MITA PATHAK

Drama Thriller


5.0  

MITA PATHAK

Drama Thriller


વ્હાલમની પ્રિતને માની ચૂંદડી

વ્હાલમની પ્રિતને માની ચૂંદડી

7 mins 328 7 mins 328

ઘરના આંગણની સાફસફાઇ કરતી નેત્રાના પાયલનો અવાજ રમઝટ કરી રહ્યો હતો આંગણમાં મોગરો, ગુલાબ થી મહેકી રહયું હતું. આંગણની દેખભાળ તે જ રાખતી. નેત્રા આંગણમાંથી બહાર ની અવરજવર દેખાય. એટલે બધાનું ધ્યાન નેત્રા ઉપર જતું. રસ્તેથી જતા-આવતા બધાની ખબર પૂછતી નેત્રા. ..કેમ છો બા ? મંદિર ચાલ્યા. તો વળી કોઇ ભાભી કે કાકી સાથે હસી મજાક કરી લેતી. કેમ કાકી આજે તો કંઈ હિરોઈન જેવા લાગો છો..'ભાઇએ લાગે કોઈ ખુશખબર આપી ?....એટલા માં અંદરથી મમ્મી ની બૂમ પાડતી આખો દિવસ બહાર આંગણમાં જ કાઢવો છે કે બારમી ની પરિક્ષા પણ આપવી છે. એટલે નેત્રાનું મોઢું પડી જતું; એને ભણવા થોડો પણ રસ ન હતો. એટલે ધડ ધડ કરીને ઘરમાં જતી.

આમ આંગણમાંથી નેત્રાની લવ સ્ટોરીની શરૂઆત થાય છે. રોજ સવારે સામેના ઘરમા એક છોકરો બાઇક પર સવાર થઇ આવતો, ગોગલ્સ લગાવેલ હોય, રોજ નવાજ અંદાજ; અને હિરોની જેમ રોજ આવતો.બાઇક સ્ટેન્ડ કરતા ની સાથે ગોગલ્સ ઉતારી ને માથાના વાળ: બાઇકના મીરરમાં સરખા કરતો. અને સેજ ઉંચી નજર કરી નેત્રા ને નિહાળી લેતો, અને તેના મિત્ર ના ઘરમાં જતો. આમ નેત્રા પણ તેને જોઈ લેતી.કારણ બાઇક આવતા ની સાથે હોર્ન વાંગતુ એટલે નેત્રા ની નજર ત્યાં જતી. એટલે જો નિરવ નું ધ્યાન એની સામે હોય તો જોઇને એ સ્માઇલ આપતો. આમ રોજ એક બીજા ને નિહાળતા નિહાળતા, આંખો આંખો કયારે એ પ્રેમમાં પડ્યા,એ સમજાયુ નહિ. ..રોજ એક બીજાને જોવાની સવાર થતા જ તાલાવેલી રહેતી!

નિરવ તેના મિત્ર સંજય ને કહયું કે પેલા સામે ના ઘરમાં જે છોકરી છે ....તે કોણ છે. એટલે સંજય બોલીયો એતો અમારા સમાજની છોકરી છે. હું તને કંઈ કહેવા માંગુ છુંં .બોલને શું કે છે?

એતો હા એનું નામ શુંં છે એ પૂછતો હતો. ઓહ..મને એમ કે તું સૂઇ પૂછવાનો હશે. એનું નામ નેત્રા છે. એટલે નિરવ ને. .ત્રા બહુ સુંદર નામ છે . સંજય એ કહયું ચાલ આપડે જઇએ ,નોકરી પર જવાનું મોડુ થાય છે. એટલે તે તેને વાત કરવી હતી તે કરી ના શક્યો.

બંને મિત્રો જાય છે. હવે નિરવ ની સામે નેત્રા સિવાય કોઈ અન્ય દેખાતું નથી. એટલે તેને હિંમત કરી ને તેના મિત્ર સંજય ને કહી દીધુ કે યાર નેત્રા મને બહુ જ પસંદ છે. હુ તેને મારી જીવન સંગીની બનાવવા માંગુ છું.....ત્યા ધીરે ચાલતી બાઇક ને બ્રેક વાગી. .તું શુંં કહે છે. ?અરે તું કયા અને એ કયાં..? હું નથી માનતો ઉંચનીચ પણ સમાજ અને તેના માબાપ કયારેય રાજી નહી થાય યાર. સંજય મહેરબાની કરી નેત્રા ના મન ને જાણવા નો તો મોકો આપ..મહેરબાની કરી....યાર ..દોસ્ત.

સંજય તે દિવસે રાત્રે ફોન કરીને કહે છે. તું કાલ થી મારા ઘરે આવતો નહિ જયા સુધી નેત્રા મનમાં શું છે હું ન જાણુ ત્યા સુધી. .હું તને નોકરી પર લેતો જઇશ.

આમ ચાર પાંચ દિવસ સુધી નિરવ આવ્યો જ નહી. એટલે નેત્રા ચિંતિત થઈ કે શુંં થયુ હશે? તેને નથી જોયો તો મારી બેચેની કેમ આટલી લાગે છે. ? હું કેમ દુઃખી છુંં? મને શુંં ગયુ છે? હું પાગલ ની જેમ વિહવળ કેમ બની છુંં?આમ અનેક સવાલો પોતાની જાતને પૂછી રહી છે...ત્યા જ મમ્મી બૂમ પાડી આજે નાસ્તો પાણી નથી કરવા ? તારી પસંદગીના નાસ્તો બન્યો છે..બે દિવસ તને તારા પસંદગીના જ નાસ્તા મળશે.તારુ વરત ચાલુ થવાના છે. એટલે પાંચ દિવસ તું મારી પાસે કંઈ માંગે નહી. ખાલી બદામ, કાજુ ને કેરી ખાવા મળશે. ચાલ જલ્દી. હા મમ્મી આવી. આમ દિવસ જાય છે.

બીજે દિવસે સવારે આંગણ સાફસફાઇ કરતા, ... તેને બહાર સંજય ભાઇ ને જોયા એટલે ફટાફટ દોડી ને સંજય પાસે આવી. કેમ છો? મજા માં...આજે નોકરી નથી જવાનું? સંજય બોલ્યો હા જવાનું છે કંઈ કામ હતું...હા એતો પેલો છોકરો ઘણા દિવસથી દેખાતો નથી ..?એટલે પૂછતી હતી કે કંઇ થયું નથી ને ? આવતો નથી?. હા થયુ છે...પણ કંઈ ખાસ ન નહિ. તારે શું તું તારા કામથી મતલબ રાખ.સંજયભાઇ તમે મારા ભાઈ તો છો પણ મિત્ર જેવા પણ છો એટલે મારે તમને એક વાત કરવી..હતી.પેલો છોકરો. ...સંજયભાઈ બોલ્યા શુંં પેલો છોકરો.પેલો છોકરો... કરે છે તેનું નામ નિરવ છે..સેજ શરમાય ને નેત્રા અરછા નિ....ર....વ ..છે! ..સંજય ."હા તો શુંં?નેત્રા. .એ તો મારે નિરવ સાથે વાત કરવી હતી. સંજય કેમ શુંં વાત કરવી છે. ?તમે મારી મદદ કરશો. ?હું દિલથી તેને પસંદ કરુ છુંં.સંજય કહે છે. . તું સાચે જ તેને પસંદ કરે છે. પણ તે આપણાથી નીચી જ્ઞાતિ નો છે. મે જ્ઞાતિ જોઈને પ્રેમ નથી કરીયો એતો બસ થઈ ગયો છે. એકવાર મળી હું એના વિચારો જરૂર જાણવા ચાહીશ. મારા ખયાલ થી તે પણ મને પસંદ કરે છે. સંજય કહે છે કે હું તારી અને એની એક વાર મુલાકાત કરાવું છું.મને થોડો સમય આપ..તું હમણાં ઘરે જા.

જયા પાર્વતી ના વરત નો પહેલો દિવસ છે.નેત્રા ના પાયલ નો અવાજ આંગણમા ખણકી રહ્યો છે.લાલ કુરતો પહેરીયો છે .સુંદર તૈયાર થઈ ને પૂજા ના ફૂલ ચૂંટી રહી છે. મોગરો ને ગુલાબ તોડવા જઇ જ રહી છે ત્યા જ બાઇક ના હોનથી ચમકી જાય છે. ને તેની નજર નિરવ પરપડે.છે.. ..નિરવ પણ તેને સેજ નહી પણ થોડી વધારે જ જોઈ લે છે. એટલા મા સંજય બહાર આવી ને નિરવ ને ભેટે છે. બંને દોસ્ત બહુ ખુશ છે. ત્યાં નેત્રા શરમાય ને મંદિર તરફ ચાલી નીકળી. .પૂજા પાઠ કરી બધી સહેલી ઓ ઉપવાસના દિવસ જલદી પૂર્ણ થાય તેથી રોજ નવી જગ્યા પર ફરવા જતા , આજે બપોર તે ફિલ્મ જોવા જવાના હતા. તે વાત તેને સંજયભાઈ સુધી પહોંચતો કરી. કે જેથી તે નિરવ ને મળી શકે.પહેલી વાર મળવા જઈ રહેલી નેત્રા નું દિલ અત્યારે થી ધડકવા લાગ્યુ.

આ બાજુ નિરવ તો એટલો ખુશ છે કે જાણે પાગલ જ થઈ ગયો ...થિયેટર આખૂ જ બૂક કરાવી લીધુ.સહેલીઓ સાથે થિયેટર પર પહોંચી જાય છે. સિનેમા હોલ મા જઇ ને બેસે છે. સહેલીઓ કહે છે. ..લાગે ફિલ્મ ઠીક ઠાક હશે? આખો હોલ ખાલી છે. બધી સહેલી ઓ હશી ને ચાલો આયા છે તો જોઈ ને જ જઇએ. થોડી વાર પછી નેત્રા હું હમણાં આવી કહી બહાર જાય છે. બહાર નિરવ તેની રાહ મા ઊભો છે. બંને દિલ ના ધબકારા વધી રહ્યા છે. એકબીજાને કેટલી વાર જોઈ ને...નિરવ ધીમા અવાજ થી કહે છે ને..ત્રા,બીજી બાજુ નેત્રા ની તો આંખો જ બંધ થઈ ગઈ. નેત્રા હું તને જીવનસંગિની બનાવવા માંગુ છું.તને હું પસંદ છુંં. નેત્રા હું પણ તને .....પસંદ કરુ છુંં એમ બોલી શરમાય ને ત્યાંથી જતી રહે છે.

આમ એકબીજા ખૂબ જ પ્રેમ કરે છે .અને મુલાકાતો નો શીલશીલો ચાલુ છે. એક દિવસ અચાનક નેત્રા ઘર ના લોકો ને ખબર પડી જાય છે .અને નેત્રા ને ખૂબ ઘમકાવે છે. પણ નેત્રા એકની બે નથી. .અને માનતી જ નથી. તેથી તેના મા બાપે હાથ પણ ઊઠાવે છે . . અને ન માનવા ને કારણે ઘરની બહાર જવાનું બંધ કરી દે છે. અને એકની અઠવાડિયામાં તો તેના માટે એક છોકરો શોધી કાઢે છે. જે પુરુષ સાથે લગ્ન કરવાના છે? તેના એકવાર લગ્ન થઈ ચૂક્યા હોય છે. નેત્રા ખૂબ રડે અને માબાપ સમજાવે છે પણ સમજતા નથી.લગ્ન તૈયારી ધામધૂમ ચાલુ છે. નેત્રા ના લગ્ન ની ચુંદડી માતાએ પોતાના હાથે ગૂંથી છે. તેનો મનગમતા કલરની બનાવી છે. નેત્રા માથે હાથ ફેરવી મા કહે છે, તારા ઉપર 'આ ચુંદડી કેટલી સુંદર લાગે છે તું તો મારી ઢીંગલી લાગે છે બેટા..પણ નેત્રા આંખો આંસુઓથી છલકાઈ છે. અને ઉભી થઈ રુમમાં જઇ બેસી જાય છે.

કોઈ ના દ્વારા નિરવે સંદેશો મોકલ્યો કે તું હમણાં તારા મમ્મી પપ્પા કહે તેમ કર નહિ તો તને વધારે રોકટોક કરશે. હું કંઈ વિચાર કરુ છું!.નેત્રા ના સગપણ માટે સામે વાળા તરફથી ખરીદી થઇ ગઇ છે. નેત્રાનુ ઘર પણ શણગારી દીધુ છે. તેમ સગાઈ ના આગલા દિવસ થતા જ નિરવ નો સંદેશો હતો. આજે સવારે પરોઢિયે હું તારા ઘરની પાછળના ભાગે તારી રાહ જોઇશ, તું તારા ઘરેથી માબાપ ના આશીર્વાદ સિવાય કંઇ લઈ ને આવતી નહિ...તારો નિરવ તારી સાથે છે હરહંમેશ.

નેત્રા વહેલી સવારના કોઈ ને ખબર પડે નહિ તેમ ધીમે પગલે ઘરના પાછળના ભાગમાં જાય છે .અને ત્યા ઊભેલી બાઇક પર સવાર થઈને પ્રેમીપંખીડા ઉડે છે.

સવાર થતા જ હાહાકાર કાર..નેત્રા ભાગી ગઈ છે. નેત્રા ના ઘરના લોકો એ જ વખતે મન મક્કમ બનાવી દીધા. કે અમે તેની શોધ ખોળ કરવા માગતા નથી. ..તે અમારા માટે આજથી મરી ચૂકી છે. પછી તેને પાછુંં વાળી ને કયારેય જોઈ નથી.નેત્રા માટે તેના ઘરનો દરવાજો હંમેશ માટે બંધ થઈ ગયો.

પ્રેમીપંખીડા પોતાની નવી જીંદગી ની શરૂઆત કરે છે. કોર્ટે લગ્ન કરી. તેઓ સૌથી દૂર પોતાની નવી દુનિયા વસાવે છે. બંને એકબીજા ખૂબ જ પ્રેમ કરે છે. એકબીજાના જીંદગી ભરના સાથી બને છે. નેત્રા ના દિલમાં એ વાતનું દુ:ખ છે કે તેના માતા પિતા એ તેને સ્વીકારી કરી નહિ અને કયારેય મળ્યા નહી.

લગ્ન ને આઠ દસ વર્ષ પછી નિરવ અને નેત્રા હજુ કાલે જ એકબીજા ને મળ્યા હોય તેવો અતૂટ પ્રેમ કરે છે. તેમના ત્યાં એક દિકરો છે. નેત્રા બધુ જો સુખ હોવા છતા પોતાના મા બાપ ને ન મળી શકી. માબાપ નથી બોલતા એટલે શહેરમાં રહેતી કાકા ની દિકરી ને વરસ મા એકવાર મળવા જતી. એવા જ સમય ની વાત છે નિરવ હાથ પકડીને તેને કારમાંથી બહાર ઊતારી કહે છે તું મળી લે; સાંજે મારુ કામ પતશે એટલે તને લેતો જઇશ. બાઇ ડાર્લિંગ કહી ને હજુ કારમાં બેસે એ પહેલા રોડ પર ફાસ્ટ જતી કાર નેત્રાને અથડાતા નેત્રા બાજુમાં જતા બીજા વ્હીકલ સાથે અથડાઈ ને ત્યાં જ પોતાના પ્રાણ ગુમાવ્યા. ...નિરવ....ને...............નિરવ તો ભાંગી પડયો છે પણ દિકરા નું મુખ જોઈ હિંમત બતાવવા ની કોશિશ કરે છે. અંદરથી તદ્દન એકલો પડી ગયો છે. પણ મન ને મનાવે છે...તેના દિકરા માં નેત્રા ની છબી દેખાય છે. એટલે પોતે જાણે આજે મરણ પામ્યો છે..ખાલી બેજાન શરીર ને ઉભું કરી નેત્રા ને અને નેત્રા ની ઇચ્છાને પૂરી કરવા ની કોશિશ કરે છે. , અને નિરવ ની પણ ઇચ્છા હતી કે અંત સમયે નેત્રા ના ગામથી નજીક તેની સાસરી માં તેના અંતિમસંસ્કાર થાય જેથી તેના માબાપ તેની દિકરી નેત્રા ને ચૂંદડી ઓઢાડી શકે ....પણ....!


Rate this content
Log in