજ્જત અને પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દીધું.”

“પણ….પણ...પપ્પા…!” - આદિ પોતાના બચવા માટે કંઈક બોલવા જઇ રહ્યો હતો.

“ તું ! જાણે જ છે કે આ દુનિયામાં મને મારી પ્રતિષ્ઠાથી વ્હાલું કઈ નથી, મારા છોકરા પણ નહીં, અને તે આવું અપકૃત્ય કરીને મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે, જેના માટે હું તને ક્યારેય માફ નહીં કરીશ, અમે તારા માટે અમે અને અમારા માટે તું કાયમિક માટે મરી ગયાં છીએ એવું સમજી લે જે….અને આજ પછી ક્યારેય અમને કોઈને બોલાવતો નહીં.”- આટલું બોલી આદિને એકપણ વાત કે દલીલ સાંભળયા વગર જ ચાલ્યા ગયાં.

આટલામાં આદિ પર ફોન આવ્યો કે આદિ તમને તમારી પદ પરથી ટર્મિનેટ કરવામાં આવે છે, અને તમારા વિરુદ્ધ પેલી પીડિતા યુવતી દ્વારા કરવામાં આવેલ એફ.આઈ.આર ના આધારે તમને ગિરફતાર કરવામાં આવે છે.

આ બધું પોતાની સાથે શુ થઈ રહ્યું હતું એ આદિ સમજે એ પેલા જ એની પત્ની આવી અને આદીનાં હાથમાં ડિવોર્સ પેપર આપતા કહ્યું કે,

“ મારા માં શું ખામી હતી કે તમે પેલી બાજારું સ્ત્રી સાથે રંગરલીયા મનાવવા માટે ગયાં, હું હવે સોસાયટીમાં કોઈનો પણ સામનો કરી શકું એટલી હિંમત મારામાં હવે રહી નથી, તમને આવું કરતા પહેલા મારો, આપણા છોકરાં ઓનો એકવાર પણ વિચાર ના આવ્યો.” - આટલું બોલી આદિની પત્ની આદીનાં મોઢામાં પર ડિવોર્સ પેપર ફગાવીને જતી રહી.”

આદી પોતે અત્યારે ખૂબ જ નર્વસ થઈ ગયો હતો, કારણ કે ક્ષણભર માં કે ઘડીના છઠ્ઠા ભાગમાં એકાએક પોતાના ગણાતા એવાં બધા જ તેને છોડીને જતા રહ્યા હતાં.

આદીએ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યું પરંતુ વધુ પડતા દારૂના નાશને લીધે તેને આખી ઘટના એકદમ સ્પષ્ટપણે યાદ આવી રહી ન હતી,આદિ પોતાને આવા મોટા સમાજમાં એકલતા અનુભવી રહ્યો હતો.

આદિ મનોમન સમજી રહ્યો હતો, કે આ પોતાના વિરુદ્ધ એક મોટું ષડ્યંત્ર હતું, પરંતુ આદિ પાસે કોઈ પોતાને બેગુનેહગાર સાબિત કરવા માટે કોઈ સબુત કે પુરાવાના હોવાને લીધે ત્રણ વર્ષની સખત કેદની સજા થઈ હતી. 

***

એક દિવસ 

આદિ જેલમાં હતો ત્યારે તેને સમાચાર મળ્યા કે પોતાની બેન દીપાલિના લગ્ન છે….આ સાંભળીને આદિ મનોમન ખૂબ જ ખુશ થયો, અને તે કંઈક વિચારોમાં ખોવાઈ ગયો.

આદિ અને દિપાલી એક દિવસ ઘરમાં હતા ત્યારે બને ભાઈ બહેન વચ્ચે કોઈ બાબત પર માથાકૂટ કરી રહ્યા હતાં, દિપાલીએ કહ્યું,

“જો ! ભઈલા, હું તને ખૂબ જ હેરાન કરું છું, એ વાત સાચી છે, પરંતુ હું એક દિવસ એવો આવશે કે તેને અને બધાંને છોડીને જતી રહીશ..”

“જો ! તું જે દિવસે આ ઘર છોડીને જઈશ એ દિવસે હું એકદમ રાહતનો શ્વાસ લઈશ, અને એવું માનીશ કે ઝાડ ગયું અને જગ્યા થઈ, અને જો એ દિવસે હું જ્યા હોઈશ ત્યાંથી ચોક્કસ આવીશ અને હું બહુ ખુશ થઈશ.” - આદીએ મજાક કરતા - કરતા કહ્યું.

“ જો ! સાહેબ, અત્યારે ખોટી ડંફાંસો ના મારીશ, એતો સમય જ બતાવશે, પરતું એક વાત કહું કે મારા ઘર છોડવા પાછળ જો કોઈને સૌથી વધુ દુઃખ થશે કે સૌથી વધુ રડશે તો તે તું જ હોઈશ આદિ….તું જોઈ લે જે !”

અચાનક જેલરમાં ચામડાના સૂઝના ટક - ટક અવાજ આવવાને લીધે આદિ પોતાના વિચારોમાથી બહાર આવી ગયો, અને મનોમન નક્કી કર્યું કે ભલે મારે જીવ ગુમાવવો પડે પરંતુ હું મારી બેનના લગ્નમાં જરૂરથી જઈશ, અને દિપાલી જે કહેતી હતી તે સાચું જ કહેતી હતી.

**

દીપાલીના લગ્નના એકદિવસ અગાવ આદિ બધા કાયદા કાનૂન જણાતો હોવા છતાં પણ બધા કાયદા કાનૂન નેવે મૂકીને, પોતાની બેનના પ્રેમમાં સામે હારીને જેલ તોડીને સીધો જ તે પોતાના ઘરે ગયો, ત્યાં કોઈ હતું જ નહિ, પૂછપરછ કરવાથી ખ્યાલ આવ્યો કે બધા જ પરિવારજનો અને સગાઓ શહેરમાં આવેલા મેઘાવી હોલ પર છે, આથી તે સીધો જ ત્યાં પહોંચી ગયો.

લગ્નમાં પહોંચી તો ગયો પરંતુ એ થોડોક મોડો પહોંચ્યો હતો.

***

ત્યારબાદ આદીનાં મંડપની બહારની તરફ ઉપાડતા પગને, આદીનાં ખભા પર પાછળથી હાથ મૂકી, ભારે અવાજમાં કોઈ બોલ્યું.

“બેટા ! તારા પપ્પાને માફ નહિ કરે ?” - પાછળથી આવતો આવાજ બીજા કોઈનો નહિ પરંતુ પોતાના પિતાનો જ અવાજ હતો.

“બેટા ! હું મારા મોભા અને પ્રતિષ્ઠાની લાલચમાં એટલો અંધ બની ગયો હતો કે હું મારા દીકરાની એકપણ વાત સાંભળ્યા વગર જ મેં તને મારાથી પલકનાં ઝબકારમાં જ દૂર કરી નાખ્યો,” - જયેશભાઈએ પોતાના બંને હાથ જોડીને આદિની માફી માંગી.

ત્યારબાદ આદિ અને તેના પિતા એકબીજાને વળગી રહ્યા અને રડવા લાગ્યા, સૌ કોઈની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં, આદીનાં મમ્મીએ મનોમન ભગવાનનો હૃદયપૂર્વક ખૂબ - ખૂબ આભાર માન્યો.

આદીનાં પિતાએ આદીનાં માથા પર હાથ ફેરવાત કહ્યું કે “ બેટ….! તું ચિંતા ના કર તારો બાપ હજુ જીવે છે, તું ખૂબ જ થોડા સમયમાં જ નિર્દોષ સાબિત થઈ જઈશ, તારા વિરુદ્ધ જે પીડિત છોકરી હતી, તેને અમે લોકોએ કરેલ અરજીમાં આધારે સખત ઇન્ટરોગેશન કરતા બધું જ સાચું સ્વીકારી લીધું અને આ બધું કરવા પાછળનો મુખ્ય વ્યક્તિનું નામ આપી દીધું છે…..માટે બેટા હવે તું ! અત્યારે જ કંઇપણ વિચાર્યા વગર તારી જાતને પોલીસ પાસે સરેન્ડર કરી દે…..અને તેને બે - ત્રણ દિવસમાં જ હું જેલમાંથી છોડાવી લઈશ….કારણ કે એક કહેવત છે કે ….ઉપરવાલે કે ઘર દેર હે પર અંધેર નહિ હે….! માટે તું ચિંતા ના કર અને તારી જાતને ખુદ જઈને સરેન્ડર કરી દે.”

ત્યારબાદ આદીએ પોતાના પિતાની સલાહ પ્રમાણે જ કર્યું અને બે કે ત્રણ દિવસમાં આદિ આદિ નિર્દોષરીતે છૂટી ગયો… અને એકાદ અઠવાડિયાની અંદર જ આદિ પોતાની ફરજ પર ફરી એજ રુઆબ અને ઠાઠ સાથે હાજર થયો, અને તેની પત્ની પણ પોતાની ભૂલ સમજતા આદિની માફી માંગીને ફરી પાછા બધા રાજી- ખુશીથી રહેવા લાગ્યા.

આપણા જીવનમાં પણ ઘણીવાર એવી પરિસ્થિતિ ઉદભવતી હોય છે કે કોણ સાચું છે કે કોણ ખોટું તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, આ સમયે તેને જો તેને પોતાના પરિવારનો સાથ મળે તો તે પૂરી દુનિયા સાથે લડી શકે કે ….શરત માત્ર એટલી કે પોતાના પોતાની સાથે હોવા જોઈએ….ઉપરાંત ભલે ભાઈ બહેનના સબંધમાં જેટલુ પ્રેમનું સ્થાન છે તેટલુ જ સ્થાન મીઠા ઝગડાને પણ આપવામાં આવે છે ….પરંતુ એ હકીકત છે કે પોતાની બહેનને દરેક ભાઈ આદિની જેમ ખૂબ જ પ્રેમ કરતો જ હોય છે કદાચ તે કહેતો ના હોય, પરંતુ પ્રેમ કરતો જ હોય છે, અને બહેનની વિદાય વખતે સૌથી જો વધારે કોઈને દુઃખ થાય કે લાગી આવતું હોય તો તે વ્યક્તિ પણ એક ભાઈ જ હોય છે…..કારણ કે ભાઈ એ જ એવો વ્યક્તિ હોય છે કે જેણે કદાચ માતા - પિતા કરતા પણ પોતાની બહેન સાથે વધુ સમય વિતાવ્યો હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy